ગુજરાતમાં આગામી બે દિવસ સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે અને સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર રવિવારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.
રવિવારે વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
આ દરમિયાન ગુજરાતમાં હજુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
ગુજરાત હવામાનવિભાગના ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું છે કે ભારે વરસાદની સ્થિતિને પગલે સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ ઍલર્ટ અપાયું છે. દરિયાકાંઠાના વિસ્તારો અને જિલ્લાદિઠ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે એવું પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે અને એ બાદ વરસાદનું જો ઘટશે.

હાલમાં વરસાદ ચાલુ

ઇમેજ સ્રોત, Reuters
રાજ્યમાં હજુ બે દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે અને દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાય ડૅમો ઓવરફ્લૉ થઈ ગયા છે.
હાલમાં સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં, ખંભાળિયા, પોરબંદર, ગીર સોમનાથમાં સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી વરસાદ વરસી રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન અમરેલી, ગીરસોમનાથ, પોરબંદરમાં, જામનગર-ખંભાળિયામાં દમણ, દાદરાનગર હવેલી, નવસારીમાં સોમવાર દરમિયાન પણ ભારે વરસાદની આગાહી ગુજરાતના હવામાનવિભાગ દ્વારા કરવામાં આવી છે.
દેવભૂમિ દ્રારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં અતિભારે વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રવિવારે પડેલા અતિભારે વરસાદના કારણે અહીં શેરીઓ જાણે નદીઓ બની ગઈ હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
રવિવારે સવારથી જ અહીં વરસાદ વરસી રહ્યો હતો, જે બપોર બાદ વરસાદનું પ્રમાણ વધી જતાં અહીં અતિભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો.
કેટલાક સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર અહીં માત્ર બે કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જે સાથે જ શહેરમાં પાણી ભરવાના શરૂ થઈ ગયા હતા.
પરિસ્થિતિને જોતાં અહીં એનડીઆરએફની ટીમને પણ ઉતારવામાં આવી છે અને જ્યાં જરૂરિયાત પડે ત્યાંથી લોકોને ખસેડવાની કામગીરી કરવા માટે તંત્ર ખડેપગે થયું છે.

શું હશે સ્થિતિ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહ કરી હતી.
હવામાન વિભાગની આગાહી કરી હતી કે કચ્છ અને આસપાસના વિસ્તારમાં લો પ્રેશર સર્જાતા એની અસર હેઠળ રાજ્યમાં આવનારા 3 દિવસમાં વધારે પ્રમાણમાં વરસાદ પડશે અને તે બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે.
આગાહીમાં હવામાન વિભાગ તરફથી એમ પણ જણાવાયું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આવતા 48 કલાકમાં અતિભારે વરસાદ જોવા મળશે. જે બાદ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે.
હવામાન વિભાગે આગામી 2-3 દિવસ માટે ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વધુ હોવાની આગાહી કરી હતી.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર પર હવાનું મધ્યમ દબાણ ઉત્પન્ન થયું હતું, જે સક્રિય થવાને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.
કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પર તેની અસર પડી હતી. વાહનવ્યહાર પણ બંધ થઈ ગયો હતો.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
સ્કાયમૅટ વેધર પ્રમાણે અમરેલી, જૂનાગઢ, રાજકોટ, આણંદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદ વરસશે.
કચ્છના પશ્ચિમના જિલ્લાઓમાં અને વિશેષ રીતે નલિયા, માંડવી, ભુજ અને લખપતમાં મુશળધાર વરસાદની સંભાવના છે.
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અખબાર ગાંધીનગર સ્થિતિ સેન્ટ્રલ વૉટર કમિશનના રિપોર્ટને ટાંકીને લખે છે કે દક્ષિણ ગુજરાતમાં તાપી, નર્મદા અને દમણગંગા નદીમાં આગામી 48 કલાકમાં વરસાદથી પાણીની આવક થવાની સંભાવના છે.
આ સાથે જ કેટલાક જિલ્લાઓમાં સોમાવારે ભારે વરસાદની સાથે પવન પણ ફૂંકાશે એવી સંભાવના છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે નવમી જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે.
સોમવારે અમરેલી અને નવસારીમાં અતિભારે વરસાદની રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ સાથે જ રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, મોરબી, કચ્છ, ભરૂચ, સુરત, વલસાડમાં સોમવારે ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે.

સોમવારથી વાતાવરણ પલટાયું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સ્કાયમૅટ વેધરના અહેવાલ પ્રમાણે અરબ સાગર પર છથી આઠમી જુલાઈ વચ્ચે મૉનસૂન ડિપ્રેશન બની શકે છે.
અરબ સાગર સાથે જોડાયેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તેની વિશેષ અસર જોવા મળી શકે છે.
આ મૉનસૂન ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધશે અને એના પગલે કેટલાક જિલ્લાઓમાં નવમી તારીખ સુધી મુશળધાર વરસાદ વરસશે.
જેને પગલે કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય એવી શક્યતા સેવાઈ રહી છે.
હાલમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણ પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે.
આ સિસ્ટમ ધીમે-ધીમે ઉત્તર તરફ આગળ વધશે, જેના પગલે રાજ્યની મોસમ પલટાશે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















