વડોદરામાં ઇમારત ધરાશાયી થતાં ત્રણ મોત, એકનો બચાવ

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં રાત્રે ઇમારત ધરાશાયી થઈ હતી.

સમાચાર એજન્સી એએનાઈ અનુસાર આ ઘટનામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

વડોદરા ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે આ ઘટના મોડી રાત્રે બની હતી અને બચાવકામગીરીમાં વડોદરાના ચાર ફાયરસ્ટેશનના 30 કર્મચારીઓ જોતરાયા હતા.

સ્થાનિક ચેનલોને આપેલા ઇન્ટવ્યૂમાં પાણીગેટ પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. કોલયાએ કહ્યું કે બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું હતું. ચાર મજૂર દટાયા હતા, ચારને બહાર કાઢ્યા છે. એક જીવિત છે અને ત્રણ મૃત્યુ થયાં છે.

તેમના કહેવા પ્રમાણે આ મજૂર રાજસ્થાન બાસવાડાના હોવાનું જાણવા મળે છે.

(આ અહેવાલ અપડેટ કરાઈ રહ્યો છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો