સરોજ ખાન : પ્રખ્યાત કૉરિયોગ્રાફરનું મુંબઈમાં નિધન

સરોજ ખાન

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

હિંદી ફિલ્મજગતનાં પ્રખ્યાત કૉરિયોગ્રાફર સરોજ ખાનનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે.

સરોજ ખાન છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. 20 જૂને શ્વાસ લેવાની ફરિયાદ બાદ તેમને મુંબઈમાં બાંદરાસ્થિતિ ગુરુ નાનક હૉસ્પિટલમાં ભરતી કરાયાં હતાં.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ત્યાં ગત રાતે તેમને કાર્ડિએક અરેસ્ટ થયો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

એએનઆઈએ જણાવ્યું છે કે સરોજ ખાનની અંતિમવિધિ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા માલવાણી કબ્રસ્તાનમાં થશે.

ગત દિવસોમાં તેમનું કોરોના સંક્રમણનું પણ પરીક્ષણ કરાયું હતું. જોકે, રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો.

સરોજ ખાનની ગણના ભારતીય ફિલ્મજગતના દિગ્ગજ નૃત્યનિર્દેશકોમાં થતી હતી.

તેમણે કારકિર્દી આસિસ્ટન્ટ કૉરિયોગ્રાફર તરીકે શરૂ કરી હતી. વર્ષ 1947માં આવેલી ફિલ્મ 'ગીતા મેરા નામ'માં તેમણે પ્રથમ વખત સ્વતંત્ર રીતે ગીતોનું નિર્દેશન કર્યું હતું.

દેવદાસના ગીત 'ડોલા રે ડોલા' માટે સરોજ ખાનને નેશનલ ઍવોર્ડ મળ્યો હતો

ઇમેજ સ્રોત, DEVDAS @EROS PICTURE

ઇમેજ કૅપ્શન, દેવદાસના ગીત 'ડોલા રે ડોલા' માટે સરોજ ખાનને નેશનલ ઍવોર્ડ મળ્યો હતો

સરોજ ખાને 2000થી વધુ ગીતોને કૉરિયોગ્રાફ કર્યાં હતાં અને ત્રણ વખત તેમને શ્રેષ્ઠ કૉરિયોગ્રાફરનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

સરોજ ખાન 1948માં જન્મ્યા હતા. તેમના પિતા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.

સરોજ ખાનના પરિવારની સ્થિતિ શરૂઆતમાં એટલી સારી નહોતી. સરોજ ખાને કારકિર્દીની શરૂઆત બાળકલાકાર તરીકે કરી હતી. ત્યારબાદ તેઓ બૅકગ્રાઉન્ડ ડાન્સર જૂથના સભ્ય બન્યાં હતાં.

ડાન્સ માસ્ટર સોહન લાલે તેમને આસિસ્ટન્ટ ડાન્સ ડિરેક્ટર બનાવ્યાં હતાં.

અભિનેત્રી સાધનાએ તેમને ડાન્સ ડિરેક્ટર તરીકે બ્રૅક આપ્યો હતો. ત્યારબાદ તેમને સૌથી મોટો બ્રૅક ડિરેક્ટર સુભાષ ઘાઈની વિધાતા અને બ્લૉકબસ્ટર ફિલ્મ હીરો દ્વારા મળ્યો.

'તુ મેરા જાનુ હૈ'સંગીત દ્વારા તેમને મોટી હિટ મળી હતી.

તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી 'મિસ્ટર ઇન્ડિયા' અને 'તેઝાબ' જેવી ફિલ્મમાં શ્રી દેવી અને માધુરીના ડાન્સને લોકોએ બહુ વખત જોયા.

તેમણે વૈજંતીમાલાથી લઈને આલિયા ભટ્ટ સુધીના સ્ટાર્સ સાથે કામ કર્યું છે. આલિયા ભટ્ટ અને માધુરી દિક્ષીત સાથેની 'કલંક' તેમની છેલ્લી ફિલ્મ હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો