You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામના પૂર્વ મુખ્ય મંત્રી તરુણ ગોગોઈનું નિધન, પીએ મોદી, રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું
આસામના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના નેતા તરુણ ગોગોઈનું સોમવારે બપોરે નિધન થઈ ગયું છે.
86 વર્ષના તરુણ ગોગોઈ છેલ્લા કેટલાક મહિના પહેલાં જ કોવિડ-19 સંક્રમણમાંથી સાજા થયા હતા. જોકે કોરોના બાદ થનારી જટિલતાઓએ તેમને પછી ઘેરી લીધા હતા.
તેઓ ગુવાહાટી મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાં દાખલ હતા અને છેલ્લા બે દિવસથી તેમની તબિયત ખૂબ જ નાજુક હતી. જેથી તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
સોમવારે સવારે તેમની હાલત વધારે નાજુક થઈ જવાના અહેવાલ બાદ આસામના મુખ્ય મંત્રી સર્વાનંદ સોનોવાલ દિબરુગઢમાં પોતાના કાર્યક્રમો સ્થગિત કરીને ગુવાહાટી પહોંચ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોગોઈના નિધન પર દુખ વ્યક્ત કરતા તેમને એક લોકપ્રિય નેતા અને કુશળ પ્રશાસક ગણાવ્યા હતા.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના સાચા કૉંગ્રેસે નેતા ગણાવતા કહ્યું કે તેમણે સમગ્ર જીવન આસામના લોકોને એક સાથે લાવવામાં પસાર કરી દીધું.
તરુણ ગોગોઈના પુત્ર અને સાંસદ ગૌરવ ગોગોઈએ 21 નવેમ્બરના રોજ ટ્વિટર દ્વારા એ માહિતી આપી હતી કે તેમના પિતાના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.
આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંતા બિસ્વા સરમા હૉસ્પિટલમાં તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈ સાથે હાજર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તરુણ ગોગોઈ ત્રણ વખત આસામના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો