તાહિર હુસૈને દિલ્હીમાં હિંસા ભડકાવવાની વાત સ્વીકારી- પોલીસનો દાવો- Top News

તાહિર હુસૈન
ઇમેજ કૅપ્શન, તાહિર હુસૈન
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દિલ્હી પોલીસના આઈઆર (પૂછપરછ પર આધારિત રિપોર્ટ) અનુસાર, આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કૉર્પોરેટર તાહિર હુસૈને એ સ્વીકાર કર્યો છે કે 'ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા માટે લોકોને ભડકાવવામાં તેમનો હાથ હતો.'

દિલ્હીથી પ્રકાશિત ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ લખ્યું છે, "તાહિર હુસૈને પોલીસને જણાવ્યું કે તેઓ આઠ જાન્યુઆરીએ જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને શાહીનબાગસ્થિત પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ)ની ઑફિસમાં મળ્યા હતા."

દિલ્હી પોલીસ અનુસાર, રમખાણ માટે કાચની બૉટલો, પેટ્રોલ, તેજાબ, પથ્થર સહિત અન્ય સામગ્રી જમા કરવાનું કામ તાહિર હુસૈનને સોંપાયું હતું, જેને તેઓએ પોતાના ઘરે ધાબા પર જમા કરી હતી.

પોલીસનો દાવો છે કે 'સરકારી કબૂલનામામાં તાહિર હુસૈને એ વાત માની છે કે ખાલિદ સૈફી અને પીએફઆઈએ આ હિંસાને અંજામ આપવામાં તેમની મદદ કરી.'

line

સુશાંતસિંહ મૃત્યુકેસ : તપાસકર્તા અધિકારીને ફરજિયાત 'ક્વૉરેન્ટીન' કરાયા

સુશાંતસિંહ રાજપૂત

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સુશાંતસિંહ રાજપૂત

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેયે રવિવારે આરોપ લગાવ્યો કે બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યના કેસમાં તપાસ માટે પટનાથી મુંબઈ ગયેલા આઈપીએસ અધિકારી વિનય તિવારીને 'જબરજસ્તી ક્વૉરેન્ટીન' કરાયા છે.

વિજય તિવારી બિહારની પોલીસની એક ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ટીમ સુશાંતસિંહ રાજપૂતના પિતા દ્વારા નોંધાવેલી ફરિયાદને આધારે મુંબઈમાં તપાસ કરી રહી છે.

બિહારના પોલીસ મહાનિદેશક (ડીજીપી) પાંડેયેએ ટ્વીટ કર્યું, "આઈપીએસ અધિકારી વિનય તિવારી પોલીસ ટીમનું નેતૃત્વ કરવા આજે સત્તાવાર ડ્યૂટી પર પટનાથી મુંબઈ પહોંચ્યા. જોકે તેમને રાતે 11 વાગ્યે બીએમસી અધિકારીઓએ જબરજસ્તી ક્વૉરેન્ટીન કર્યા."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

પાંડેયેએ કહ્યું કે "તેમના અનુરોધ છતાં આઈપીએસ મેસમાં આવાસ આપવામાં આવ્યું નથી. અને ગોરેગાંવના એક ગેસ્ટહાઉસમાં રહે છે."

આ દરમિયાન હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ સુશાંત સિંહ રાજપૂતનો મોબાઇલ સિદ્ધાંત પિઠાની નામની વ્યક્તિને નામે છે અને સુશાંત સિંહે 50થી વધારે સીમ કાર્ડ બદલ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂત 24 જૂને પોતાના મુંબઈસ્થિત ઘરમાં મૃત મળ્યા હતા.

line

અમદાવાદમાં મહિલાએ પતિને ઇન્સ્ટન્ટ 'તલાક' આપ્યા

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

અમદાવાદનાં એક મહિલા 'તલાક' શબ્દ બોલતાં બોલતાં રવિવારે વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, જુહાપુરાનિવાસી 32 વર્ષીય મુમતાઝ શેખે સ્પષ્ટ રીતે અલગ થવાના શબ્દો ઉચ્ચાર્યા હતા અને પોતાનાં ત્રણ બાળકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.

તેમના પિતા દ્વારા કરાયેલી એક ફરિયાદમાં કહેવાયું હતું કે તે તેના પતિ શેરખાન પઠાણ દ્વારા કરાયેલા દુર્વ્યવહારને કારણે તંગ આવી ગઈ હતી.

શનિવારે ઈદ પર પઠાણ શેખનાં માતાપિતાને ઘરે બાળકોને મળવા અને સમાધાન કરવા માટે પહોંચ્યા હતા.

ત્યારે તેમના સસરાએ તેમના પર હુમલો કર્યો હોવાનો તેઓએ આરોપ લગાવ્યો હતો.

પઠાણને કહેવાયું કે તેમણે અહીં ન આવવું જોઈએ, કેમ કે "તાત્કાલિક તલાક" લાગુ થઈ ગયો છે.

રવિવારે પઠાણ અને તેમના સસરાએ મારામારીની બે અલગઅલગ ફરિયાદો નોંધાવી છે.

line

સીએએના નિયમો માટે MHAએ માગ્યો ત્રણ મહિનાનો સમય

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જનસત્તાના એક રિપોર્ટ પ્રમાણે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) સંબંધિત નિયમો બનાવવા માટે વધુ ત્રણ મહિનાનો સમય માગ્યો છે.

અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે આ મામલે સંબંધિત વિભાગને આવેદનપત્ર આપી દીધું છે.

તેઓએ જણાવ્યું કે ગૃહમંત્રાલયે આ પગલું ત્યારે ભર્યું છે, જ્યારે સમિતિએ સીએએને લઈને નિયમોની સ્થિતિ અંગે જાણકારી માગી હતી.

સીએએમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ધાર્મિક ઉત્પીડનને કારણે ભારત આવેલા બિનમુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.

આ વિધેયકને સંસદમાં અંદાજે આઠ મહિના પહેલાં મંજૂરી મળી હતી અને દેશભરમાં આ વિધેયકના વિરોધમાં વિવિધ જગ્યાએ પ્રદર્શનો પણ થયાં હતાં.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો