ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મીણબત્તીનું કારખાનું સળગ્યું, આઠ લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, EPA/J. CASARES
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં મીણબત્તી બનાવનારા એક કારખાનામાં ભીષણ આગ લાગતા આઠ લોકોનાં મૃત્યુ થયા છે.
અત્યાર સુધીની માહિતી મુજબ મોદીનગર બખરવા ગામમાં આવેલા આ કારખાનામાં લાગેલી આગમાં આઠ લોકોનાં મૃત્યુ થયા છે.
મૃતકોમાં છ મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદ જિલ્લા અધિકારી તથા વરિષ્ઠ પોલીસ અધિકારીને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મદદ કરવાનો આદેશ આપ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ચીફ ફાયર સૅફ્ટી ઑફિસર સુનીલ કુમાર સિંહે કહ્યું કે સાંજે 4 વાગે કારખાનાની છતમાં આગ લાગી જે બધે ફેલાઈ ગઈ.
એમનું કહેવું છે કે અંદર જે લોકો હતા તે બહાર ન નીકળી શક્યાં અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
આ સમાચારમાં વધારે વિગતો ઉમેરાઈ રહી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર






















