બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, શું છે સમગ્ર કાર્યક્રમ?

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણી પંચ દ્વારા બિહાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખો પત્રકારપરિષદ યોજીને જાહેર કરવામાં આવી છે.
બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે, આ તમામ બેઠકો પર મતદાન યોજાશે.
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કામાં મતદાન થશે.

મતદાનના ત્રણ તબક્કા
- પ્રથમ ચરણનું મતદાન : 28 ઑક્ટોબર
- બીજા ચરણનું મતદાન : 3 નવેમ્બર
- ત્રીજા અને અંતિમ ચરણનું મતદાન : 7 નવેમ્બર
- ચૂંટણીનાં પરિણામો : 10 નવેમ્બર
પ્રથમ તબક્કામાં 16 જિલ્લામાં 71 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કા માટે નૉટિફિકેશન પહેલી ઑક્ટોબરે જાહેર થશે.
જ્યારે બીજા તબક્કામાં 94 બેઠકો અને ત્રીજા તબક્કામાં 78 બેઠકો પર મતદાન થશે.
આ ચૂંટણીમાં ક્વોરૅન્ટીન કરાયેલા લોકો પણ મતદાન કરી શકશે, તેમની માટે મતદાનના અંતિમ દિવસે અલગ વ્યવસ્થા કરાશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના સંક્રમણની વર્તમાન સ્થિતિને જોતાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે.
- આ વર્ષે મતદાન માટેના સમયમાં એક કલાક વધારવામાં આવ્યો છે.
- સાથે-સાથે એક બૂથ પર માત્ર એક હજાર મતદારો મતદાન કરી શકશે.
- આ ચૂંટણીમાં ઉમેદવારી ઑનલાઇન પણ નોંધાવી શકાશે.
- પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.
- કોરોનાકાળની વચ્ચે ચૂંટણીનું આયોજન કરવાનું હોવાથી એમાં છ લાખ પીપીઈ કિટ અને 46 લાખ માસ્કનો ઉપયોગ કરવામાં આવશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
























