ગુજરાતી ફિલ્મોના ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન

મહેશ કનોડિયા

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાત ફિલ્મજગતના સંગીતકાર અને ગાયક મહેશ કનોડિયાનું અવસાન થયું છે.

ગુજરાતી ફિલ્મજગત મહેશ કનોડિયાને તેમનાં ગીતો માટે વર્ષો સુધી યાદ રાખશે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હિતુ કનોડિયાએ આ અંગે ખરાઈ કરી હતી.

મહેશ કનોડિયા જાણીતા ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ હતા અને તેઓ ભાજપના સંસદસભ્ય પણ હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહેશ કનોડિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે ટ્વીટ કરીને પોતાને કનોડિયાની સાંસદ તરીકેની પ્રભાવી કામગીરીના નજીકના સાથી ગણાવ્યા હતા.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ફેસબુક પર શોક વ્યક્ત કરતા મહેશ કનોડિયાને દંતકથાસમા ગણાવ્યા હતા.

મહેશ કનોડિયાનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામે થયો હતો. બાદમાં તેમનો પરિવાર અમદાવાદમાં આવી વસ્યો હતો.

મહેશ કનોડિયાને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો.

અમદાવાદથી તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને સંગીતની સફર શરૂ કરી હતી. તેઓ 15થી વધુ ગાયકોના અવાજ કાઢી શકતા હતા.

તેઓએ મહેશકુમાર ઍન્ડ પાર્ટીની શરૂઆત કરી હતી. જેના દેશવિદેશમાં 15000થી વધુ શો થયા હતા.પાર્ટીમાં તેઓ અલગઅલગ ગાયકોના અવાજ કાઢતા હતા અને નરેશ કનોડિયા સ્ટેજ પર ડાન્સ અને મિમિક્રી કરતા હતા.

બાદમાં તેઓએ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ગુજરાતી ફિલ્મોમાં મહેશ-નરેશની જોડી ફૅમસ હતી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો