બૉક્સિંગ ડે Ind Vs Aus : ઇન્ડિયન ટીમ જાહેર, કોને જગ્યા મળી, કોણ બહાર?

ઇમેજ સ્રોત, BCCI@TWITTER
આવતીકાલથી ઑસ્ટ્રેલિયાના મૅલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 'બૉક્સિંગ ડે' ટેસ્ટની શરૂઆત થશે.
એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારત ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.
આવતીકાલની મૅચમાં વિરાટ કોહલી નહીં હોય કેમ કે તેઓ પિતા બનવાના હોવાથી રજા પર ભારત આવી ગયા છે. ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી પણ ઇજાના કારણે ટીમમાં નથી.
બૉક્સિંગ ડે ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે.
જેમાં શુભમ ગિલ અને મોહમ્મદ સિરાઝ તેમનું ટેસ્ટ પદાર્પણ કરશે. વળી વિરાટ કોહલીની જગ્યાએ રવીન્દ્ર જાડેજા રમશે. જ્યારે વૃદ્ધિમાન સાહાની જગ્યાએ રિષભ પંત વિકેટકીપિંગ કરશે.
પૃથ્વી શોની જગ્યાએ ગીલને લેવામાં આવ્યા છે જ્યારે મોહમ્મદ શમીની જગ્યાએ સિરાઝને ટીમમાં લેવામાં આવ્યા છે.
કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે કપ્તાની કરશે અને ચેતેશ્વર પૂજારા ઉપ-કપ્તાની કરશે.

કોણ કોણ છે ટીમમાં?

ઇમેજ સ્રોત, BCCI@TWITTER
બીસીસીઆઈ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં જાહેર થયેલી ટીમમાં અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, શુભમ ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાઝનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રોહિત શર્માનો ક્વૉરન્ટીનનો સમયગાળો પણ હજુ પૂરો નથી થયો આથી તેઓ બીજી ટેસ્ટમાં નહીં રમે. તેઓ ત્રીજી ટેસ્ટમાં રમે એવી શક્યતા છે.
ઑસ્ટ્રેલિયન ટીમમાં ઈજાના કારણે ડેવિડ વૉર્નર પહેલાથી જ બહાર છે અને ઝડપી બૉલર સીન ઍબોટને પણ ઈજા થતા તેમને ઑસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન નથી મળ્યું.

બૉક્સિંગ ડે શું છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
શું બૉક્સિંગ ડેનો સંબંધ બૉક્સિંગની રમત સાથે છે? તો તેનો જવાબ છે ના. આ દિવસે પૈસાદાર લોકો ગરીબોને ગિફ્ટનું બૉક્સ આપે છે.
પારંપરિક રીતે બૉક્સિંગ ડે નોકરો માટે રજાના દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે તેમને તેમના માલિક પાસેથી ખાસ ક્રિસમસ ગિફ્ટબૉક્સ મળે છે. પછી નોકરો બૉક્સિંગ ડેના દિવસે ઘરે જાય છે અને ક્રિસમસ બૉક્સ તેમના પરિવારને આપે છે.
આ દિવસનું ધાર્મિક કનેક્શન પણ છે અને તેને આયર્લૅન્ડ તેમજ સ્પેનના કેટેલોનિયામાં સેન્ટ સ્ટીફન ડે તરીકે ઉજવવામાં આવે છે.
હંગરી, જર્મની, પૉલૅન્ડ અને નેધરલૅન્ડ્સ જેવા દેશોમાં બૉક્સિંગ ડે બીજા ક્રિસમસ ડે તરીકે ઉજવવામાં આવે છે.
બૉક્સિંગ ડે પર ચર્ચની પણ ભૂમિકા હોય છે. આખા વર્ષ દરમિયાન ચર્ચમાં આવતા લોકો પાસેથી પૈસા એકત્રિત કરવામાં આવે છે અને તેને એક બૉક્સમાં રખાય છે. એ બૉક્સને ક્રિસમસના દિવસે ખોલવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બૉક્સિંગ ડે પર ગરીબોને અપાય છે.
કેટલાક લોકો માટે બૉક્સિંગ ડેનો એક જ મતલબ છે - બચેલું ભોજન
ઘણા લોકો ક્રિસમસ ડે માટે ઘણું બધું ભોજન બનાવે છે અને પછી તેને આગામી અઠવાડિયા સુધી ખાય છે.

ક્યારે મનાવાય છે બૉક્સિંગ ડે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બૉક્સિંગ ડે ક્રિસમસના બીજા દિવસે એટલે કે 26 ડિસેમ્બરે મનાવાય છે.
તે યુકેમાં જાહેર રજાનો દિવસ છે.
જો 26 ડિસેમ્બર શનિવારે આવે છે તો બૉક્સિંગ ડેની રજા સોમવારે અપાય છે.
જો 26 ડિસેમ્બર રવિવારે આવે છે તો બૉક્સિંગ ડેની રજા મંગળવારે અપાય છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો