લક્ષ્મી વિલાસ બૅન્કમાંથી 25 હજારથી વધુ નહીં ઉપાડી શકાય, સરકારે નક્કી કરી મર્યાદા

લક્ષ્મી વિલાસ બૅન્ક

ઇમેજ સ્રોત, WWW.LVBANK.COM

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કેન્દ્ર સરકારે લક્ષ્મી વિલાસ બૅન્કમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા નક્કી કરી દીધી છે.

આ મર્યાદા આવનારી 16 ડિસેમ્બર સુધી નક્કી કરવામાં આવી છે. ત્યાં સુધી બૅન્કના ખાતાધારકો એક ખાતામાંથી વધારેમાં વધારે 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.

લક્ષ્મી વિલાસ બૅન્કના બોર્ડ ઑફ ડિરેક્ટરની જગ્યાએ રિઝર્વ બૅન્કના એડમિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરી છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય રિઝર્વ બૅન્કની ભલામણના આધારે લીધો છે.

કેન્દ્ર સરકાર પ્રમાણે કેટલીક પરિસ્થિતિઓમાં ખાતાધારક 25 હજાર રૂપિયાથી વધારેની રકમ ઉપાડી શકશે. જોકે, તેના માટે તેમણે રિઝર્વ બૅન્ક પાસેથી મંજૂરી લેવી પડશે.

બીમારીની સારવાર, ઉચ્ચશિક્ષણ અથવા લગ્નના ખર્ચ માટે આ પ્રકારની મંજૂરી લઈ શકાય છે.

રિઝર્વ બૅન્ક પ્રમાણે, "લક્ષ્મી વિલાસ બૅન્ક લિમિટેડની આર્થિક સ્થિતિ સતત કથળતી ગઈ છે. છેલ્લાં ત્રણ વર્ષોથી વધારે સમયથી બૅન્ક સતત નુકસાન કરી રહી છે."

"જેના કારણે તેની નેટવર્થ ઘટી છે. કોઈ ખાસ યોજનાના અભાવ અને વધતી નૉન પર્ફૉર્મિગ એસેટની વચ્ચે ખોટ વધવાની સંભાવના છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

આ દરમિયાન રિઝર્વ બૅન્કે જાણકારી આપી છે કે તેણે લક્ષ્મી વિલાસ બૅન્ક લિમિટેડ (એલવીબી) અને ડીબીએસ બૅન્ક ઇન્ડિયા લિમિટેડના વિલયની યોજના તૈયાર કરી છે.

લક્ષ્મી વિલાસ બૅન્ક પહેલાં પીએમસી અને યસ બૅન્ક પર નાણા ઉપાડવાની મર્યાદા લાગુ કરવામાં આવી હતી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બીબીસીનાં બિઝનેસ રિપોર્ટર નિધિ રાયે જણાવ્યું કે પીએમસી બૅન્કના મામલામાં જ્યારે ગેરરીતિની વાત સામે આવી તો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ તેના બોર્ડ ઑફ ડિરેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા. તેની જગ્યાએ પોતાના એક એડમિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરી હતી.

"રિઝર્વ બૅન્કના એક એડમિનિસ્ટ્રેટરનું કામ એ જોવાનું હોય છે કે બૅન્કમાં કેવી રીતે ગેરરીતિઓ થઈ છે અથવા પછી શું ચૂક થઈ છે."

"પીએમસી બૅન્કની જેમ લક્ષ્મી વિલાસ બૅન્કના મામલામાં પણ આરબીઆઈએ એડમિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરી છે અને બૅન્ક પર મોરેટોરિયમ લાગુ કર્યું છે."

"એનો મતલબ એ થયો કે લક્ષ્મી વિલાસ બૅન્કમાં ખાતાધારકોના જે પૈસા છે, તેને ઉપાડવાની મર્યાદા આરબીઆઈ નક્કી કરશે."

"મોરેટોરિયમ લાગુ કરવાનો મતલબ એ થયો કે રિઝર્વ બૅન્કે બૅન્કના કામકાજ સાથે જોડાયેલા કેટલાક પ્રતિબંધો લાગુ કરી દીધા છે. એટલે કે લોકો પોતાની ફિક્સ ડિપોઝીટના પૈસા પહેલાંની જેમ નહીં ઉપાડી શકે. "

લક્ષ્મી વિલાસ બૅન્ક એક કૉમર્સિયલ બૅન્ક છે અને તેની 563 શાખાઓ અને લગભગ 974 એટીએમ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો