You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજયવાડા સુવર્ણ પૅલેસ : કોવિડ કૅર સેન્ટરમાં ભીષણ આગ લાગતાં 10નાં મૃત્યુ
આંધ્ર પ્રદેશના વિજયવાડામાં સુવર્ણ પૅલેસ નામની એક હોટલમાં લાગેલી આગમાં દસ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 20 લોકોને ઈજા પહોંચી છે.
જે હોટલમાં આગ લાગી હતી, એ હોટલ એક ખાનગી હૉસ્પિટલ દ્વારા લીઝ પર લેવાઈ હતી અને અહીં કોવિડ-19ના દરદીઓની સારવાર કરાઈ રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે આગ લાગી ત્યારે ત્યાં દરદીઓ અને સ્ટાફ સહિતી 43 લોકો હાજર હતા. અધિકારીઓને મૃતકોનો આંક વધે એવી આશંકા છે.
ઘટનાને પગલે દરદીઓને બીજી હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આંધ્ર પ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 50 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.
સવારે પાંચ વાગીને નવ મિનિટે પોલીસને આગ લાગી હોવાની જાણ થઈ હતી. પાંચ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, આ સાથે જ બચાવ કામગીરી માટેની ટીમ પણ આવી પહોંચી હતી.
5.45 વાગ્યે આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કરોના વાઇરસના નવા 10008 કેસો નોંધાયા છે અને રાજ્યમાં ચેપગ્રસ્તોનો કુલ આંક બે લાખને પાર કરી ગયો છે.
આંધ્ર પ્રદેશ સરકારના સલાહકાર એસ. રાજીવ કૃષ્ણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે મુખ્ય મંત્રી એ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરવાનો અને તેમના ઇલાજમાં પૂરતો સહકાર આપવાનું આશ્વાસન આપ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઘટનામાં આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા તાત્કાલિત તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, આ તપાસનું નેતૃત્વ કરવાની જવાબદારી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે.
જેમાં એનડીઆરએફ તથા સ્થાનિક અગ્નિશામકવિભાગની ટુકડીઓ દ્વારા રાહત કામગીરી હાત ધરવામાં આવી હતી.
સમાચાર એજન્સી એએનઆઈ વિજયવાડા પોલીસને ટાંકીને નોંધે છે કે અત્યાર સુધીમાં 30 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
કોવિડ પૉઝિટિવ લોકોને રાખવા માટે એક ખાનગી હૉસ્પિટલ આ હોટલનો કૅર સેન્ટર તરીકે ઉપયોગ કરતી હતી.
આંધ્ર પ્રદેશના ગૃહરાજ્ય મંત્રી મેકાથોડી સુચરિતાએ જણાવ્યું છે કે આગ લાગવાનું કારણ શૉર્ટસર્કિટ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો