અક્ષય કુમાર-અમિતાભ બચ્ચન : પેટ્રોલનો ભાવધારો સેલિબ્રિટીઓને કેમ દઝાડી રહ્યો છે? - સોશિયલ

અક્ષય કુમાર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, અક્ષય કુમાર
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

એક તરફ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો અભૂતપૂર્વ ભાવસપાટી તરફ આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો બોલીવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર પર તાજેતરમાં પેટ્રોલની કિંમતોમાં થયેલા વધારા બાબતે ચુપકીદી જાળવી રાખવા બાબતે ટીકા કરી રહ્યા છે.

પરંતુ આ જાણીને એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આખરે પેટ્રોલની કિંમતોમાં વધારા અંગે આ સેલિબ્રિટીઓને શો સંબંધ છે. તો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા યુઝર્સ આ સેલિબ્રિટિઝનાં જૂનાં ટ્વીટ્સને લઈને તેમની ટીકા કરી રહ્યા છે. જેમાં તેમણે કૉંગ્રેસના વડપણવાળી UPA સરકારના સમયે થયેલા પેટ્રોલના ભાવવધારા અંગે હળવા અંદાજમાં ટીકા કરી હતી.

જોકે, હાલમાં પેટ્રોલની કિંમતો ઘણાં સ્થળોએ સદી નોંધાવી ચૂકી હોવા છતાં આ સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર કોઈ પ્રતિક્રિયા ન આપતી હોઈ તેમના પર પક્ષપાતભર્યા વલણના આરોપ મુકાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સની સાથે કેટલાક રાજનેતાઓ પણ આ હસ્તીઓ પર પક્ષપાતી વલણનો આરોપ મૂકી રહ્યા છે.

line

અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન અને અનુપમ ખેર પર વિવાદ

પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો

સોશિયલ મીડિયા ટ્વિટર પર ઘણા યુઝર્સ બોલીવૂડના ‘ખેલાડી કુમાર’ના વર્ષ 2012ના એક ટ્વીટને શૅર કરીને પેટ્રોલના ભાવવધારા મુદ્દે હાલ તેમના મૌન રહેવા પર પ્રશ્ન ચિહ્ન લગાવી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

પોતાના એક જૂના ટ્વીટમાં અક્ષય કુમારે લખ્યું હતું કે, “દોસ્તો, તમારી સાઇકલો સાફ કરીને રસ્તા પર ઊતરવાનો સમય આવી ગયો છે. સ્રોતો દ્વારા મળી રહેલ માહિતી અનુસાર પેટ્રોલના ભાવમાં વધુ એક વધારો નોંધાવાનો છે.”

આવી જ રીતે અન્ય એક યુઝરે વર્ષ 2011નું તેમનું એક ટ્વીટ શૅર કર્યુ હતું, જેમાં તેમણે પેટ્રોલના ભાવવધારા અંગે હળવા અંદાજમાં ટિપ્પણી કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

તેમાં તેમણે લખ્યું હતું કે, “મુંબઈમાં પેટ્રોલનો ભાવવધારો થાય એ પહેલાં રાત્રે લાગેલી વાહનોની લાંબી કતારોના કારણે હું મારા ઘરે પણ ન પહોંચી શક્યો.”

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

સોશિયલ મીડિયા યુઝર્સ હવે બોલીવૂડના ‘ખેલાડી કુમાર’ના વ્યંગાત્મક અંદાજને મિસ કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. તેઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે કેમ હવે જ્યારે પેટ્રોલના ભાવ સેન્ચુરી વટાવી ચૂક્યા છે ત્યારે તેઓ ટ્વિટર પર કે અન્ય કોઈ સોશિયલ મીડિયા પર આ મુદ્દે નથી લખી રહ્યા.

બદલો X કન્ટેન્ટ, 4
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 4

આવી જ રીતે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પર પણ સોશિયલ મીડિયા યુઝર્સ પક્ષપાતનો આરોપ લગાવીને પશ્ન ઉઠાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ અમિતાભ બચ્ચનના વર્ષ 2012નું ટ્વિટ શૅર કરી રહ્યા છે. જેમાં તેમણે લખ્યું હતું કે, “રામચંદ્ર કહ ગએ સિયા સે, એસા કલયુગ આયેગા, ગાડી ખરીદોગે કૅશ સે, ઔર પેટ્રોલ લોન સે આયેગા.”

સોશિયલ મીડિયા યુઝર્સ બીગ બીનું બીજું એક જૂનું ટ્વિટ શૅર કરીને તેમની તટસ્થતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. યુઝર્સ વર્ષ 2012નું તેમનું એક ટ્વીટ શૅર કરી રહ્યા છે. જેમાં તેમણે લખ્યુ છે કે, “પેટ્રોલમાં 7.5 રૂપિયાનો ભાવવધારો. પમ્પ એટેન્ડન્ટ – કિતને કા ડાલું? મુંબઈકર – ‘2-4 રૂપિયે કા કાર કે ઉપર સ્પ્રે કર દે ભાઈ, જલાના હૈ.’”

બદલો X કન્ટેન્ટ, 5
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 5

આ સાથે જ યુઝર્સ પેટ્રોલના ભાવવધારા અંગે બોલીવૂડના ખ્યાતનામ અભિનેતા અનુપમ ખેરે કરેલા ટ્વીટ પણ શૅર કરી રહ્યા છે. જેમાં તેમણે લખ્યું હતું કે, “મેં મારા ડ્રાઇવરને પૂછ્યું કે તું મોડો કેમ પડ્યો ભાઈ? તો તેણે મને જવાબ આપ્યો કે સર હું સાઇકલથી આવ્યો છું માટે. પછી મેં પૂછ્યું કે તારી બાઇકને શું થયું? તો તેણે મને જવાબ આપ્યો એ તો ઘરે શૉપીસની જેમ મૂકી દીધી છે.”

પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ હવે અનુપમ ખેરના આ મામલે મૌનનું કારણ તેમના વ્યસ્ત શિડ્યૂલના કારણે તેઓ પોતાના ડ્રાઇવર સાથે વાત ન કરી શકતા હોવાનો કટાક્ષમાં જણાવી રહ્યા છે.

line

મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડાની ચીમકી

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, LOKSABHA TV

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી

એક તરફ વધતાં જતાં પેટ્રોલ-ડિઝલના ભાવો પર મૌન ધારણ કરીને બેઠેલા અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે તો બીજી તરફ રાજકીય વર્તુળોમાં પણ તેમના આ મૌનની ગંભીર નોંધ લેવાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ન્યૂઝ 18 ડોટ કૉમના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા નાના પટોલેએ ધમકી આપી છે કે જો અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર હવે મોદી સરકાર દ્વારા કરાઈ રહેલા પેટ્રોલના ભાવવધારા અંગે જાહેરમાં નિવેદન નહીં આપે તો તેઓ આગામી સમયમાં મહારાષ્ટ્રમાં તેમની ફિલ્મોનું શૂટિંગ નહીં થવા દે તેમજ તેમની ફિલ્મો રિલીઝ નહીં થવા દે.

તેમણે કહ્યું કે, “સેલિબ્રિટીઓ દેશની જનતાને જવાબદાર છે. તેમણે પક્ષપાતભર્યા નિર્ણય ન લેવા જોઈએ. આ બંને ફિલ્મસ્ટારોએ જ્યારે મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે પેટ્રોલના ભાવવધારા અંગે ટ્વીટ કર્યાં છે. પરંતુ હાલ તેઓ ચૂપ છે. તેમણે આગળ આવીને બોલવું જ પડશે.”

line

મધ્ય પ્રદેશના મંત્રીએ મોદીને પાઠવ્યા અભિનંદન

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ધ સ્ક્રોલ ડોટ ઇનના એક અહેવાલ અનુસાર મધ્ય પ્રદેશ રાજ્યના મેડિકલ એજ્યુકેશન મંત્રી વિશ્વાસ સારંગે ગુરુવારે પેટ્રોલના ભાવવધારાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સૌર ઊર્જાને પ્રમોટ કરવા માટે વડા પ્રધાનને અભિનંદન પાઠવ્યા છે.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “વડા પ્રધાને ઑઇલની આંતરરાષ્ટ્રીય કિમતો પર અંકુશ મેળવી શકાય તે હેતુસર ટ્રાન્સપોર્ટ માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરી શકાય તે માટેની જોગવાઈ કરી છે, જે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું.”

આ સિવાય તેમણે ઇલેક્ટ્રિક વાહનો વિશે વાત કરતાં કહ્યું કે, “ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવાના મોદીજીના નિર્ણયને કારણે ઑઇલની કિંમતો પર આપણું નિયંત્રણ વધશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માગ અને પુરવઠાના સંતુલનના આધારે ઑઇલની કિંમતો નક્કી થાય છે. જો આપણે માગ ઘટાડી શકીએ તો આપણે તેની કિંમતો પર પણ નિયંત્રણ મેળવી શકીએ છીએ. આ જ કારણે મોદીજીએ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવાની વાત કરી છે, જેથી આ ભાવ આપણા નિયંત્રણમાં આવી શકે.”

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો