નિશિકાંત કામત : દૃશ્યમ અને મદારી ફિલ્મના ડિરેક્ટરનું 50 વર્ષની ઉંમરે મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

મુંબઈ મેરી જાન, રોક્કી, ફોર્સ, મદારી અને દૃશ્યમ જેવી હિટ ફિલ્મો આપનાર ડિરેક્ટર નિશિકાંત કામતનું 50 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે.

તેમણે આજે છેલ્લો શ્વાસ હૈદરાબાદની એઆઈજી હૉસ્પિટલમાં લીધો હતો.

હૉસ્પિટલે જાહેર કરેલાં નિવેદનમા કહેવામાં આવ્યું છે કે 31 જુલાઈ, 2020એ તેઓએ તાવ અને ખૂબ જ થાક લાગવાની ફરિયાદ સાથે દાખલ થયા હતા તેઓ છેલ્લાં બે વર્ષથી લિવર સિરોસિસની બિમારીથી પીડાઈ રહ્યા હતા.

બૉલિવુડ એક્ટર રિતેશ દેશમુખે ટ્વિટ કરીને કહ્યું, “હે મિત્ર હું તને યાદ કરીશ, #NishikantKamat ભગવાન આત્માને શાંતિ આપે”

નિશિકાંત કામતે પહેલી ફિલ્મ મરાઠી ભાષામાં ડોમ્બિવલી ફાસ્ટ બનાવી હતી. જેને તે વર્ષનો મરાઠી ભાષાની બેસ્ટ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. તેમની બૉલિવુડની પહેલી ફિલ્મ મુંબઈ મેરી જાન હતી.

તેમણે ડેડી, રોકી હૅન્ડસમ, જુલી 2 અને ભાવેશ જોષી ફિલ્મોમાં ઍક્ટર તરીકે પણ ફિલ્મમાં કામ કર્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો