વાઘોડિયા : સુરતથી પાવાગઢ જતા લોકોને અકસ્માત, 11 લોકોનાં મૃત્યુ 17 ઘાયલ

ઇમેજ સ્રોત, Dakshesh Shah
સુરતથી પાવાગઢ જઈ રહેલા આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં પાંચ મહિલા સહિત કુલ 11 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયાં છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ વડોદરામાં એસએસજી હૉસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રંજન અય્યરને ટાંકીને કહ્યું કે આ દુર્ઘટનામાં 11 લોકો મૃત્યુ પામ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસીના સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી મુજબ આ અકસ્માત વડોદરાના વાઘોડિયા ખાતે મોડી રીત્રે 4 વાગે નોંધાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ ભોગ બનનાર લોકો મૂળ ભાવનગરના મહુવાના હતા અને પાવાગઢ દર્શન માટે જઈ રહ્યા હતા.
આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

X કન્ટેન્ટ પૂર્ણ, 3
ટેમ્પામાં ફસાયેલાં લોકોને બચાવવાની કામગીરી ફાયર વિભાગે કરી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકોને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Dakshesh Shah
ઘટનાની જાણ થતાં એડિશનલ પોલીસ કમિશનર અને ક્લેક્ટર પહોંચ્યા હતા.
મૃત્યુ પામેલાં લોકોમાં 5 મહિલા, 1 બાળક અને 3 પુરુષ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સુરેન્દ્રનગરમાં અકસ્માત, ચારનાં મૃત્યુ
સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારિયા ગામના પાટિયા નજીક કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીજપ્યાં હતાં.
જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
કારચાલકે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.
મૃતકોને 108 ઍમ્બ્યુલન્સના કર્મચારીઓએ બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ ખસેડયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો