ઇમેજ કૅપ્શન, બિહારના ગોપાલગંજ જિલ્લામાં 209.39 કરોડના ખર્ચે બનેલો એક નવનિર્મિત પૂલ તૂટી ગયો છે. આ જ વર્ષ 16 જૂને બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમારે વીડિયો કૉન્ફરન્સ થકી આ પૂલનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
એક તરફ બિહાર કોરોના વાઇરસ સામે ઝૂઝી રહ્યું છે અને અહીં છેલ્લા ત્રણ દિવસથી રોજ હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ બિહારમાં પૂરે તબાહી મચાવી દીધી છે.
બિહાર સરકારે કોરોનાની મહામારી પર કાબૂ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન લાગુ કર્યું છે. જોકે, એ લોકો ઘરની અંદર કઈ રીતે રહી શકે જેમના ઘરની અંદર પાણી ઘૂસી ગયાં છે.
ગોપાલગંજ, સીતામઢી, મુધુબની, શિવહર, સુપોલ અને દરભંગા જિલ્લાનાં કેટલાંય ગામોમાં પાણી ફરી વળ્યાં છે.
ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHY
ઇમેજ કૅપ્શન, ગંડક નદી પર બનાવાયેલા પૂલનો ઍપ્રોચ માત્ર 29 દિવસમાં તૂટી ગયો છે. જેને લીધે પૂલ પરની આવજા બંધ છે.
ઉત્તર બિહાર અને કોસી નદીના ક્ષેત્રમાં આવેલા પૂરને પગલે વિસ્તારના કેટલાંય ગામડાંમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં છે.
ભારતમાં કોરોના વાઇરસના કેસ
આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.
રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ
કુલ કેસ
સાજા થયા
મૃત્યુ
મહારાષ્ટ્ર
1351153
1049947
35751
આંધ્ર પ્રદેશ
681161
612300
5745
તામિલનાડુ
586397
530708
9383
કર્ણાટક
582458
469750
8641
ઉત્તરાખંડ
390875
331270
5652
ગોવા
273098
240703
5272
પશ્ચિમ બંગાળ
250580
219844
4837
ઓડિશા
212609
177585
866
તેલંગણા
189283
158690
1116
બિહાર
180032
166188
892
કેરળ
179923
121264
698
આસામ
173629
142297
667
હરિયાણા
134623
114576
3431
રાજસ્થાન
130971
109472
1456
હિમાચલ પ્રદેશ
125412
108411
1331
મધ્ય પ્રદેશ
124166
100012
2242
પંજાબ
111375
90345
3284
છત્તીગઢ
108458
74537
877
ઝારખંડ
81417
68603
688
ઉત્તર પ્રદેશ
47502
36646
580
ગુજરાત
32396
27072
407
પુડ્ડુચેરી
26685
21156
515
જમ્મુ-કાશ્મીર
14457
10607
175
ચંદીગઢ
11678
9325
153
મણિપુર
10477
7982
64
લદ્દાખ
4152
3064
58
આંદમાન નિકોબાર
3803
3582
53
દિલ્હી
3015
2836
2
મિઝોરમ
1958
1459
0
સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર
કલાકની સ્થિતિ 11: 30 IST
આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી પૂરની જે અલગઅલગ તસવીરો સામે આવી રહી છે, તે ભારે ભયાવહ છે.
ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHY
ઇમેજ કૅપ્શન, આ તસવીર સુપૌલ જિલ્લાની નગરપંચાયત વૉર્ડ નંબર 2ની છે. એક ડૉક્ટર ઠેલા પર બેસીને કોવિડ કૅર સેન્ટરમાં જઈ રહ્યા છે અને ચારે તરફ ઘૂંટણ સુધી પાણી ભરાયાં છે. આ તસવીર વાઇરલ થઈ રહી છે.
પાણી ભરાઈ જવાને લીધે ઠેલા પર બેસીને સેન્ટર પર પહોંચવું પડ્યું હતું એવું ડૉક્ટર અમરેન્દ્ર જણાવે છે.
સુપૌલના વરિષ્ઠ પત્રકાર રાકેશ ચંદ્રા જણાવે છે, "વરસાદના દિવસોમાં આવી સ્થિતિ સામાન્ય હોય છે. દર વર્ષે કહેવામાં આવે છે કે આ વખતે આવી સ્થિતિ નહીં થાય. પણ જો કોવિડ કૅર સેન્ટર પાસે આવી વ્યવસ્થા હોય તો બીજી જગ્યાએ શું સ્થિતિ હશે?"
ઇમેજ સ્રોત, Tejashwi Yadav/twitter
ઇમેજ કૅપ્શન, આ તસવીર બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજશ્વિની યાદને ટ્વીટ કરી છે અને નીતીશ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમણે માર્ગનિર્માણમંત્રીને બરખાસ્ત કરવાની પણ માગ કરી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.