ઇઝરાયલ-યુએઈ કરાર : ઢોંગ, દગો કે પછી ઐતિહાસિક ઘટના, શું કહે છે દુનિયા?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters/Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ પોતાના સંબંધોને સામાન્ય બનાવવા માટે એક કરાર કર્યો છે. આ કરારની સાથે જ ઇઝરાયલે વેસ્ટ બૅન્કમાં પોતાના કબજામાં રહેલાં વિવાદાસ્પદ વિસ્તારની યોજનાઓને મોકૂફ રાખવાની સહમતી પણ જાહેર કરી છે.

આ કરાર પછી સંયુક્ત આરબ અમિરાત પહેલો એવો ખાડી અરબ દેશ બની ગયો છે જેણે ઇઝરાઇલની સાથે સંબંધ સામાન્ય કરવા માટે કરાર કર્યો છે.

જ્યાં યુએઈએ આને આ વિસ્તારમાં કૂટનૈતિક “જીત” ગણાવી, જ્યારે ઇઝરાયલે આને બંને દેશો માટે ‘ઐતિહાસિક દિવસ’ કહ્યો.

પરંતુ આ કરાર પર આખા વિશ્વથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાંક દેશોએ આનું સ્વાગત કર્યું છે, તો કેટલાંકે આને ‘ઢોંગ’ સુધી કહ્યો છે.

line

તુર્કીની નારાજગી

તુર્કીના પ્રમુખ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તુર્કીના પ્રમુખ

ઇઝરાયલ અને યુએઈના કરારને લઈને તુર્કીએ પોતાની નારાજગી જાહેર કરી છે.

તુર્કીએ કહ્યું કે સંયુક્ત આરબ અમીરાતને ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે. તુર્કીએ કહ્યું કે આ યુએઈનો પાખંડપૂર્ણ વ્યવહાર છે.

તુર્કીના વિદેશમંત્રાલયે કહ્યું કે ઇતિહાસ અને વિસ્તારનાં લોકોની અંતરાત્મા ઇઝરાયલ સાથે કરારના સંયુક્ત આરબ અમિરાતના આ ‘ઢોંગી વ્યવહારને’ ક્યારેય ભૂલશે નહીં કારણ કે પોતાના હિતો માટે તેણે આ નિર્ણય લીધો છે.

એક લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “પેલેસ્ટાઇનના લોકો અને વહીવટીતંત્ર આ કરારની સામે એક આકરી પ્રતિક્રિયા આપવાને લઈને સાચા હતા.”

“આ ખૂબ જ ચિંતાજનક છે, યુએઈએ આરબ લીગે બનાવેલી “અરબ શાંતિ યોજના” હેઠળ ચાલવું જોઈએ. આ જરાપણ વિશ્વસનીય નથી આ પ્રકારનું ત્રણ-બાજુની જાહેરાત પત્ર જે પેલેસ્ટાઇનના લોકોનો ફાયદો કહેવામાં આવી રહ્યો છે.”

તુર્કીના ઇઝરાયલની સાથે રાજકીય અને વેપારી સંબંધ છે, પરંતુ વર્ષોથી આ સંબંધમાં તણાવ છે.

2010માં ઇઝરાયલના સૈનિકોએ ગાઝા પટ્ટી પર એક નાકાબંધીને તોડવાના પ્રયત્નો કરી રહેલાં 10 તુર્ક કાર્યકર્તાઓની હત્યા કરી હતી જે પેલેસ્ટાઇન ઇસ્લામવાદી આંદોલન- હમાસ દ્વારા શાસિત છે.

અરબ દેશોમાં યુએઈ ઇઝરાયલ સાથે સંબંધ ટકાવી રાખનારો મિસ્ત્ર(1979) અને જોર્ડન(1994) પછીનો ત્રીજો દેશ બની ગયો છે.

line

પેલેસ્ટાઇનના લોકો માની રહ્યા છે‘દગો’, ઈરાને કરી નિંદા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પેલેસ્ટાઇનનું નેતૃત્વ આ કરારને યરૂશલમ અને અલ-અક્સાની સાથે વિશ્વાસઘાત કહી રહ્યા છે.

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે પોતાના પ્રવક્તા દ્વારા જાહેર કરેલાં એક નિવેદનમાં યુએઈની સાથે ઇઝરાયલના કરારની ટીકા કરી છે.

મહમૂદ અબ્બાસે વરિષ્ઠ સલાહકાર નબીલ અબુ-રુદાઇનેહે કહ્યું કે પેલેસ્ટાઇનનું નેતૃત્વ યુએઈ, ઇઝરાયલ અને અમેરિકાની ત્રિપક્ષિય આશ્ચર્યજનક ઘોષણાનો અસ્વીકાર કરે છે.

તેમણે પેલેસ્ટાઈના મુખ્યાલય રામલ્લાહની બહાર એક નિવેદન વાંચતા કહ્યું કે આ કરાર ‘યરૂશલમ, અલ-અક્સા અને પેલેસ્ટાઇનના ઉદ્દેશની સાથે દગો’ છે.

હમાસના એક પ્રવક્તાએ કહ્યું કે યુએઈએ પેલેસ્ટાઇનની પીઠમાં ખંજર ભોક્યું છે.

એક વરિષ્ઠ પેલેસ્ટાઇની અધિકારી હનાન અશરાવીએ કહ્યું કે ઇઝરાયલને 1967માં પેલેસ્ટાઇનના વિસ્તારમાં પોતાના કાર્યો માટે ઇનામ આપવામાં આવ્યું છે.

તેમણે ટ્વીટ કર્યું, “યુએઈ ઇઝરાયલની સાથે પોતાના ગુપ્ત કરારને લઈને ખુલીને બહાર આવી ગયું છે.”

ઇરાનના પૂર્વ ઉપ-વિદેશ મંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિંયાએ કરારની નિંદા કરીને કહ્યું કે આનાથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા નહીં આવે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું, “યુએઈના આ વલણ માટે કોઈ તક હોઈ શકે નહીં. પેલેસ્ટાઇનના ઉદ્દેશથી પાછળ હટવું, એ એક રાજકીય ભૂલ છે. તેમને યહૂદીવાદમાં ગૂંચવી નાખવામાં આવશે.”

line

મિસ્ત્ર, જૉર્ડન અને પશ્વિમી દેશ

કરાર

ઇમેજ સ્રોત, Reuters

યૂએઈના નજીકના સહયોગી મિસ્ત્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સિસીએ કહ્યું કે સંયુક્ત આરબ અમીરાત અને ઇઝરાયલના ‘અમારા વિસ્તારમાં સમૃદ્ધિ અને સ્થિરતા લાવવાના પ્રયાસ’ માટે મહત્ત્વના છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું, “મેં પેલેસ્ટાઇનની જમીન પર ઇઝરાયલના કબજા પર રોક અને મધ્ય-પૂર્વમાં શાંતિ લાવવા માટે અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત અને ઇઝરાયલની વચ્ચે સંયુક્ત નિવેદનને રસપ્રદ રીતે જોયું અને સરાહના પણ કરી. ”

line

જૉર્ડન અને બહેરીને કરારનું સ્વાગત કર્યું

ઇઝરાયેલ

ઇમેજ સ્રોત, EPA

જૉર્ડનનું કહેવું છે કે જો આ કરાર ઇઝરાયલને પોતાના કબજામાં લેવામાં આવેલી જમીન પર પેલેસ્ટાઇન દેશનો સ્વીકાર કરાવવામાં સફળ થાય છે, તો આ કરાર શાંતિવાર્તામાં આગળ વધી શકે છે.

બહેરીનનું કહેવું છે કે આ કરાર ઇઝરાયલી કાર્યવાહીની યોજનાઓને રોકશે અને શાંતિની સંભાવનાઓને વધારશે.

જ્યારે, બ્રિટન, ફ્રાન્સ અને સંયુક્ત રાષ્ટ્રએ પણ આ કરારનું સ્વાગત કર્યું છે અને તેને શાંતિ અને સુરક્ષા લાવવાનો પ્રયાસ કહ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો