નેપાળ અને લિપુલેખ પર સુષમા સ્વરાજના પતિએ મનીષા કોઇરાલાને આપ્યો જવાબ

ભારત-નેપાળ સંબંધો પર બોલીવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલાના ટ્વીટ પર વિવાદ સતત વધી રહ્યો છે.
હવે ભારતનાં વિદેશમંત્રી રહી ચૂકેલા દિવંગત સુષમા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે તેમના ટ્વીટના જવાબમાં કેટલાંક ટ્વીટ કર્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સ્વરાજ કૌશલે જે ટ્વીટ કર્યા છે તે કંઈક આ પ્રકારે છે :
હું તમારી સાથે વાદ-વિવાદ નહીં કરી શકું, મારી દીકરી, મનીષા કોઇરાલા. મેં તમને હંમેશાં મારા દીકરી તરીકે માન્યાં છે. જ્યારે તમે અમને 1942- અ લવ સ્ટોરીના પ્રીમિયર પર આમંત્રિત કર્યાં હતાં, ત્યારે હું સમગ્ર ફિલ્મ જોવા નહોતો રોકાઈ શક્યો, પણ સુષમાએ પૂર્ણ ફિલ્મ જોઈ હતી. ત્યારે બાંસુરી તમારા ખોળામાં બેઠી હતી.
આ માત્ર 27 વર્ષ પહેલાંની વાત છે. 1977 અને ત્યારબાદ તમે સાઉથ એક્સમાં રહેવા લાગ્યાં. તમે સાકેતના એપીજે સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં. તમારા પિતા પ્રકાશ કોઇરાલા મારા ભાઈ જેવા છે અને તમારી માતા સુષમા કોઇરાલા મારાં ભાભી તેમજ મિત્ર રહ્યાં છે. આપણે સાથે-સાથે મુશ્કેલ સમય જોયો છે.
જયારે એઇમ્સમાં તમારા દાદા બીપી કોઇરાલાને કૅન્સર હોવાનું નિદાન થયું ત્યારે હું તેમની સાથે જ હતો. મને યાદ છે કે બીપીએ મને કહ્યું હતું "આ કૅન્સરનું એડવાન્સ સ્ટેજ છે અને મારી પાસે જીવવા માટે માત્ર છ જ મહિનાનો સમય છે." ત્યારે હું દુ:ખી હતો પરંતુ તેમના ચહેરા પર નિરાશાના કોઈ ભાવ નહોતા.
હું તમારા પરિવારની ગૌરવશાળી પરંપરાથી વાકેફ છું. તમારા દાદા બીપી કોઇરાલા અને તેમના બંને ભાઈઓ એટલે કે ત્રણેય ભાઈઓ નેપાળના વડા પ્રધાન બન્યા હતા. તમારા ફોઈ શૈલજા આચાર્ય નેપાળનાં ઉપ વડા પ્રધાન હતાં.

સ્વરાજ કૌશલે ટ્વીટમાં એમ પણ કહ્યું કે હું એ પણ જાણું છું કે તમારા પરિવારે કેટલો સંઘર્ષ કર્યો છે. તમારા દાદા બીપી કોઇરાલા 18 વર્ષ સુધી જેલમાં હતા. તેમનો જીવ એટલે બચ્યો કે હિંદુ રાષ્ટ્ર નેપાળમાં એક બ્રાહ્મણને ફાંસી નથી આપવામાં આવતી. તમારાં ફોઈ (બીપી કોઇરાલાનાં પુત્રી)એ પણ જેલમાં આઠ વર્ષ વિતાવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અને હવે હું તમારા પિતા પ્રકાશ કોઇરાલા વિશે જણાવું. તેઓ નેપાળના કૉંગ્રેસના સંઘર્ષના સમયમાં તેમની સાથે હતાં. હું બધા વિશે વિચારું છું. જેપી, લોહિયા, ચંદ્રશેખરજી, જ્યોર્જ ફર્નાન્ડીઝ. વર્ષ 1973માં હું પણ કેટલાંક સપ્તાહ માટે નેપાળમાં હતો અને મહેલના અંદરના આંગણામાં પહોંચી ગયો હતો.
અમે લોકતંત્રના આપના સંઘર્ષમાં આપની સાથે હતા. ત્યાં ભારત કે ભારતીયો જેવું કશું જ નહોતું. એક વખત જ્યારે રાજા સાથે સમજૂતી થઈ ગઈ હતી તો અમારે કશું જ નહોતું જોઈતું. જ્યારે એક સાંસદની દૃષ્ટિએ તમારા વિચારો વિશે જાણ થઈ. હું ખૂબ દુ:ખી થયો. પણ ત્યારે મેં એમ વિચાર્યું કે એ નેપાળી રાજનીતિની અનિવાર્યતા હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતીયોને જાણ હોવી જોઈએ કે એ સમયે દુનિયાના એકમાત્ર હિંદુ રાષ્ટ્રને ખત્મ કરી નાખવા કાવતરાં ચાલતાં હતાં. કાવતરાં કરનારા લોકો માઓવાદીઓ સાથે ભળી ગયા હતા. તેમણે એકમાત્ર હિંદુ રાષ્ટ્રને ખત્મ કરી દીધું. તેમનું મિશન પૂરું થઈ ગયું હતું.
તેનું પરિણામ એ આવ્યું કે કૉમ્યુનિસ્ટોએ ચીનને ભારત વિરુદ્ધ વાપરવાનું શરૂ કરી દીધું અથવા તો પછી એમ કહી શકાય કે ચીને કૉમ્યુનિસ્ટોને ભારત વિરુદ્ધ ભડકાવવાનું શરૂ કરી દીધું.
પરિણામ સ્વરૂપ પારંપરિક રૂપથી હિમાલય સુધી જનારી ભારત-ચીન સીમા હવે બીરગંજ સુધી છે.
ભારતને નેપાળથી ફરિયાદો હોઈ શકે છે અથવા નેપાળને ભારત સાથે ગંભીર મામલા હોઈ શકે છે. તે નેપાળ અને ભારત વચ્ચેની વાત છે. તમે ચીનને વચ્ચે કેવી રીતે લાવી શકો છો? આ આપણા માટે જ ખોટું છે. અને તે નેપાળ માટે પણ સારી બાબત નથી.
જ્યારે તમે ચીનને વચ્ચે લાવો છો, તમે અમારી સાથે જોડાયેલો હજારો વર્ષ જૂનો સંબંધ તોડી રહ્યા છો. તમે આપણો પરસ્પરના કબજાનો નાશ કરી રહ્યા છો. અને સૌથી જરૂરી વાત, એક સંપ્રભુ દેશના નાતે તમે પોતાના દેશની પરિસ્થિતિને પણ નીચે લાવી રહ્યાં છો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
મનીષા કોઇરાલાઓ નેપાળના વિદેશમંત્રી પ્રદીપ ગયાવલીના એક ટ્વીટને રીટ્વીટ કર્યું હતું.
નેપાળના વિદેશમંત્રીએ નેપાળીમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે આ જાણકારી સાર્વજનિક કરવામાં આવી હતી કે નેપાળના મંત્રી પરિષદે લિમ્પયુધારા, લિપુલેખ અને કાલાપાનીને નવા નકશામાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે જલદી બહાર પાડવામાં આવશે.
આ ટ્વીટ બાદ મનીષા કોઇરાલાએ નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વિક્રમ શાહના ટ્વીટને રીટ્વીટ કર્યું હતું પણ તેમાં કશું લખ્યું નહોતું.
તેમાં પણ લોકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે. નેપાળના પૂર્વ નરેશે લિમ્પયુધારા, કાલાપાની અને લિપુલેખને નવા નકશામાં સમાવવા બદલ સમર્થન આપ્યું છે.
નેપાળી નાગરિકતા ધરાવતાં મનીષા કોઇરાલા બોલીવૂડનાં જાણીતા અભિનેત્રી છે.
તેઓ લગભગ 30 વર્ષથી બોલીવૂડમાં સક્રિય છે અને નેપાળના રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે. હાલમાં જ તેઓ નેટફ્લિક્સની મસ્કા ફિલ્મમાં નજરે આવ્યાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















