કોરોના લૉકડાઉન : અર્થતંત્રની આગને ધોધમાર વરસાદની જરૂર છે ત્યારે છૂટક ઝાપટાંથી શું વળશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
અગાઉ કોરોના વાઇરસને પગલે અર્થતંત્રને મુશ્કેલીમાંથી ઉગારવા માર્ચ મહિનામાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જાહેર કરેલ પગલાંને કારણે 3,74,000 કરોડની તરલતા એટલે કે લિક્વિડિટી અથવા નાણાં પુરવઠાનો એક બૂસ્ટર ડોઝ અર્થવ્યવસ્થાને આપવામાં આવ્યો હતો અને કેન્દ્રે એક લાખ 70 હજાર કરોડનું રાહત પૅકેજ જાહેર કર્યું હતું.
ત્યારબાદ રિઝર્વ બૅન્કે ફરીથી બીજો બૂસ્ટર ડોઝ કૃષિ, બાંધકામ અને નાનાં એકમો અને વ્યાપારીઓને આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસને પગલે દેશમાં લૉકડાઉનની મર્યાદા, જે 14 એપ્રિલે પૂરી થતી હતી, તેને લંબાવી 3જી મે કરવામાં આવી સાથે-સાથે કેન્દ્ર તરફથી જે નિકાસ કરતાં એકમો છે તેને 21 એપ્રિલે શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી.

રેપો રેટ દ્વારા રાહત

ઇમેજ સ્રોત, Getty Images
દેશમાં લૉકડાઉનની પરિસ્થિતિને લીધે વ્યાપારઉદ્યોગ આજે સંકટનો સામનો કરી રહ્યો છે, જેનાથી બેરોજગારીની સમસ્યા વકરશે તેવું લાગી રહ્યું છે.
રિઝર્વ બૅન્કે અર્થતંત્રને વેગ આપવા માટે ફરી વખત રિવર્સ રેપો રેટમાં ઘટાડો કર્યો છે, તેમજ વિવિધ ક્ષેત્રે આર્થિક પૅકેજ જાહેર કર્યાં છે.
રિઝર્વ બૅન્કે રેપો રેટને યથાવત્ રાખી રિવર્સ રેપો રેટમાં 25 બેસિસ પૉઇન્ટ જેટલો ઘટાડો કરી 3.75 ટકા કરવાની જાહેરાત કરી હતી.
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે NPA માટેની મર્યાદા 90 દિવસ લંબાવી 180 દિવસ તથા એન.બી.એફ.સી. (નૉન-બૅન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઝ) દ્વારા રિયલ એસ્ટેટક્ષેત્રને આપવામાં આવેલી લૉનને વાણિજ્ય બૅન્કો દ્વારા આપવામાં આવતી લૉન સમકક્ષ લાભ આપવાની જાહેરાત કરી છે.
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે બૅન્કના ધિરાણમાં સરળતા રહે અને નાણાકીય તરલતા જળવાઈ રહે તે આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ છે તેમ કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ગામડાં અને લઘુઉદ્યોગોને રાહત
બજારોમાં કામગીરી ચાલુ રહે તે માટે રિઝર્વ બૅન્કે નાબાર્ડને 25,000 કરોડ રૂપિયા, જયારે નેશનલ હાઉસિંગ બૅન્કને 10,000 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
આમ થવાથી કૃષિ તેમજ હાઉસિંગક્ષેત્રે નવાં રોકાણો આવતાં રોજગારી વધશે. આ બંને ક્ષેત્રો દેશમાં મહત્તમ રોજગારી આપે છે.
આ ઉપરાંત રિઝર્વ બૅન્કે SIDBI (સ્મૉલ ઇન્ડસ્ટ્રિઝ ડેવલપમૅન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા) માટે પણ રૂ. 15,000 કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યું. આનાથી નાનાં એકમોને નાણાકીય તકલીફ નહીં પડે, તેમજ રોજગારી જળવાઈ રહેશે અને નવી રોજગારી ઊભી થશે.

TLTRO : રાહતનું ટાર્ગેટ

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉપરાંત રિઝર્વ બૅન્કે ટાર્ગેટ લૉન્ગ ટર્મ રેપો ઑપરેશન-2 (TLTRO)ની જાહેરાત કરી. જેમાં રૂ. 50,000 કરોડ નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશનને ફાળવ્યા છે.
આને લીધે નાણાકીય તરલતા વધશે. આ સંસ્થાનો સૂક્ષ્મ ઉદ્યોગો અને નાના વેપારીઓને લૉનની સુવિધા આપશે જેથી રોજગારી વધશે.
ટાર્ગેટ લૉન્ગ ટર્મ રેપો ઑપરેશન્સ (TLTRO) હેઠળ ક્રૅડિટ સંસ્થાઓને જે ધિરાણ આપવામાં આવે છે તે લાંબા સમય માટે આકર્ષક શરતોએ આપવામાં આવશે જેથી બૅન્કોને લૉન આપવામાં સુગમતા રહેશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
RBI: બૅન્કોની બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images
આમ નાણાકીય તરલતા અને રોજગારી આ બે મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં લઈને રિઝર્વ બૅન્કે તેના બીજા રાહત પૅકેજમાં પગલાં ભર્યાં છે.
આ ઉપરાંત બૅન્કો પાસે ધિરાણ માટે વધુ મૂડી રહે તે માટે રિઝર્વ બૅન્કે રાહત આપી છે અને બૅન્કો તેના નફામાંથી જે ડિવિડન્ડ આપતી હતી, તે ડિવિડન્ડ મોકૂફ રાખી વધારાની મૂડી બૅન્કો ઉદ્યોગોને ધિરાણ તરીકે આપશે, જેનાથી ઉદ્યોગોને નાણાકીય તકલીફ વેઠવી નહીં પડે.
આમ રિઝર્વ બૅન્કની આ પોલિસીમાં સંગઠિત તેમજ અસંગઠિતક્ષેત્રે કામ કરતી કરતા નાના વેપારીથી લઈ મોટી કંપનીઓ સુધી નાણાકીય પ્રવાહ જળવાઈ રહે અને આવનાર સમયમાં વધુ લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો દેખાય છે.
નાબાર્ડ અને હાઉસિંગક્ષેત્રે રૂ. 50 હજાર કરોડનું પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી ગ્રામીણ કૃષિ તેમજ સંલગ્ન એકમોને લાભ મળશે.

આંકડાઓની આગાહી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આમ ગ્રામીણ બજાર સુધારતાં લોકોના હાથમાં પૈસા આવશે અને ખરીદશક્તિ વધશે જેની હકારાત્મક અસર ગ્રામીણ અર્થતંત્ર પર પડશે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કૉમર્શિયલ પ્રોજેક્ટ હેઠળ અપાયેલ લૉનને રિઝર્વ બૅન્કે એક વર્ષની રાહત આપી છે, જેનાથી રિયલ એસ્ટેટ માટે મોટી રાહત ઊભી થશે.
ખેતી પછી રિયલ એસ્ટેટક્ષેત્ર સૌથી મોટી રોજગારી ઉભી કરનારું ક્ષેત્ર ગણાય છે, ત્યારે આ ક્ષેત્રની તરલતામાં વધારો તેને સંલગ્ન એવા સિમેન્ટ, સ્ટીલ, સિરામિક, પાઇપ વગેરે ઉદ્યોગોને બેઠાં કરી શકશે.
આમ રિઝર્વ બૅન્કની આ પોલિસી આર્થિકક્ષેત્રેમાં રોજગારી ઊભી કરવા માટે મદદ પણ કરશે.
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું હતું કે મોંઘવારીનો દર ઓછો હોવાને કારણે રિઝર્વ બૅન્કની નાણાકીય પોલિસીને ધિરાણનો પ્રવાહ વધારવાનો અવકાશ મળી રહ્યો છે.
તેમણે 2021ના પહેલા ક્વાર્ટરમાં મોંઘવારી દર 4.8 ટકાથી બીજા ક્વાર્ટરમાં 4.4 ટકા, ત્રીજામાં 2.7 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 2.4 ટકા રહેશે તેવો અંદાજ મૂક્યો છે.
તેમણે નેશનલ સ્ટૅટેસ્ટિક ઑફિસના ડેટાને ટાંકતા કહ્યું હતું કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચ 2020માં 70 બેસિસ પૉઇન્ટ ઘટી 5.9 થયો હતો. (આ આંકડો 19 માર્ચ 2020 સુધીના ડેટા ઉપર આધારિત છે.)
આ ડેટા અનુસાર, ફૂડ ઇન્ફ્લૅશનમાં 160 બેસિસ પૉઇન્ટનો ઘટાડો થયો છે, જોકે ગવર્નરે આર્થિક વિકાસના લક્ષ્યાંકો અંગે ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે પોતાના અંદાજો દર્શાવ્યા છે એની ખાસ ચર્ચા કરી નહોતી.
વળી, રિઝર્વ બૅન્ક તરફથી પણ કોઈ આર્થિક વિકાસક્ષેત્રે થયેલી પ્રગતિના આંકડા આપવામાં આવ્યા નહોતા.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
પૅકેજ, અસર અને અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
ઍક્સ્પર્ટનું માનવું છે કે રિઝર્વ બૅન્કની પ્રાથમિકતા હવે બજારમાં તરલતા જળવાઈ રહે તે માટેની રહી છે પરંતુ રેપો રેટ વધારે ઘટાડવા તરફ તેનું વલણ નથી.
ઍક્સ્પર્ટનું માનવું છે કે પહેલાં જે માર્કેટ ટ્રાન્સમિશન ચેનલ કાર્યરત હતી, તેનો આમાં કોઈ ઉલ્લેખ નથી.
જ્યારે જી.ડી.પી. (ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ, સકળ ઘરેલું ઉત્પાદન) વિકાસદર ઘટી રહ્યો છે ત્યારે આ માર્કેટ ટ્રાન્સમિશન ચેનલ તૂટી રહી હોવાનું લાગી રહ્યું છે જે આશ્ચર્યજનક બાબત છે.
અત્યારે અર્થવ્યવસ્થા મહાભયાનક આગ લાગી હોય તેવી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે, પણ સંસ્થાગત સંવેદનાનો અભાવ અને બૅન્કોની નોકરશાહીની ઢીલમાં બહુ બદલાવ દેખાતો નથી.
હજુ 27 માર્ચે જાહેર કરવામાં આવેલા પૅકેજનો લાભ પૂરેપૂરો નીચે સુધી પહોંચ્યો નથી, ત્યાં શક્તિકાંતા દાસનું આ બીજું પૅકેજ આવ્યું. આ પૅકેજની સૌથી સારી બાબત, 50,000 કરોડનું ડેડિકેટેડ ફંડ NBFC અને SME માટે રાખવામાં આવ્યું છે તે છે.
અગાઉના એક લાખ કરોડના TLTROનો લાભ મોટા ઉદ્યોગગૃહો ગળી જશે પરંતુ આ લાભ જેમના માટે છે તેમને જ મળશે અને એ આવકાર્ય પણ છે. જોકે, એ સિવાય આ તૂટકતૂટક લેવાતાં પગલાંથી બહુ મોટો લાભ થાય તેવું દેખાતું નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અર્થતંત્રમાં આગ

ઇમેજ સ્રોત, Getty Images
અર્થતંત્રમાં આગ લાગી છે ત્યારે જરૂર છે ધોધમાર વરસાદની છે અને શક્તિકાંતા દાસના આ સરવડિયાંથી ધાર્યો લાભ મેળવી શકાશે કે કેમ એ શંકાનો વિષય છે.
આ સમય આક્રમકનીતિ સાથે ધોધમાર વરસાદ વરસાવવાનો છે. સપાટો બોલાવવાનો છે, ત્યારે હજુ પૂરેપૂરી મુઠ્ઠી ખોલતાં રિઝર્વ બૅન્ક ખચકાઈ રહી હોય તેવું લાગે છે.
કદાચ નોકરશાહ તરીકેનો ભૂતકાળ ક્રિઝ બહાર જઈને બેટિંગ કરતાં એમને રોકે છે. જો કે આનો સંપૂર્ણ અપયશ શક્તિકાંતા દાસને આપવો તે બરાબર નથી.
આટલી બધી આર્થિક કટોકટી આવી છે, ત્યારે દેશનાં નાણામંત્રી શું ગુપ્તવાસમાં છે? ચાલો એમને મુશ્કેલી છે તો નાણાસચિવે મોરચો સંભાળી લેવો જોઈએ પણ તેઓ ક્યાંય દેખાતા નથી.
એમની જગ્યાએ જેની પાસે કોઈ જ સત્તા નથી તે નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને ક્યારેક ચીફ ઇકૉનૉમિક ઍડવાઇઝર કૃષ્ણમૂર્તિ માધ્યમો સામે હાજર થાય છે. સ્વાભાવિક છે એમની વિશ્વસનીયતાની બહુ મોટી મર્યાદા છે.
હસમુખ અઢિયા જ્યારે નાણાસચિવ હતા ત્યારે બજેટ બાદ દેશભરમાં ફરી વળીને બજેટમાં આવકવેરાની રાહતો સમેત અન્ય જે કાંઈ પગલાં લેવાયાં હતાં તેના વિશે વાત કરી હતી.
અરુણ જેટલી જેવા નાણાંમંત્રી હોવા છતાં હસમુખ અઢિયા આ ચર્ચાઓમાં છવાઈ ગયા હતા. અત્યારે એથી ઊલટું થઈ રહ્યું છે.
નાણામંત્રી ગુપ્તવાસમાં છે અને કેન્દ્રીય નાણાસચિવ મૌન વ્રત ધરીને બેઠા છે.
પરિણામે સરકાર નહીં પણ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા થોડું ઘણું પણ પડ ગાજતું રાખી રહી છે. શક્તિકાંત દાસની આ મર્યાદાઓ આપણે સમજવી જોઈએ.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર કેન્દ્રીય નાણામંત્રી અથવા નાણાખાતાના નીતિ વિષયક બાબતોના પ્રવકતા ન બની શકે.

અમંગળની આશંકા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
અર્થવ્યવસ્થાની આગ બુઝાવવા માટે ભવિષ્ય માટેની જોગવાઈઓ ગજવામાં રાખી કટકે-કટકે પૅકેજ જાહેર કરવાથી ધાર્યાં પરિણામો મેળવી શકાશે નહીં.
વળી, રિવર્સ રેપો રેટ અને રેપો રેટ વચ્ચે 65 પૉઇન્ટનો ફરક છે એટલે બૅન્કો RBIમાં પોતાના ફાજલ નાણાં પાર્ક નહીં કરે, તેમ માની લેવાનું કોઈ કારણ નથી.
સ્વાભાવિક રીતે બૅન્કોના વડાઓ રૂઢિચુસ્ત વિચારધારા ધરાવનારા હોય છે એટલે વળતર ઓછું મળે, તો પણ તે રિઝર્વ બૅન્કમાં ડિપૉઝિટ મુકવા માટે નજર કરશે.
આવા સમયે અમુક ચોક્કસ રકમની નાણાકીય મર્યાદામાં જ બૅન્કો રિઝર્વ બૅન્કમાં ડિપૉઝિટ મુકી શકે તેવો નિયમ કર્યો હોય તો ઉપયોગી થઈ શકે છે. આમ જે કામ રિવર્સ રેપો રેટ ઘટાડવાથી ના થયું તે કામ બૅન્ક દીઠ રકમની મર્યાદા મૂકવાથી થઈ શકે છે.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો

સરવાળે રિઝર્વ બૅન્કના આ પૅકેજના આ લેખની શરૂઆતમાં અને મધ્યમાં જણાવેલા ફાયદા જરૂર છે, પણ આજની તારીખમાં જરૂરિયાતો ઘણી મોટી છે અને આ પ્રકારના થાગડથીગડથી ધાર્યું પરિણામ મેળવી શકાશે નહીં એવી દહેશત રહેશે.
આશા રાખીએ આ દહેશત ખોટી પડે. દરમિયાન કેન્દ્ર સરકારનું નાણાખાતું પણ જાગે અને નિર્મલા સીતારમણ નાણામંત્રી છે તેનો દેશને અહેસાસ થાય એવી અર્થવ્યવસ્થાને સજીવન કરતી નીતિઓ સાથે બહાર આવે.
આપણે સમજવું જોઇએ કે રિઝર્વ બૅન્કના માથે દેશના નાણામંત્રાલયનો ભાર નાખી શકાય નહીં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















