બૉમ્બે હાઈકોર્ટ : રિયા ચક્રવર્તી ડ્રગ ડીલરોના કોઈ રૅકેટનો હિસ્સો નથી - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, ANI
બૉમ્બે હાઈકોર્ટે ડ્રગ મામલામાં રિયા ચક્રવર્તી, સૅમ્યુઅલ મિરાંડા અને દીપેશ સાવંતને શરતી જામીન આપી દીધા છે. આ સાથે જ કોર્ટે કહ્યું છે કે રિયા ડ્રિગ ડીલરોના કોઈ રૅકેટમાં સામેલ નથી. જોકે, કોર્ટે રિયાના ભાઈ શૌવિકની જામીનઅરજી ફગાવી દીધી છે.
બૉમ્બે હાઈકોર્ટે પોતાના બેલ ઑર્ડરમાં કહ્યું, "તે ડ્રગ ડીલરોના કોઈ રૅકેટનો હિસ્સો નથી. તેઓએ કથિત રીતે મેળવેલા ડ્રગ કોઈને પૈસા માટે કે કોઈ અન્ય કારણથી આપ્યા નથી. તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી રહ્યો. આથી એ વાતને માનવાનું વાજબી કારણ છે કે તેઓ જામીન પર રહેશે એ દરમિયાન કોઈ ગુનો નહીં કરે."
રિયા અને તેમના ભાઈ શૌવિકના વકીલ સતીશ માનશિંદેએ જામીન મળ્યા બાદ કહ્યું, "અમે ઉચ્ચ ન્યાયાલય દ્વારા જામીન આપવાના નિર્ણયથી ખુશ છીએ. કોર્ટે અમારી દલીલને સ્વીકારી, જે તથ્ય પર આધારિત છે."
રિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે રિયા તરફથી અન્ય આરોપીને એટલે કે ઘરમાં કામ કરનારાઓને શરણ આપવાની વાત ખોટી છે, કેમ કે તેઓ સુશાંતસિંહ રાજપૂતની સાથે તેમના ઘરે જ રહેતા હતા.
જોકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના વકીલ અનિલ સિંહની દલીલ હતી કે માત્ર નશીલા પદાર્થનું મળી આવવું એ કાનૂની કાર્યવાહીનો આધાર નથી, જો નશીલા પદાર્થનું સેવન કરાઈ રહ્યું છે અને એ વાત છુપાવાઈ રહી છે, તો પણ આ મામલો રિયાના 1985ના 'એનડીપીએસ ઍક્ટ' એટલે કે 'નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટાંસેઝ ઍક્ટ' હેઠળ આવે છે.

નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમનું પાલન કરે : વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મંગળવારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાને અને માસ્ક પહેરવાને નેતાઓની મોટી જવાબદારી ગણાવી છે.
મુખ્ય મંત્રીએ મંગળવારે કહ્યું, "તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જોઈએ અને માસ્ક પહેરવા જોઈએ અને તેમણે જાતે જ કરવું જોઈએ."
"એવું નથી કે અમે સામાન્ય માણસની ધરપકડ કરીશું અને નેતાઓની નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં કહ્યું,"રાજકીય નેતાઓ પર મોટી જવાબદારી છે. તેમણે યોગ્ય રીતે નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી લોકોમાં ખોટો મૅસેજ ન જાય."
મુખ્ય મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને નેવે મૂકીને કાર્યક્રમો અને રેલીઓને સંબોધી રહ્યા છે.

ધોરણ 10 અને 12ની શાળાઓ દિવાળી પછી ખૂલશે?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર એક તરફ ભારત સરકારે 15 ઑક્ટોબર પછી શાળાઓ શરૂ કરવા માટેની ગાઇડલાઇન જાહેર કરી છે, ત્યારે ગુજરાત સરકાર ક્યારથી શાળા શરૂ કરશે તેની પર લોકોની નજર છે.
અખબારને એક નિષ્ણાતે કહ્યું છે કે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાંમાં મોટા ભાગના નિષ્ણાતોએ શાળાઓ દિવાળી પછી શરૂ કરવા કહ્યું છે.
તેમના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારની સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર આવ્યા બાદ હાલ તે દિશામાં કામ ચાલી રહ્યું છે.
સૂત્રોના હવાલાથી લખ્યું છે કે સિનિયર વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તેમના ઑફલાઇન ક્લાસ શરૂ કરવાની પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સેક્રેટરીનું કહેવું છે કે આ મામલે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્મય લેવામાં આવશે.

યોગી આદિત્યનાથ દશેરાએ શોભાયાત્રામાં ભાગ લેશે

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ 17થી 25 ઑક્ટોબર દરમિયાન ગોરખનાથ મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
મંદિરના સેક્રેટરી દ્વારકા તિવારીએ કહ્યું, "મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદિરમાં યોજાનારા તમામ કાર્યક્રમમાં ભાગ લેવાના છે."
"ચાર વાગ્યે દશેરાની શોભાયાત્રામાં રથમાં બેસીને જોડાશે. એ પછી રામલીલા મેદાનમાં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની પૂજા કરશે."
મીડિયા ઇન્ચાર્જ વિનય ગૌતમે કહ્યું કે કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને ખૂબ ઓછી સંખ્યામાં લોકોને કાર્યક્રમમાં ભાગ લેવા દેવામાં આવશે. ભક્તો સોશિયલ મીડિયા થકી કાર્યક્રમ જોઈ શકશે.

વડા પ્રધાનના હજારો કરોડના પ્લેન પર કોઈ સવાલ કેમ નથી ઉઠાવતું : રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર મંગળવારે રાહુલ ગાંધીને જ્યારે ટ્રૅક્ટર પર સોફા લગાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કોઈ વડા પ્રધાન મોદીના મોંઘા પ્લેન પર સવાલ કેમ નથી ઉઠાવતા? તેમાં તો એક નહીં અનેક પલંગ હશે મોદીએ હજારો કરોડમાં તે પ્લેન ખરીદ્યું છે.
રાહુલ ગાંધી પંજાબમાં એક ખેડૂત રેલીમાં ટ્રૅક્ટરમાં બનાવવામાં આવેલા સોફામાં બેઠા હતા, જેને લઈને સોશિયલ મીડિયામાં લોકો પ્રશ્ન કરી રહ્યા હતા.
તેમણે સવાલ કર્યો કે જ્યારે ચીન આપણી સરહદે છે, ત્યારે આટલી મોટી રકમ ખર્ચવાની જરૂર શું કામ હતી?
ઉપરાંત તેમણે વધુમાં કહ્યું, "તેમણે એટલે ખરીદ્યું કે તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પની પાસે એક છે."
પત્રકારોને સવાલ પૂછતાં તેમણે કહ્યું, "તમે તેમને કેમ કોઈ સવાલ કરતા નથી? આ વિચિત્ર છે કે બોઇંગ 777 વિશે કોઈ પ્રશ્ન પૂછી રહ્યા નથી?"


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















