ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ક્યાં વરસાદ વરસશે?

વીજળી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને ફૂંકાતાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

બુધવારે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વખત ગાજવીજ અને ફૂંકાતાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ, વડોદરા ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ બુધવારે બપોરથી જ જોવા મળ્યું હતું.

અમદાવાદના સ્થાનિક અખબારો હવમાનવિભાગને ટાંકીને લખે છે કે અમદાવાદમાં 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

વડોદરામાં રાત્રે નવેક વાગ્યે વીજળીના કડાકા થતાં ભૂકંપ જેવી ધ્રૂજારી અનુભવાઈ હતી.

ધ્રૂજારીના પગલે કારેલીબાગ, આજવા-વાઘોડિયા રોડ, હરણી રોડ સહિતના વિસ્તારોની ઊંચી ઇમારતોના રહીશો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.

જોકે, સ્થાનિક ડિઝાસ્ટર વિભાગે મોડી રાત્રે કોઈ ભૂકંપ ન નોંધાયો હોવાનું જણાવ્યું હતું.

line

વાતાવરણ કેમ પલટાયું?

વીડિયો કૅપ્શન, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, ખંભાળિયામાં રસ્તાઓની હાલત નદી જેવી

હવામાન વિભાગે અપર ઍર-સર્ક્યુલેશનને પગલે વાતાવરણ અચાનક પલટાયું હોવાનું જણાવ્યું હતું.

જ્યારે સ્કાયમૅટ વેધરના રિપોર્ટ પ્રમાણે અરબ સાગર નજીકના વિસ્તારોમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તે હવે અરબ સાગરના ઉત્તર-પૂર્વ તરફ ગતિ કરશે, જે સૌરાષ્ટ્રના કાંઠાઓને અસર કરી શકે છે.

ગુજરાત 1600 કિલોમિટર જેટલો દરિયાકાંઠો ધરાવે છે, જેથી અરબ સાગરમાં થતા ફેરફારની અસર ગુજરાતના કાંઠાના જિલ્લાઓમાં અને અન્ય જિલ્લાઓમાં પણ અનુભવાય છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગુરુવારે પણ આની અસર જોવા મળશે.

એનડીટીવીના અહેવાલ પ્રમાણે મંગળવાર રાતથી મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાનવિભાગે ઑરેન્જના બદલે રેડ ઍલર્ટ જાહેર કરી છે.

line

ક્યાં, કેવી રહેશે સ્થિતિ?

વીડિયો કૅપ્શન, શું 2050 સુધીમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા પાણીમાં ગરકાવ થઈ જશે?

16 જુલાઈએ પણ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને આણંદમાં મધ્યમ વરસાદ વરસે એવી શક્યતા છે.

હવમાનવિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે દીવ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, રાજકોટ, ભરૂચ, નર્મદા, આણંદ અને વડોદરામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા રહેવાની સંભાવના છે.

આ પછી શુક્રવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ; સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

એ પછી શનિવારે ગણતરીના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડે એવી સંભાવના છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો