H1B VISA-NASSCOM : ડોનાલ્ડ ટ્રમ્પ એચ1બી વીઝા પાબંદીમાં ભારતીય IT કર્મીઓને છૂટ આપે

ઇમેજ સ્રોત, CHRIS KLEPONIS-POOL/GETTY IMAGES
આઈટી ઉદ્યોગો સાથે સંબંધિત સંસ્થા નૅસકૉમએ શુક્રવારે અમેરિકામાં એચ-1બી વીઝા પર પાબંદીમાંથી ટેકનૉલૉજી ક્ષેત્રે કામ કરતા લોકોને છૂટ આપવાની માગ કરી છે.
નૅસકૉમનું કહેવું છે કે ટેકનૉલૉજી ક્ષેત્રના કર્મીઓની અમેરિકામાં મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધબકતું રાખવામાં અગત્યની ભૂમિકા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ અમેરિકામાં કોવિડ-19 મહામારીને કારણે બેરોજગારી વધતા એચ1બી સહિત નોકરીઓને લગતા અન્ય પ્રકારના વીઝા પર પાબંદી મૂકવાની ચર્ચા ચાલી રહી છે, ભારતીય ટેકનૉલૉજી પ્રોફેશનલ્સ એચ1બી વીઝા પર મોટા પ્રમાણમાં અમેરિકામાં કામ કરતા હોય છે.
નૅસકૉમનું કહેવું છે કે જ્યારે બધા વેપાર-ધંધા ખૂલશે ત્યારે અમેરિકામાં રિકવરી ફેઝમાં વિશેષ યોગ્યતા ધરાવતા કર્મીઓ મહત્ત્પૂર્ણ બનશે અને ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કામ કરતું રાખવા માટે અમેરિકન ઉદ્યોગોને ટેકનૉલૉજી ક્ષેત્રના કર્મીઓની જરૂર પડશે.
નૅસકૉમ એ નેશનલ એસોસિએશન ફૉર સૉફ્ટવેર ઍન્ડ સર્વિસ કમ્પનીઝનું એક ટ્રેડ એસોસિએશન છે.

'અમેરિકાને ટેકનૉલૉજી કર્મીઓની જરૂર'

ઇમેજ સ્રોત, JOSH EDELSON/AFP/GETTY IMAGES
અમેરિકાના વૉલ સ્ટ્રીટ જર્નલ અખબારે લખ્યું હતું કે જ્યાર સુધી આ પાબંદી હઠાવી ન લેવામાં આવે ત્યાં સુધી નોકરી માટે એચ1બી વીઝા ધરાવતા લોકો અમેરિકા નહીં આવી શકે પરંતુ જે લોકો હાલ આ વીઝા પર અમેરિકામાં નોકરી કરી રહ્યા છે તેમને આની અસરની શક્યતા ઓછી છે.
વ્હાઇટ હાઉસના આવા નિર્ણયની હજારો ટેકનૉલૉજી પ્રોફેશનલ્સ પર અસર પડશે. હાલ અમેરિકામાં અનેક લોકો નોકરી ગુમાવી ચૂક્યાં છે અને એચ1બી ધારકોને ભારત પરત ફરવું પડ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક નિવદેનમાં નૅસકૉમે કહ્યું કે, “આરોગ્ય સેવાઓ, હૉસ્પિટલ અને ઑનલાઇન સર્વિસ અને આ રોગની સારવારની સેવાઓ છે જેમાં આ કર્મીઓની જરૂર પડશે. નૉન-ઇમિગ્રેન્ટ વીઝા પર કામ કરતા જેમકે એચ1બી અને એલ-1 વીઝા પર હાઇલી સ્કિલ્ડ વર્કર્સ આ સેવાઓ અને ઉત્પાદનો વિકસિત કરવામાં અગત્યના પદો પર કામ કરે છે.”
નૅસકૉમનું કહેવું છે કે “તેમના ફાળા વગર અમેરિકાની આર્થિક મુશ્કેલી વધશે, ઉદ્યોગ ધીમા પડશે અને સારવાર અને દવાના વિકાસના કાર્યોમાં વિલંબ સર્જાશે.” આ કારણો આપતા નૅસકૉમે સંભાવિત વીઝા પાબંદીઓમાંથી ટેકનૉલૉજી વર્કર્સ માટે છૂટની માગ કરી છે.
એ સિવાય સંસ્થાનો દાવો છે કે અમેરિકામાં કોવિડ-19 સંકટ વચ્ચે શ્રમબજારમાં ભારતના હાઈટેક સ્કિલ્સ ધરાવતા કર્મીઓની માગ યથાવત છે.

અમેરિકામાં બેરોજગારી વચ્ચે આઈટી ક્ષેત્રે માગ

ઇમેજ સ્રોત, CHOO YOUN-KONG/AFP/GETTY IMAGES
સમાચાર એજન્સી પીટીઆઈ નૅસકૉમના હવાલાથી લખ્યું છે કે જાન્યુઆરી 2020માં અમેરિકામાં કમ્પ્યુટર સંબંધિત નોકરીઓ ( જેમાં મોટાભાગના લોકો એચ1બી વીઝા હેઠળ કામ કરે છે)માં બેરોજગારી ત્રણ ટકા હતી જે મે 2020માં ઘટીને 2.5 ટકા થઈ ગઈ હતી.
જોકે અમેરિકામાં બાકી નોકરીઓમાં બેરોજગારીની દર 4.1 ટકાથી વધીને મે 2020માં 13.5 ટકા થઈ ગયો હતો.
એ સિવાય સંસ્થાએ નેશનલ ફાઉન્ડેશન ફૉર અમેરિકન પૉલિસીના હવાલાથી કહ્યું છે કે અમેરિકામાં 13મે પહેલાં એક મહિનાના સમયગાળામાં કમ્પ્યુટર સંબંધિત નોકરીઓમાં 6,25,000 જેટલી વેકેન્સી હતી.
નૅસકૉમે આ ડેટાનો સંદર્ભ આપતા બેરોજગારી દરના આધારે એચ1બી વીઝા અને ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગમાં કામ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પાબંદી ઉપર પ્રશ્ન કર્યો છે.
જોકે સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ વ્હાઇટ હાઉસે કહ્યું છે કે હાલ આ બાબતે કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો અને આ અંગે અનેક પ્રસ્તાવો પર વિચાર ચાલી રહ્યો છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















