કચ્છ : રામમંદિરના દાન માટે નીકળેલા સરઘસમાં હિંસા, એક મજૂરની હત્યા

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
કચ્છના ગાંધીધામના કિડાણા ગામમાં અયોધ્યામાં બનનારા રામમંદિર માટે દાન ઉઘરાવવા નીકળેલા સરઘસમાં હિંસા થતા એક મજૂરની હત્યા કરી દેવામાં આવી હતી.
આ બનાવ ગાંધીધામના કિડાણા ગામે રાત્રે બે જૂથ વચ્ચે બન્યો હતો.
એફઆઈઆર મુજબ વિશ્વ હિંદુ પરિષદની આગેવાનીમાં નીકળેલું આ સરઘસ જ્યારે મસ્જિદ ચોકમાંથી પસાર થયું હતું ત્યારે બીજા લોકોને ઉશ્કેરવા ધાર્મિક નારાઓ પોકારવામાં આવ્યા હતા. જેના કારણે પહેલા શાબ્દિક ઝઘડો થયો પછી મારામારી થઈ અને પથ્થરમારો થયો હતો.
ત્યારબાદ જોતજાતામાં હિંસા ભડકી ઊઠી. ટોળા દ્વારા પાંચ વાહનોને આગચંપી કરવામાં આવી હતી અને અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી.
બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા 27 ટીયર ગૅસના સેલ અને સ્ટન સેલ છોડવામાં આવ્યા હતા.
આ બાદ બીજા દિવસે મોડી રાત્રે અદિપુર વિસ્તારમાં આવેલી દરગાહને નુકસાન પહોંચાડવાની ઘટના પણ બની હતી.

ઇમેજ સ્રોત, Prashant Gupta
હિંસામાં મૃત્યુ પામનાર મજૂર ઝારખંડના અર્જુન સવાઇયો હોવાનું કહેવાઈ રહ્યું છે જેની ટોળાઓ હત્યા કરી તેની રીક્ષાને આગ લગાડી દેવામાં આવી હતી.
ગાંધીનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વિશ્વ હિંદુ પરિષદના 15 કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Prashant Gupta
હાલ ગામમાં મોટા પ્રમાણમાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. કચ્છ(પૂર્વ)ના એસપી મયૂર પાટીલે કહ્યું, "ગામમાં સ્થિતિ કાબૂમાં છે અને વધારાની ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે. અમે 40 લોકોની અટકાયત કરી છે. અમારી પાસે વીડિયો છે અને પૂરાવાના આધારે કાર્યવાહી કરીશું."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















