ભારત-ચીન સરહદ પર ભારતીય સૈન્યે ચીનના નાગરિકોની મદદ કરી - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, INDIAN ARMY
ભારતીય સૈન્યે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ભારતીય સેનાએ ઉત્તર સિક્કિમમાં 17,500 ફીટની ઊંચાઈ પર વિષમ પરિસ્થિતિમાં ભારત-ચીન સરહદ પર ફસાયેલા ચીનના નાગરિકોને બીજી સહાય સાથે મેડિકલ મદદ પહોંચાડી છે.
ભારતીય સૈન્યે આ સાથે જ લખ્યું છે કે ભારતીય સેના માટે માનવતા સર્વોપરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સમાચાર એજન્સી પીટીઆઈએ સૈન્યઅધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ચીનના ત્રણ નાગરિકો 17,500 ફીટની ઊંચાઈ પર શૂન્યથી નીચેના તાપમાનમાં માર્ગ ભૂલી ગયા હતા. ભારતીય સૈન્યે તેમને ગરમ કપડાં, અન્ન અને મેડિકલ સહાય પૂરી પાડી છે. આ ત્રણેય નાગરિકોમાં એક મહિલા પણ સામેલ છે.
બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં કૉંગ્રેસના ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે ટ્વીટ કર્યું છે કે ચીનની પીપુલ્સ લિબેરેશન આર્મી(પીએલએ)એ અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાના નાચોમાંથી પાંચ યુવકોનું અપહરણ કરી લીધું છે.
આ ઘટના ત્યારે ઘટી છે, જ્યારે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન અને રશિયાના સંરક્ષણમંત્રીઓ સાથે મૉસ્કોમાં બેઠક યોજી રહ્યા છે.

End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
બીજી તરફ અરુણાચલ પ્રદેશમાં કૉંગ્રેસના ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે ટ્વીટ કર્યું છે કે ચીનની પીપુલ્સ લિબેરેશન આર્મી(પીએલએ)એ અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાના નાચોમાંથી પાંચ યુવકોનું અપહરણ કરી લીધું છે.
આ ઘટના ત્યારે ઘટી છે, જ્યારે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ચીન અને રશિયાના સંરક્ષણમંત્રીઓ સાથે મૉસ્કોમાં બેઠક યોજી રહ્યા છે.

'બુલેટ ટ્રેન પ્રોજેક્ટ'માં વધુ પાંચ વર્ષનો વિલંબ, ક્યારે તૈયાર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનેક મુદ્દે ધોંચમાં પડ્યો છે, જેને કારણે તેમાં પાંચ વર્ષનો વિલંબ થઈ શકે છે.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે જાપાનની કંપનીઓની ઓછી ભાગીદારી અને બિડર્સ દ્વારા પ્રસ્તાવિત ઊંચા દરો આનાં કારણોમાં સામેલ છે.
અહેવાલ પ્રમાણે રેલવે હવે આ પ્રોજેક્ટને ઑક્ટોબર 2028 સુધીમાં સંપૂર્ણ રીતે અમલમાં મુકાવવાની સ્થિતિમાં જોઈ રહ્યું છે. જેની અગાઉની નિયત સમયમર્યાદા ડિસેમ્બર 2023 હતી.
આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી જાપાનીઝ ટીમ સાથે ચર્ચા બાદ આ નવી સુધારેલી ટાઇમલાઇનનું અનુમાન મૂકવામાં આવ્યું છે.
508 કિલોમિટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કૉરિડૉર જાપાન તરફથી 0.1 ટકાના નીચા વ્યાજદર સાથેની 80 ટકા લૉનની મદદથી નિર્મિત કરવાની યોજના છે.
જેમાં મોટાભાગની ટેકનૉલૉજી જાપાનની શિંકાનશેનની જેમ જ જાપાનીઝ ટેક્નૉલૉજી પર આધારિત હશે.
રેલવે અધિકારીઓ કહી રહ્યા છે કે અગાઉની નિયત ટાઇમલાઇન હજુ પણ અમલમાં છે.

સ્કૂલ-ફી મુદ્દે હાઈકોર્ટે વિજય રૂપાણી સરકારને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત હાઈકોર્ટે આદેશમાં કહ્યું કે રાજ્ય સરકાર ફરી સ્વનિર્ભર શાળાસંચાલકો સાથે બેઠક કરે અને એવો ઉકેલ લાવવા પ્રયાસ કરે જે બધા પક્ષોને ન્યાય કરતો હોય.
અમદાવાદ મીરરના અહેવાલ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલોને નિર્દેશ આપવા અંગે કરાયેલી અરજી પર કોર્ટે સુનાવણી દરમ્યાન આ સૂચવ્યું હતું.
સાથે જ હાઈકોર્ટે ખાનગી શાળાઓના સંગઠનને રાજ્ય સરકાર સાથે બે બેઠકો પછી પણ સ્કૂલ-ફી ન ઘટાડવાના નિર્ણય અંગે જવાબ દાખલ કરવા કહ્યું છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે આદેશમાં કહ્યું, "રાજ્ય સરકારે એવા તમામ પ્રયાસો કરવા જોઈએ, જેમાં વાલીઓ અને ખાનગી શાળાસંચાલકો બંનેનાં હિત સચવાય."
શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ વિજયસિંહ મંડોરા દ્વારા દાખલ કરાયેલી અરજી પ્રમાણે 17 અને 20 ઑગસ્ટે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં ખાનગી શાળા સંચાલકો સાથે બેઠક કરાઈ હતી પણ શાળાસંચાલકો ફી-ઘટાડા બાબતે રાજ્ય સરકાર સાથે સંમત થયા ન હતા.

'સિંઘમ જેવો દેખાડો ન કરો', નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને કહ્યું

ઇમેજ સ્રોત, AFP
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પોલીસ અધિકારીઓને કહ્યું કે તેઓ 'સિંઘમ' જેવી ફિલ્મોમાંથી પ્રેરણા ન લે. સાથે જ ઉમેર્યું કે કેટલાક પોલીસકર્મીઓ શરૂઆતમાં જ તેમનો પાવર પ્રદર્શિત કરવા માગતા હોય છે પરંતુ પોલીસ તરીકેની કામગીરીના મુખ્ય હેતુને ચૂકી જાય છે.
એનડીટીવીના અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ ઍકેડમીના આઈપીએસ અધિકારીઓની 2018ની બૅચને વીડિયોકૉન્ફરન્સિંગથી સંબોધી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે આઈપીએસ અધિકારીઓની આ નવી બૅચને કોઈ પણ ખોટા કામોમાં સામેલ ન થવા ચેતવતાં કહ્યું કે આધુનિક ટેકનૉલૉજી, જે સારા પોલીસિંગમાં મદદરૂપ સાબિત થાય છે તેને કારણે તેઓ મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે.
એક મહિલા અધિકારીના સવાલના જવાબમાં વડા પ્રધાન મોદીએ કાશ્મીરના લોકોની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ ખૂબ પ્રેમાળ લોકો છે અને નવી બાબતો શીખવાની ખાસ ક્ષમતા તેમનામાં છે.

દાહોદમાં એક પરિવારના પાંચ મૃતદેહ મળ્યા

ઇમેજ સ્રોત, Daxesh Shah
શુક્રવારે દાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહો ફ્લેટમાંથી મળી આવ્યા, જેમાંથી ત્રણ સગીરા છે, તેમના મૃતદેહ તેમના ફ્લેટમાંથી મળી આવ્યા.
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે પોલીસે કહ્યું છે કે આ આત્મહત્યાનો કેસ છે.
સ્થળ પર પહોંચેલી દાહોદ ટાઉન પોલીસને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો વેપાર કરતા સૈફી દૂધિયાવાલા, તેમનાં પત્ની અને તેમની ત્રણ પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા હતાં.
પરિવાર આ ધરમાં ભાડેથી રહેતો હતો. પાડોશીઓના ફોન કૉલનો જવાબ ન આપતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
દાહોદના એસ.પી. હિતેશ જોયસરે કહ્યું કે પરિવારે ઝેરી પદાર્થ પી લીધો હતો. પોલીસ આ કેસમાં નાણાકીય મુશ્કેલીનો મુદ્દો તપાસી રહી છે.
તેમણે કહ્યું, "પ્રાથમિક જાણકારી પ્રમાણે આ પરિવાર નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો."
પરિવારના સંબંધીઓના જણાવ્યા પ્રમાણે લૉકડાઉન પછીના મહિનાઓ દરમિયાન દૂધિયાવાલાને મોટું આર્થિક નુકસાન થયું હતું અને તેમણે સંબંધીઓ પાસે આર્થિક સહાયની માગ કરી હતી.

સુશાંતસિંહના કેસમાં NCBએ પહેલી ધરપકડ કોની કરી?

ઇમેજ સ્રોત, FB/RHEACHAKRABORTYOFFICIAL
અભિનેત્રી રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતસિંહ રાજપૂતના મૅનેજર રહેલા સેમ્યુઅલ મિરાંડાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી)ની ટીમે ધરપકડ કરી છે.
બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં આ પહેલી ધરપકડ છે.
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે પરંતુ આ ધરપકડ એનસીબીએ ડ્રગની લેવડ-દેવડ મામલે કરી છે.
સીબીઆઈની તપાસમાં નશાના વેપાર સાથે જોડાયેલાં કેટલાંક નામો સામે આવ્યાં હતાં. જે પછી એનસીબીએ આ મામલાની તપાસ શરૂ કરી હતી.
એનસીબીએ પહેલાં ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા કેટલાક લોકોની પૂછપરછ કરી હતી અને કેટલાકને કથિત રીતે અટકાયતમાં પણ લીધા છે.
પૂછતાછમાં શોવિક અને સેમ્યુઅલનાં નામ સામે આવ્યાં બાદ શુક્રવારે સવારે એનસીબીએ બંનેનાં ઘરોની તલાશી લીધી હતી, જે પછી શુક્રવારે મોડી રાત્રે બંનેની એનસીબીએ ધરપકડ કરી લીધી હતી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો