સોનિયા ગાંધીએ કહ્યું, નરેન્દ્ર મોદી સરકારે સાડા છ વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા ટેક્સ વધાર્યો

સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો પર ચર્ચા અને વિરોધ થઈ રહ્યો છે ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી સરકારે સાડા છ વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા ટેક્સ વધાર્યો અને 21 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

અગાઉ નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા પર અગાઉની સરકારને દોષી ગણાવી હતી.

વીડિયો કૅપ્શન, પેટ્રોલ-ડિઝલના ભાવવધારા અંગે ગુજરાતીઓએ નરેન્દ્ર મોદીને શું કહ્યું?

સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નામ એક પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેમણે કહ્યું છે કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર મહત્તમ એક્સાઇઝ ડ્યુટી લગાવીને સાડા છ વર્ષમાં 21 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સોનિયા ગાંધીનો આ પત્ર કૉગ્રેસના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર શૅર કરવામાં આવ્યો છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

પત્રમાં લખવામાં આવ્યું છે કે "સરકારે સાડા છ વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકા ટેક્સ વધાર્યો અને 21 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ કરીને સરકારે જે કમાણી કરી છે તે પૈસા લોકો સુધી પહોંચવા જોઈએ."

એમણે લખ્યું કે, "દેશમાં મોટાં પાયે નોકરીઓ ખતમ થઈ છે અને લોકોની આવક ઘટી છે. દેશનો મધ્યમ વર્ગ આજે પરેશાનીઓ સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં મોંઘવારી વધી છે અને જરૂરી સામાનની કિંમતો પણ વધી ગઈ છે જેનાંથી લોકોની પરેશાની વધી ગઈ છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સરકાર લોકોની પરેશાનીઓનો ફાયદો ઉઠાવવાનું છોડી નથી રહી."

એમણે લખ્યું કે "મને એ સમજમાં નથી આવી રહ્યું કે સામાન્ય લોકોનાં ભોગે સરકાર આ પ્રકારનાં અસંવેદનશીલ પગલાં કેવી રીતે ઉઠાવી શકે છે!"

સોનિયા ગાંધી લખે છે કે "દેશમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઐતિહાસિક રીતે વધી ગયો છે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો એટલી વધી નથી. જો કહેવામાં આવે તો યુપીએના સમયમાં કાચા તેલની જે કિંમતો હતી તેનાં કરતાં હાલ અર્ધી કિંમત છે."

તેમણે નરેન્દ્ર મોદીને લખ્યું કે "તેમ છતાં તમારી સરકારે ફાયદો કમાવવા માટે ફેબ્રુઆરીમાં સતત 12 દિવસ તેલની કિંમતો વધારી. ગત વર્ષે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ 20 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું ત્યારે પણ સરકારે તેલની કિંમતો નહીં ઘટાડવાનો નિર્ણય લીધો. "

એમણે લખ્યું છે કે "દુ:ખની વાત છે કે ગત સાત વર્ષથી તમારી સરકાર સત્તામાં છે અને તે છતાં તમે અર્થવ્યવસ્થાના ખરાબ આયોજન માટે અગાઉની સરકારોને જવાબદાર ઠેરવો છો. સત્ય તો એ છે કે 2020માં ઘરેલું સ્તરે કાચા તેલું ઉત્પાદન 18 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે હતું. "

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો