કૃષિને મજબૂત કરવા એક લાખ કરોડનું ફંડ, નાણામંત્રીએ બીજી શું જાહેરાત કરી?

ઇમેજ સ્રોત, ANI
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત ત્રીજી વખત પત્રકારપરિષદ સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી હતી.
આ સાથે જ તેમણે આત્મનિર્ભર ભારત યોજનાની જાહેરાત પણ કરી હતી.
આ ભંડોળ અંતર્ગત કયા વર્ગને કેટલી સહાય આપવામાં આવશે, એ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવારથી દરરોજ પત્રકારપરિષદ યોજે છે.
આજની પત્રકાર પરિષદમાં તેમણે કૃષિ, સિંચાઈ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ મામલે જાહેરાત કરી હતી.

મહત્ત્વની જાહેરાત
- કૃષિ ઇન્ફ્રાની મજબૂતી માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ. કૃષિની અલગ-અલગ સંસ્થાઓને મદદ અપાશે.
- સ્થાનિક પ્રૉડક્ટને વૈશ્વિક બનાવવા માટે 10 હજાર કરોડનું ભંડોળ.
- લૉકડાઉનમાં 74300 કરોડ રૂપિયાની કૃષિ-પ્રૉડક્ટ ખરીદવામાં આવી
- ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને તેની મજબૂતી માટે સરકાર 1 લાખ કરોડ રૂપિયા ફાળવશે.
- મત્સ્યસંપદા યોજના અંતર્ગત માછીમારો માટે 20 હજાર કરોડ રૂપિયાની ફાળવણી
- મત્સ્યોદ્યોગમાંથી 1 લાખ કરોડની નિકાસ થશે અને 55 લાખ લોકોને રોજગારી મળી શકશે .
- લૉકડાઉનમાં દોઢ કરોડ પશુઓને રસી આપવામાં આવી.
- ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 15 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
- પશુઓને બીમારીથી બચાવવા માટે 13,343 કરોડ રૂપિયાની ફાળવણી.
- સપ્લાય ચેઇનને સ્થિર કરવા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી.
- હવે અનાજ, ડુંગળી, બટેટા વગેરે વેચવા માટે એક કેન્દ્રીય કાયદો આવશે, જેનાથી ખેડૂત તેને સારા ભાવે અન્ય રાજ્યોમાં વેચી શકશે.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


















