સ્વામી અગ્નિવેશનું 81 વર્ષની વયે નિધન

સ્વામી અગ્નિવેશ

ઇમેજ સ્રોત, FACEBOOK/swami Agnivesh

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

શુક્રવારે નવી દિલ્હીની હૉસ્પિટલમાં સામાજિક કાર્યકર સ્વામી અગ્નિવેશનું (ઉંમર વર્ષ 81)એ અવસાન થયું છે. લિવર સૉરાયસિસને કારણે તેમનાં અનેક અંગોએ કામ કરવાનું બંદ કરી દીધું હતું.

મલ્ટિપલ ઑર્ગન ફેલ્યોરને કારણે શુક્રવારની સાંજે તેમનું અવસાન થયું. શનિવારે તેમના પાર્થિવદેહના ગુરુગ્રામના આશ્રમ ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવશે.

2011માં સામાજિક કાર્યકર અણ્ણા હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દરમિયાન અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, પ્રશાંત ભૂષણ તથા કુમાર વિશ્વાસની જેમ જ સ્વામી અગ્નિવેશ પણ 'અગ્રણી ચહેરો' હતા.

21 સપ્ટેમ્બર 1939ના જન્મેલા સ્વામી અગ્નિવેશ અનેક મુદ્દે બેધક રીતે પોતાનો મત વ્યક્ત કરતા હતા.

તેમણે વેઠિયા મજૂરો માટે સંઘર્ષ કર્યો હતો. આ માટે તેમણે 'બંધુઆ મુક્તિ મોરચા'ની સ્થાપના પણ કરી.

આ કામગીરી માટે તેમને વૈકલ્પિક નોબલ પુરસ્કાર મનાતો 'રાઇટ ટુ લાઇવલીહૂડ' પુરસ્કાર મળ્યો હતો.

અગ્નિવેશ

ઇમેજ સ્રોત, Getty Images

દક્ષિણ ભારતીય પરિવારમાં જન્મેલા સ્વામી અગ્નિવેશ વ્યવસાયે શિક્ષક તથા વકીલ હતા. તેમણે ટીવી ઍન્કર તરીકે પણ ભૂમિકા ભજવી હતી.

1970માં તેમણે રાજકીય પક્ષની સ્થાપના કરી. કટોકટી બાદ તેઓ હરિયાણા સરકારમાં પ્રધાન પણ બન્યા.

રૂઢિવાદ તથા જાતિવાદ સામે તેમણે આંદોલન છેડ્યું હતું. 1980ના દાયકામાં દલિતોને મંદિરમાં પ્રવેશ મળે તે માટે તેમણે અભિયાન ચલાવ્યું હતું.

તેમણે અનેક વખત માઓવાદીઓ તથા સરકારની વચ્ચે મધ્યસ્થતા પણ કરી હતી

આર્યસમાજી હોવાને કારણે તેઓ મૂર્તિપૂજા તથા હિંદુ ધર્મમાં પ્રવર્તાન કુરીતિઓનો વિરોધ કરતા. જેના કારણે તેમને 'હિંદુવિરોધી' ઠેરવી તેમની ટીકા કરતા.

2011માં અણ્ણાના આંદોલન પૂર્વે તેમણે કહ્યું હતું કે 'અમરનાથનું શિવલિંગ એ માત્ર બરફનો ટુકડો છે.' જેના કારણે હિંદુઓમાં આક્રોશ વ્યાપી ગયો હતો.

અમદાવાદ ખાતેની તેમની મુલાકાત દરમિયાન એક સાધુએ અમરનાથના નિવેદન બદલ તેમની ઉપર હુમલો કર્યો હતો, પરંતુ અગ્નિવેશે તેમને માફ કરી દીધા હતા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો