ખેડૂતોનું આંદોલન : એ પાંચ ખેડૂત નેતાઓ જેના નેતૃત્વમાં હજારો ખેડૂતો ભેગા થયા

- લેેખક, ખુશહાલ લાલી
- પદ, સંવાદદાતા, બીબીસી પંજાબી સેવા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓની સામે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગ છે કે આ કાયદાઓને રદ્દ કરવામાં આવે અથવા કાયદો બનાવીને ટેકાના ભાવ (એમએસપી)ને તમામ માટે લાગુ કરવામાં આવે.
આ પ્રદર્શનમાં હરિયાણામાં અને ઉત્તર પ્રદેશની સાથે સાથે પંજાબના 30થી વધારે ખેડૂત સંગઠન સામેલ છે. પરંતુ અમે અહીં પંજાબના એ પાંચ ખેડૂત નેતાઓ વિશે વાત કરી રહ્યા છે જે આ પ્રદર્શનનો મુખ્ય ચહેરા બનેલા છે.

ખેડૂતોના જનનેતા : જોગિંદરસિંહ ઉગરાહાં
જોગિંદર સિંહ ઉગરાહાં ભારતમાં ખેડૂત આંદોલનના મુખ્ય ચહેરાઓમાંથી એક છે. તે સાંગરૂર જિલ્લાના સુનામ શહેરમાં રહેનારા છે અને તેમનો જન્મ અને પાલનપોષણ એક ખેડૂત પરિવારમાં થયું છે.
જોગિંદર સિંહ ઉગરાહાં ખેડૂત આંદોલનના પ્રમુખ નેતાઓમાંથી એક છે.
ભારતીય સૈન્યમાંથી નિવૃત થયા પછી, તેમણે ખેતી કરી અને ખેડૂતોના હિતોની લડાઈમાં સક્રિય થઈ ગયા.

તેમણે વર્ષ 2002માં ભારતીય કિસાન યુનિયન (ઉગરાહાં)ની સ્થાપ્ના કરી અને ત્યારથી સતત તે ખેડૂતોના મુદ્દા પર સંઘર્ષ કરી રહ્યા છે.
જોગિંદર સિંહગ ઉગરાહાં એક ઉત્કૃષ્ટ વક્તા છે અને આ કલાથી તે લોકોને એકઠા કરવામાં માહેર છે. તેમનું સંગઠન પંજાબનું એક મુખ્ય ખેડૂત સંગઠન છે. પંજાબનો માળવા વિસ્તાર આ સંગઠનનો ગઢ માનવામાં આવે છે.
સંગરૂરના એક સ્થાનિક પત્રકાર કંવલજીત લહરાગાગા કહે છે, “હું ગત 20-25 વર્ષોથી ખેડૂતોના હિત માટે જોગિંદર સિંહ ઉગરહાંને લડતો જોઈ રહ્યો છું. તે હંમેશાં જનહિતની વાત કરે છે. મેં ક્યારેય પણ તેમને વ્યક્તિગત મુદ્દે લડતા નથી જોયા”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ખેડૂતોની થિંક ટૅન્ક : બલબીરસિંહ રાજેવાલ

77 વર્ષીય બલબીરસિંહ રાજેવાલ ભારતીય કિસાન યુનિયનના સંસ્થાપક નેતાઓમાંથી એક છે. બલબીર સિંહ પંજાબના ખન્ના જિલ્લાના રાજેવાલ ગામના છે અને 12 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે.
ભારતીય કિસાન યુનિયનનું બંધારણ પણ બલબીર સિંહ રાજેવાલે લખ્યું હતું. તેમના સંગઠનનો પ્રભાવ લુધિયાણા અને તેની આસપાસના મધ્ય પંજાબના વિસ્તારમાં છે.
બલબીર સિંહ રાજેવાલ સ્થાનિક માલવા કૉલેજની પ્રબંધન સમિતિના અધ્યક્ષ પણ છે, જે વર્તમાનમાં સમરાલા વિસ્તારની અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે.
સમરાલાના રહેવાવાળા ગુરમિંદરસિંહ ગ્રેવાલ કહે છે, “રાજેવાલને પંજાબના સૌથી તેજતર્રાર ખેડૂત નેતા માનવામાં આવે છે. જે ખેડૂતોના મુદ્દા પર નેતૃત્વ કરનારા અને ખેડૂત પક્ષને રજૂ કરીને ખેડૂત આંદોલનનો ચહેરો બની ગયા છે.”
ગ્રેવાલનું કહેવાનું છે કે રાજેવાલે પણ ક્યારેય રાજકીય ચૂંટણી લડી નથી અથવા કોઈ પણ રાજકીય પદનો સ્વીકાર કર્યો નથી, આ એજ કારણ છે કે આ વિસ્તારના પ્રભાવશાળી અને સન્માનિત વ્યક્તિ છે.
વર્તમાનમાં ચાલી રહેલાં ખેડૂતોના પ્રદર્શનના ડિમાન્ડ ચાર્ટરનો મુસદ્દો તૈયાર કરવામાં રાજેવાલે મહત્ત્વપૂર્ણ અગ્રણી ભૂમિકા નિભાવી હતી.

ખેડૂતની ઇન્ટર સંગઠન લિંક : જગમોહન સિંહ

જગમોહન સિંહ ભારત-પાકિસ્તાનની સરહદ પાસે આવેલા પંજાબના ફિરોઝપુર જિલ્લાના કરમા ગામના છે.
તે ભારતીય કિસાન યુનિયન ડકોંદાના નેતા છે, જેમને ઉગરહાં સંગઠન પછી બીજુ સૌથી મોટી સંગઠન કહી શકાય છે.
જગમોહન પંજાબના સૌથી સમ્માનિત ખેડૂત નેતાઓમાંથી એક છે. તેઓ 1984થી શીખ વિરોધી નરસંહાર પછી પૂર્ણ સમય માટે સામાજિક કાર્યકર્તા બની ગયા. રાજ્યમાં ચાલી રહેલાં વિભિન્ન પ્રદર્શનોમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.
ખેડૂતોના સંઘર્ષ પ્રત્યે તેમની ઇમાનદારીના કારણે, તેમને ન માત્ર પોતાના સંગઠનમાં પરંતુ અનેક અન્ય સંગઠનોમાં સન્માન મળે છે.
વર્તમાનમાં તેઓ 30 ખેડૂત સંગઠનોના ગઠબંધનમાં પણ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે.

ડૉક્ટર દર્શનપાલ, 30 સંગઠનોના સમન્વયક

ડૉક્ટર દર્શનપાલ ક્રાંતિકારી કિસાન યુનિયનના નેતા છે અને તેનો મુખ્ય આધાર પટિયાલા અને આસપાસના વિસ્તારોમાં છે.
જોકે, આ સંગઠન સંખ્યાબળના આધારમાં નાનું છે પરંતુ ડૉક્ટર દર્શનપાલ વર્તમાનમાં 30 ખેડૂત સંગઠનોના સમન્વયક છે એટલા માટે તે એક મોટા નેતાના રૂપમાં સામે આવ્યા છે.
1973માં એમબીબીએસ અને એમડી કર્યા પછી તે સરકારી સેવામાં રહ્યા. તે પોતાના કૉલેજના દિવસોમાં અને નોકરી દરમિયાન વિદ્યાર્થી સંઘ અને ડૉક્ટરોના સંગઠનમાં હંમેશાં સક્રિય રહ્યા.
દર્શનપાલના દીકરા અમનિંદર કહે છે, “ડૉક્ટર દર્શનપાલ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં ખાનગીકરણની વિરુદ્ધમાં છે અને આના કારણે તેમણે ક્યારેય ખાનગી પ્રૅક્ટિસ નથી કરી.”
“2002માં એક સરકારી ડૉક્ટર તરીકે પોતાની નોકરી છોડ્યા પછી, તે સામાજિક અને ખેડૂત સંગઠનોની સાથે સક્રિય થઈ ગયા અને તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ખેડૂતોનો યુવા અવાજ સરવનસિંહ પંધેર

સરવન સિંહ પંધેર પંજાબના માઝા વિસ્તારના એક મુખ્ય યુવાન ખેડૂત નેતા છે. તે કિસાન મજૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ છે.
આ સંગઠનની સ્થાપ્ના 2000માં સતનામ સિંહ પન્નુએ કરી હતી. તે હાલ પણ સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ સરવન સિંહ પંધેર હાલમાં આંદોલનમાં મોટી ભૂમિકામાં નજર આવી રહ્યા છે.
તેમના સંગઠનનો મુખ્ય આધાર દોઆબા અને માલવાના 10 જિલ્લાઓમાં છે, જેમાં માઝાના ચાર જિલ્લા સામેલ છે. સરવન સિંહ પંધેરને ઝડપથી ઉભરતા આંદોલનકારી નેતાના રૂપમાં જોવામાં આવે છે.
કિસાન સંઘર્ષ સમિતિના નેતા હરપ્રીત સિંહે કહ્યું કે સરવન સિંહનું ગામ અમૃતસર જિલ્લાનું પંધેર છે. તે એક સ્નાતક છે અને પોતાના વિદ્યાર્થી જીવનથી તે લોકોના આંદોલનમાં સામેલ રહ્યા છે.
હરપ્રીત સિંહ કહે છે, “સરવન સિંહ પંધેરની ઉંમર લગભગ 42 વર્ષ છે અને તેમણે પોતાનું જીવન સાર્વજનિક હિત માટે સમર્પિત કરી દીધું છે એટલા માટે લગ્ન નથી કર્યા.”


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















