કોરોના સંકટ વચ્ચે 20 લાખ લોકોને યાત્રી સુવિધા કેન્દ્રોથી મળી શકે છે રોજગારી - Top News

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકાર કોરોના મહામારી દરમિયાન રાષ્ટ્રીય રાજમાર્ગો તથા એક્સપ્રેસ-વેના કિનારે વ્યાવસાયિક ગતિવિધિઓ મારફતે સ્થાનિક વિકાસ અને બેરોજગાર યુવકોને રોજગારની યોજના પર કામ કરી રહી છે.
હિંદુસ્તાન અખબાર પ્રમાણે આ યોજના હેઠળ 20 લાખ યુવાનોને રોજગાર આપવા માટે રોડમૅપ તૈયાર થઈ રહ્યો છે.
સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે ગત દિવસ દિલ્હી અને મુંબઈ એક્સપ્રેસ-વે પરિયોજનાના કિનારે 80થી વધારે યાત્રી સુવિધા કેન્દ્ર બનાવવા અંગે બેઠક કરી હતી. ઉપરાંત એક્સપ્રેસ-વે પર ટાઉનશિપ, સ્માર્ટ વિલેજ, ઇકોનૉમિક હબ, લૉજિસ્ટિક પાર્કને લઈને પણ ચર્ચા વિચારણા ચાલુ થઈ છે.
મંત્રાલયના અધિકારીઓ કહે છે કે દેશના બીજા એક્સપ્રેસ વે અને રાષ્ટ્રીય રાજમાર્ગોના કિનારે કુલ બે હજાર યાત્રી સુવિધા કેન્દ્ર બનાવવાનો પ્રસ્તાવ તૈયાર છે. પહેલા માત્ર એક હજાર યાત્રી સુવિધા કેન્દ્ર બનાવવાની યોજના હતી પરંતુ તે હવે ગ્રામ્ય અર્થતંત્રને તેજ કરવા માટે સુવિધા કેન્દ્રોની સંખ્યા વધશે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશ સરહદે ચીની સેના
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ધી ટેલિગ્રાફ અખબારે કહ્યું કે ચીનની સેનાએ લેહથી અરુણાચલ પ્રદેશ વચ્ચે લાઇન ઑફ ઍક્ચુઅલ કંટ્રોલ પર પોતાની હાજરી વધારી છે.
સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રો મારફતે કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ લદ્દાખ સેક્ટરમાં દસ હજાર જેટલા સૈનિકોને તહેનાત કર્યા છે.
જોકે આ પહેલા એએનઆઈએ કહ્યું હતું કે લદ્દાખમાં ત્રણ બિંદુઓ પર ચીનના સૈનિક 2-2.5 કિલોમિટર પાછા હઠ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે ગુરૂવારે એએનઆઈએ કહ્યું કે ભારતે બંને દેશોની 3,448 સરહદ પર ચીનના સૈનિકોના જવાબમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી હતી.
સરકારી સૂત્રોના હવાલાથી સમાચાર એજન્સી એએનઆઈનું કહેવું છે કે ચીનની સેનાએ માત્ર લદ્દાખ નહીં પરંતુ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં પણ સેનાની તહેનાતી વધારી દીધી છે. ચીન તરફથી સરહદની પાછળના બિદુંઓ પર સૈનિકો અને હથિયાર પણ તહેનાત કરવામાં આવ્યા છે.
ત્યારે ટેલિગ્રાફ અખબાર લખે છે કે આ મુદ્દા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મૌન અને અનામ સરકારી સૂત્રો તરફ વિરોધાભાસી માહિતી લીક થતી હોવાથી એક મહિનાથી લદ્દાખની પરિસ્થિતિને શંકા ઊભી થઈ છે.
છેલ્લા ચાર અઠવાડિયાથી લદ્દાખમાં ચાર બિંદુઓ પર બંને દેશોની સેના આમેસામે છે.

શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કોવિડ-19નો વધારે ખતરો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ધ હિંદુ અખબારે લખ્યું છે કે કોવિડ-19ના દરદીઓની સંખ્યામાં ભારત હવે યુકેથી આગળ નીકળીને ચોથા ક્રમે પહોંચી ગયું છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆરે) ગુરુવારે કહ્યું કે દેશ અત્યારે કમ્યુનિટી ટ્રાન્સમિશન ફેઝમાં નથી પહોંચ્યો.
પ્રથમ સેરો-સર્વેના પરિમાણ જાહેર કરતા આઈસીએમઆરે કહ્યું કે શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મહામારી ફેલાવાનું સૌથી વધારે જોખમ છે અને ત્યારબાદ શહેરી વસાહતોમાં મહામારી ફેલાવાનો ખતરો છે.
આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડૉ બલરામ ભાર્ગવે એક પ્રેસ વાર્તામાં કહ્યું, "આઈસીએમઆરે એક સ્ટડી કરી હતી જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારોમાં મહામારી ફેલાવાનો ખતરો 1.09 ગણો વધારે છે અને શહેરી ઝૂંપડપટ્ટીમાં 1.89 ગણો વધારે છે. ચેપનો મૃત્યુ દર 0.08 ટકા છે જે ઘણો ઓછો છે."
સેરો સર્વેલન્સ સ્ટડીમાં 83 જિલ્લાઓના 28,595 ઘરો અને 26,400 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
ગુરૂવારે ભારત કોવિડ-19 સંક્રમણમાં યુકે કરતા આગળ નીકળી ગયું અને હાલ ચેપગ્રસ્તોની સંખ્યામાં ચોથા ક્રમે છે.
ધ હિંદુ અખબાર લખે છે કે છેલ્લા 24 કલાકમાં 11 હજાર નવા કેસ સામે આવતા દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2,97,928 થઈ ગયા છે જેમાંથી 1,42,715 કેસ ઍક્ટિવ છે. ત્યારે જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે યુકેમાં 2,92,854 કેસ છે.
ડૉ ભાર્ગવે કહ્યું કે આનો અર્થ છે કે મોટી સંખ્યામાં લોકોએ કોવિડ-19 અંગે સરકારના સૂચવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રૈકિંગ, ક્વોરૅન્ટીન અને કન્ટેન્મેન્ટ જેવા પગલાં લેતા રહેવું પડશે. ગંભીર કો-મોર્બિડ પરિસ્થિતિ ધરાવતા લોકો, ગર્ભવતીઓ અને દસ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને સાંચવીને રાખવા પડશે.

ગુજરાતમાં હવે ખાનગી લૅબોરેટરી પણ કોવિડ-19ના ટેસ્ટ કરી શકશે
ગુજરાત સરકારે કોવિડ-19ના ટેસ્ટ માટે હૉસ્પિટલમાં દાખલ થવાની શરતને હઠાવી દીધી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અખબાર લખે છે કે એમડી ડૉક્ટરના પ્રીસ્ક્રિપ્શનના આધારે કોઈ પણ વ્યક્તિ ખાનગી લૅબમાં કોવિડ-19નો ટેસ્ટ કરાવી શકે છે.
અખબાર પ્રમાણે રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે "12 જૂનથી કોઈ પણ વ્યક્તિ જે કોવિડ-19નો દરદી હોય કે સંદિગ્ધ દરદી હોય તે 1400 રજિસ્ટર્ડ એમડી ડૉક્ટરના પ્રીસ્ક્રિપ્શનના આધારે હૉસ્પિટલમાં દાખલ થયા વગર ખાનગી લૅબમાં ટેસ્ટ કરાવી શકે છે."
તેમણે આગળ કહ્યું, "અમદાવાદમાં સૌથી વધારે દરદી છે એટલે અમે અહીં એમડી ડૉક્ટરના પ્રીસ્ક્રિપશ્નના આધારે ખાનગી લૅબમાં ટેસ્ટ કરવાની પરવાનગી આપી છે."
ગુજરાતમાં કુલ 22 હજારથી વધારે કોરોના ચેપગ્રસ્તો છે જેમાંથી 70 ટકાથી વધારે દરદી અમદાવાદમાં છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















