ગુજરાતમાં વરસાદની આગાહી, કયા-કયા વિસ્તારમાં થઈ શકે છે મેઘમહેર?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં અલગઅલગ જિલ્લાઓમાં ફરી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં પણ ગુજરાતમાં અલગઅલગ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.

કેટલીક જગ્યાએ પાકને અનુકૂળ વરસાદ પડતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં છેલ્લા કેટલાક સમયથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે, ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.

line

ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ હવામાન વિભાગની પ્રેસ નોટ અનુસાર, આગામી 16 અને 17 તારીખે ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વગેરે જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

તો નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, કચ્છ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા વગેરે જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે.

line

આ અઠવાડિયે સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

મીડિયો અહેવાલો અનુસાર, મંગળવારે રાહત કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રૂપની બેઠક મળી હતી.

આ બેઠકમાં વીડિયો કૉન્ફરન્સથી ભાગ લેનારા અધિકારીઓએ કહ્યું કે રાજ્યમાં 30 વર્ષના લાંબા ગાળાની સરેરાશની તુલનામાં 481.4mm એટલે કે 58% વરસાદ પડી ગયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે આગામી બે દિવસમાં બંગાળની ખાડી અને પાકિસ્તાન-કચ્છ-રાજસ્થાન પર સિસ્ટમ સર્જાઈ છે. આ બંને સિસ્ટમોને કારણે આ અઠવાડિયે ગુજરાતના લગભગ તમામ ભાગોમાં વરસાદ પડી શકે છે.

તો સ્કાયમેટ વેધર વેબસાઇટ અનુસાર ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા ગુજરાત પર પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે.

ગુજરાતના સ્થાનિક મીડિયા અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં.

રાજકોટના ગોંડલ, વીરપુર-ઉપલેટા, જસદણ, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો.

તો ડેડિયાપાડા, જાંબુઘોડા, પાવીજેતપુર, અંકલેશ્વર, ભરૂચ, સુરત, નર્મદા વગેરે વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસના વરસાદને કારણે અનેક નદીઓમાં નવાં નીરની આવક થઈ હતી અને ખેડૂતો પણ ખુશખુશાલ જણાતા હતા.

આગામી 24 કલાકમાં ગુજરાત, પૂર્વ રાજસ્થાન, કોંકણ ગોવા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, આંધ્રપ્રદેશ, તેલંગણામાં વરસાદની શક્યતા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો