ઉત્તરાખંડ ચમોલી : ગ્લેશિયર તૂટવાના કારણે રૈની ગામ નજીક બન્યું તળાવ, ચિંતાનું કારણ

ઉત્તરાખંડમાં આપદા

ઇમેજ સ્રોત, VINAY, SHAHBAZ ANWAR

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાના કારણે તપોવન ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

બીજી તરફ ગ્લેશિયર તૂટતાં પાણી સાથે આવેલા પથ્થરોના કારણે એક તળાવ બની ગયું છે.

ઉત્તરાખંડના એસડીઆરએફના ડીઆઈજી રિધિમ અગ્રવાલે કહ્યું હતું, કે એવી શક્યતા રહી છે કે તપોવન વિસ્તારના રૈની ગામ ખાતે પાણી ભરાયું છે. હાલ અવકાશી તપાસ ચાલી રહી છે. સ્થિતિની સમીક્ષા માટે આઠ સભ્યોની એસડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે.

આ જાણકારી મળ્યા પછી ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંઘ રાવતે કહ્યું હતું કે અમને માહિતી મળી છે કે જોશીમઠ વિસ્તારના રૈની ગામ પાસે એક તળાવ બન્યું છે. હાલની સ્થિતિ પ્રમાણે આપણે ધ્યાન રાખવાની જરૂર છે પરંતુ ચિંતાની જરૂરિયાત નથી. વૈજ્ઞાનિકો તેની પર કામ કરી રહ્યા છે. ત્યાંની સ્થિતિની સમીક્ષા કરવા એકસપ્રટને મોકલવામાં આવશે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

તપોવન ટનલમાં જે લોકો ફસાયેલા છે તેની બચાવ કામગીરી અંગે ઉત્તરાખંડ પોલીસના ડીજીપીએ કહ્યું કે, તપોવન ટનલની 12 મીટર નીચે નાની ટનલ છે. એવી સંભાવના હતી કે કેટલાંક લોકો ત્યાં ફસાયેલા છે ગુરુવારે અમે 6 મીટર સુધી જ ડ્રિલ કરી શક્યા હતા પરંતુ આજે અમે બીજા મશીનથી ફરીથી ડ્રિલ કરવાનો પ્રયાસ કરીશું.

તેમણે વધુમાં કહ્યું, "કુલ ગુમ થયેલાં લોકોમાંથી 36 લોકોના મૃતદેહ મળ્યા છે અને હાલ 168 લોકો ગાયબ છે. 36માંથી 10 શબની ઓળખ કરી લેવામાં આવી છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ઉત્તરાખંડના અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જ્યાં રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે.

આ ઉપરાંત આઇટીબીપીની ટીમો પણ રાહત સામગ્રી પહોંચાડવામાં કામે લાગી છે.

ફૂટર
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો