જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહબૂબા મુફ્તીને મુક્ત કરશે સરકાર - Top News

મહબૂબા મુફ્તી

ઇમેજ સ્રોત, Pti

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહબૂબા મુફ્તીને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે કહ્યું કે પીડીપીના અધ્યક્ષને હિરાસતમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

મહબૂબાનાં દીકરીએ ટ્વીટ કરતાં લખ્યું, "હવે આખરે મિસ મુફ્તીની ગેરકાયદેસર હિરાસત પૂરી થઈ."

"આ મુશ્કેલ વખતમાં જે લોકોએ અમારો સાથ આપ્યો છે, એમનો આભાર. હું અનેક લોકોની કરજદાર છું."

line

રિપબ્લિક ટીવી અને ટાઇમ્સ નાઉની સામે બોલીવુડ હસ્તીઓએ કર્યો કેસ

શાહરુખ ખાન અને સલમાન ખાન

ઇમેજ સ્રોત, PRAMOD THAKUR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

બોલીવુડના જાણીતા કેટલાંક મીડિયા હાઉસે સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના કેસમાં 'બિનજવાબદારીપૂર્વકના રિપોર્ટિંગ'ને લઈને દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

કેસ કરનારા લોકોમાં ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરનારા ચાર સંગઠનો અને 34 પ્રોડ્યુસર સામેલ છે.

આ કેસ રિપબ્લિક ટીવી, અર્ણવ ગોસ્વામી, રિપબ્લિક ટીવીના પ્રદીપ ભંડારી, ટાઇમ્સ નાઉ, રાહુલ શિવશંકર અને નવિકા કુમારની સામે નોંધવામાં આવ્યો છે.

બોલીવુડના આ લોકોનું કહેવું છે કે બોલીવુડ અને બોલીવુડના લોકોની સામે અપમાનજનક અને બિનજવાબદાર ટીકા-ટિપ્પણી કરવાથી તેમને રોકવામાં આવે.

બોલીવુડના સ્ટાર્સ, તેમની સાથે જોડાયેલા લોકોની પ્રાઇવસીના અધિકારમાં દખલગીરી અને મીડિયા ટ્રાયલ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

line

પૅરોલ પર જેલમાંથી છૂટેલા રેપના કેદીનો છ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયત્ન

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA/BBC

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર અમદાવાદમાં રેપ કેસમાં સજા ભોગવી રહેલ કેદી પૅરોલ પર છૂટીને બહાર આવ્યો ત્યારે તેણે છ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારની ફરિયાદના ત્રણ દિવસ પછી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ સૌથી પહેલાં પડોશની બાળકીને બિસ્કિટની લાલચ આપીને બંધ ઘરના બાથરૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, મોટી બાળકી ત્યાંથી ભાગી જવામાં સફળ થઈ હતી.

આરોપી પર છ વર્ષની છોકરી પર રેપ કરવાનો આરોપ છે. બીજી છોકરીએ રડીને પડોશીઓને ચેતવ્યાં અને લોકો એકઠા થયા તો આરોપી ભાગી ગયો હતો.

અમદાવાદના કે ડિવિઝનના એસીપી એમએલ પટેલે કહ્યું, "આરોપીને આ પહેલાં ઘરફોડ ચોરીની સજા પડી હતી. ઉપરાંત તેની સામે ઇસનપુરમાં પોસ્કો ઍક્ટ હેઠળ કેસ નોંધાયો છે. તેના પિતા ગત મહિને મૃત્યુ પામતા, તેને પૅરોલ પર છોડવામાં આવ્યો હતો. જ્યારે તે પૅરોલ પર છુટો હતો ત્યારે તેણે ગુનો કર્યો હતો."

પોલીસના કહેવા પ્રમાણે, 2014માં આરોપીએ પડોશમાં રહેતી સગીર બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો.

line

હાથરેસ કેસ : શું અમીર છોકરી હોત તો આવી રીતે શબને સળગાવત?

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA/BBC

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર હાથરસ કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે પુછયું હતું કે જો પીડિત પરિવારની જગ્યાએ ખૂબ જ ધનવાન વ્યક્તિ હોત તો શું તમે આ રીતે તેને સળગાવી દેત?

હાથરસના પીડિત પરિવારના પાંચ લોકો સોમવારે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બૅન્ચ સમક્ષ હાજર થયા હતા. હાઈકોર્ટે પીડિતાના મોડી રાત્રે કરાયેલા અંતિમ સંસ્કારની વાતથી કેસની સુનવણી શરૂ કરી હતી.

પીડિત પરિવારે આજે હાઇકોર્ટમાં ફરિયાદ કરી છે કે તેમની બાળકીનું મોં જોવા દેવામાં નથી આવ્યું અને અંતિમ સંસ્કાર ન કરવા દેવામાં આવ્યા.

અધિકારીઓએ દલીલ કરી કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ન થાય માટે આવું કરવામાં આવ્યું. કોર્ટે કહ્યું કે શું કોઈ અમીર વ્યક્તિની દીકરી હોત તો પણ તેને આ પ્રકારે સળગાવી દેત? કોર્ટે નક્કી કરવાનું છે કે સરકારી તંત્રે પીડિત છોકરી અને તેના પરિવારના અધિકારનું હનન કર્યું છે?

પીડિતાના પક્ષની કેસ લડતા વકીલ સીમા કુશવાહાએ કહ્યું, "કોર્ટનું કહેવું છે કે જો પીડિત પરિવારની જગ્યાએ કોઈ બહુ અમીર વ્યક્તિ હોત તો શું આ રીતે તમે સળગાવી દેત? જોકે કોર્ટે સુઓમોટો દાખલ કરી છે એટલે મૅટર સેન્સેટિવ થઈને સાંભળી છે."

line

GST વળતર પર ન બની શકી સહમતી, નવ રાજ્યોએ કેન્દ્રનું સમાધાન ઠુકરાવ્યું

નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર સોમવારે મળેલી જીએસટી પરિષદની બેઠકમાં વળતરના મુદ્દે 12 રાજ્યોએ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા સમાધાનનો સ્વીકાર કરી લીધો. જ્યારે વિપક્ષ શાસિત નવ રાજ્યો આના માટે તૈયાર ન હતા. તેમની માગ પર વિચાર કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતરમણે સમય માગ્યો છે.

જીએસટી પરિષદની મીટિંગ પછી નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "અસહમત થનારા રાજ્યોનું કહેવું છે કે કેન્દ્રએ પોતે ઉધાર લેવું જોઈએ. જોકે રાજ્યોના જીએસટીની આવકમાં ઘટાડાની ભરપાઈ માટે કેન્દ્ર સરકાર બજારમાંથી દેવું લઈ રહી નથી કારણ કે આનાથી બજારમાં દેવાની કિંમત વધી શકે છે."

કેન્દ્ર સરકારે જીએસટીના કારણે રાજયોની આવકમાં નુકસાન થયું તેની અવેજીમાં રાજ્યોને 97 હજાર કરોડ રૂપિયા ચુકવવાના હતા, પરંતુ કોરોના વાઇરસના કારણે આ કિંમત વધીને 2.35 લાખ કરોડે પહોંચી ગઈ હતી.

ગત અઠવાડિયે સીતારમણે કહ્યું કે જો કોઈ સહમતી નહીં બને તો કેન્દ્ર 20 હજાર કરોડ રૂપિયા આ વર્ષે આપી દેશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો