કોરોના વાઇરસ : રાજસ્થાનના ભીલવાડામાં કેમ બધું જ દાવ પર લાગેલું છે?

કોરાના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી ગુજરાતી માટે, ભીલવાડા (રાજસ્થાન)થી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

રાજસ્થાનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 45 કેસ સામે આવ્યા છે, જેમાં 21 પૉઝિટિવ કેસ માત્ર ભીલવાડામાં જ છે.

રાજ્યમાં કોરોના વાઇરસને કારણે પહેલું મૃત્યુ ગુરુવારે ભીલવાડામાં થયું હતું. બાદમાં ગુરુવારે રાતે જ અન્ય એક વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થયું.

સ્થાસ્થ્યવિભાગે ભીલવાડાને સંવેદનશીલ ગણતાં 332 મેડિકલ ટીમો દ્વારા શહેરનાં એક લાખ ઘરોમાં પાંચ લાખ સભ્યો અને 1948 ટીમોના માધ્યમથી 19 લાખ ગ્રામીણ લોકોનો સર્વે કર્યો છે.

રાજસ્થાનના ચિકિત્સામંત્રી રઘુ શર્માએ વીડિયો જાહેર કરીને કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની સંખ્યા વધી છે. ભીલવાડામાં અંદાજે 28 લાખ લોકોમાંથી 24 લાખ લોકોનું સ્ક્રિનિંગ કર્યું છે.

તેઓએ કહ્યું, "ભીલવાડામાંથી લેવાયેલાં સૅમ્પલની ચકાસણી થઈ રહી છે. આગામી દિવસોમાં વધુ 700 સૅમ્પલની ચકાસણી કરાશે. બાકી રહેલા ગ્રામીણ વિસ્તારના ચાર લોકોનું સ્ક્રિનિંગ પણ બે દિવસમાં પૂરું કરી દેવાશે."

ભીલવાડા, જયપુર, ઝૂંઝણુ અને જોધપુરમાં ગુરુવારે પણ નવા કેસ સામે આવ્યા છે. પ્રદેશમાં કોરોના વાઇરસ પૉઝિટિવની કુલ સંખ્ય હવે 45 થઈ ગઈ છે.

માત્ર ભીલવાડામાં જ 21 પૉઝિટિવ કેસ આવતાં સરકારની ચિંતા વધી ગઈ છે. ગુરુવારે રાજસ્થાનમાંથી પાંચ કેસ સામે આવ્યા, જેમાંના બે ભીલવાડાના છે.

line
કોરોના વાઇરસ
line

રાજસ્થાનનું ઇટાલી બનશે ભીલવાડા?

સ્થાનિકો

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC

ભીલવાડા આ સમયે 'રાજસ્થાનું ઇટાલી' બન્યું છે. અહીં સૌથી વધુ કેસ છે અને કેસની સંખ્યા સતત વધી રહી છે. તેમ છતાં બે દિવસથી રાજસ્થાનના ચિકિત્સામંત્રી રઘુ શર્મા અને ભીલવાડાના ધારાસભ્ય વિઠ્ઠલ શંકર અવસ્થી વચ્ચે સ્થાનિક સ્થિતિ પર વાત થઈ નથી.

વિઠ્ઠલ શંકર અવસ્થીનું કહેવું છે કે ચિકિત્સામંત્રી સાથે તેમની બે દિવસ પહેલાં વાત થઈ હતી, બાદમાં વાત થઈ નથી. જોકે તેઓએ એમ પણ કહ્યું કે તેઓ સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં છે.

ભીલવાડાના આર.કે. કૉલોનીના નિવાસી લોકેશે જણાવ્યું કે મેડિકલ ટીમ બે દિવસ પહેલાં તેમના ઘરે સર્વે માટે આવી હતી. ટીમે ઘરના સભ્યો અંગે, કોઈ બીમાર છે કે કેમ, વિદેશયાત્રાથી કોઈ આવ્યું છે કે બાંગડ હૉસ્પિટલની સ્થિતિ સહિતની જાણકારી મેળવી હતી.

ભીલવાડાના કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટે બીબીસીને કહ્યું, "અત્યાર સુધીમાં એક લાખ સાત હજાર ઘરોમાં મેડિકલ ટીમે પાંચ લાખ 33 હજાર લોકોનો સર્વે કર્યો છે અને ગ્રામીણ વિસ્તારમાં ગુરુવાર સુધીમાં 19 લાખ લોકોનો સર્વે પૂરો થઈ જશે. જિલ્લામાં 28 લાખ 50 હજાર વસ્તીનો સર્વે કરાશે."

સર્વે પૂરો થયા બાદ ફરીથી સર્વે કરાશે, જે કોરોના ચેન બ્રૅક થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

ભટ્ટે કહ્યું કે સર્વેમાં લક્ષણો ધરાવતી કે શંકાસ્પદ જણાતી વ્યક્તિને આઇસોલેટ કરીને ડૉક્ટરોના નિરીક્ષણમાં રખાઈ રહી છે.

line

ઘરે-ઘરે જઈને ટીમો સર્વે કરી રહી છે

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભીલવાડામાં સતત કોરોનાને કેસ વધતાં ચિંચિત સરકારના સ્વાસ્થ્યવિભાગે મેડિકલ ટીમ બનાવી છે. ભીલવાડા કલેક્ટરનું કહેવું છે કે શહેરી અને ગ્રામીણ ક્ષેત્ર માટે અલગઅલગ ટીમની રચના કરાઈ છે.

આ ટીમ સીએમએચઓ અને પીએમઓના બનાવેલા ફૉર્મેટ આધારે જ ઘરોમાં જઈને સર્વે કરી રહી છે.

ટીમ લોકો પાસેથી જાણકારી મેળવી રહી છે કે ઘરમાં કોઈ વિદેશથી આવ્યા છે કે કેમ. વિદેશથી આવેલા લોકો કોઈને મળ્યા છે કે નહીં. પરિવારમાં કોઈને ખાંસી, શરદી કે તાવ તો નથી ને. પરિવારમાં કોઈની સારવાર બાંગડ હૉસ્પિટલમાં થઈ છે કે કેમ. આ સિવાય કોરોનાનાં લક્ષણોની પણ તપાસ કરાઈ રહી છે.

બાંગડ હૉસ્પિટલની ઓપીડીમાં સારવાર કરાવનાર લોકોની સૂચિ પણ ટીમની પાસે છે, જેના આધારે આ ટીમ એ સર્વે કરી રહી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આ લોકોમાં કોઈ સ્વાસ્થ્ય સંબંધી ફેરફાર જણાયા છે કે કેમ.

ભીલવાડાના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્યઅધિકારી (સીએમએચઓ) ડૉક્ટર મુસ્તાક અહમદે જણાવ્યું કે અહીં કોરોના પૉઝિટિવ કેસ ખાનગી હૉસ્પિટલ બાંગડમાંથી આવ્યા છે. જે પણ કેસ આવ્યા છે એ બધાના પરિવારજનોની સારવાર પણ કરાઈ રહી છે.

ડૉક્ટર અહમદનું કહેવું છે કે ભીલવાડામાંથી આવેલા પૉઝિટિવ કેસમાંથી ચાર લોકો જયપુરમાં દાખલ છે અને અન્ય બધા એમજી હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં ભરતી છે.

તેઓએ જણાવ્યું કે ભીલવાડામાં અંદાજે 400 લોકોને ક્વૉરેન્ટાઇન અને આઇસોલેશનમાં રાખેલા છે.

line

રાજસ્થાનમાં કોરોનાથી પહેલું મૃત્યુ, પરિવારમાં બે પૉઝિટિવ

કોરોના વાઇરસનો પ્રકોપ

ઇમેજ સ્રોત, Getty Images

ભીલવાડામાં ગુરુવારે 73 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. મૃતકના પુત્ર અને તેમના પૌત્ર પણ કોરોના પૉઝિટિવ છે.

ધારાસભ્ય વિઠ્ઠલ શંકર અવસ્થીએ બીબીસીને કહ્યું કે ગુરુવારે કોરોના વાઇરસના ચેપનો અને કિડનીમાં તકલીફ સહિત ઘણી બીમારીઓનો ઇલાજ કરાવી રહેલા 73 વર્ષીય નારાયણ સિંહનું મૃત્યુ થયું હતું.

તો કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટનું કહેવું છે કે વૃદ્ધનું મૃત્યુ કિડનીની બીમારી અને બ્રેઇન સ્ટ્રૉકની સારવાર દરમિયાન થયું હતું.

તેઓ 4-11 માર્ચ સુધી બાંગડ હૉસ્પિટલમાં કોમાની સ્થિતિમાં ભરતી હતા. બાંગડ હૉસ્પિટલના ડૉક્ટરોની સલાહ પ્રમાણે તેમને પહેલેથી જ ઘરે લઈ જવાયા હતા.

ભટ્ટે જણાવ્યું કે ડૉક્ટરોએ દર્દીના મૃત્યુનાં તત્કાળ કારણોમાં કોમા અને કિડની સહિતની અનેક બીમારીઓને જવાબદાર ગણાવી છે.

રાજસ્થાનના અધિક મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ના જણાવ્યા અનુસાર, ગુરુવારે રાતે ભીલવાડામાં વધુ એક કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ થયું છે. 60 વર્ષીય અન્ય એક વ્યક્તિનું મૃત્યુ પણ કિડની અને હૃદય સંબંધિત બીમારીને કારણે થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પહેલાં 20 માર્ચે ઇટાલીના એક નાગરિકનું મૃત્યુ પણ કિડની સાથે જોડાયેલી બીમારીથી થયું હતું.

ઇટાલીની આ વ્યક્તિનો કોરોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, પરંતુ સારવાર બાદ તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો. બાદમાં તેમને ઇટાલીના દૂતાવાસ સાથે સંપર્ક કરીને કિડની સંબંધિત બીમારીની સારવાર માટે જયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

રાજસ્થાનમાં થયેલાં ત્રણ મૃત્યુ પાછળ કિડની અને હૃદય સંબંધિત બીમારીને કારણભૂત માનવામાં આવે છે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

સરકારે અત્યાર સુધીમાં શું-શું કર્યું?

સૌથી વધુ કોરોનાના પૉઝિટિસ કેસને કારણે ભીલવાડા રાજસ્થાનમાં કોરોનાનું કેન્દ્રબિંદુ બન્યું છે. અહીં 19 માર્ચે પહેલી વાર બાંગડ હૉસ્પિટલના ડૉક્ટર આલોક શર્મા સહિત છ લોકોનો એકસાથે કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હત અને એ બાદ રાજસ્થાન સરકાર હરકતમાં આવી હતી.

પહેલો મામલે સામે આવતાં જ અહીં કર્ફ્યુ લગાવી દેવાયો હતો. જિલ્લાની સરહદોને 13 ચેક પોસ્ટના માધ્યમથી સીલ કરી દેવાઈ છે. ભીલવાડાની સીમા સાથે જોડાયેલા રાજ્ય અને જિલ્લામાંથી ભીલવાડામાં અવરજવર સંપૂર્ણ પ્રતિબંધિત છે.

કોરોના વાઇરસથી બચવા અને નિયંત્રણ માટે જિલ્લાની હૉસ્ટેલો, હોટલો અને રિસોર્ટ સહિત ઘણી ઇમારતોમાં સરકારે અંદાજે ચાર હજાર ક્વૉરેન્ટીન બેડ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. સાથે જ ખાનગી હૉસ્પિટલ અને જિલ્લા હૉસ્પિટલમાં 80 બેડના આઇસોલેશન વૉર્ડ તૈયાર કરી દીધા છે.

જિલ્લામાં 6,445 લોકોને હોમ ક્વૉરેન્ટાઇન કરાયા છે, 381થી વધુ સૅમ્પલની ચકાસણી કરાઈ છે અને સર્વે દરમિયાનના 149 લોકોને 'હાઈ રિસ્ક કૅટેગરી'માં રાખવામાં આવ્યા છે.

શહેરમાંથી ગ્રામીણ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને સતત સર્વે કરીને સ્વાસ્થ્યવિભાગની મેડિકલ ટીમ જિલ્લામાં 28 લાખ 50 હજાર લોકોની સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી મેળવી રહી છે.

કલેક્ટર કાર્યાલય પરિસરમાં જ 'વૉર રૂમ' અને 'કોરોના કંટ્રોલ રૂમ' બનાવાયા છે. બાંગડ હૉસ્પિટલમાં 4થી 11 માર્ચ સુધી ભરતી રહેલા દર્દીઓને સૂચિ તૈયાર કરીને તપાસ કરાઈ રહી છે.

બાંગડ હૉસ્પિટલમાંથી કોરોનાના સંક્રમિત મામલા બાદ અહીં એક કિલોમીટર સુધીનો વિસ્તાર સીલ કરી દેવાયો છે અને કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

line

રાજ્યમાં ક્યાં કેટલા કેસ?

  • ભીલવાડા જિલ્લામાં અત્યાર સુધીમાં 21 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે. આ રાજસ્થાનના કોઈ પણ જિલ્લાના સૌથી વધુ પૉઝિટિવ કેસ છે.
  • ઝૂંઝણુમાં છ પૉઝિટિવ કેસ છે, જ્યારે અહીં 190 સૅમ્પલની ચકાસણી થવાની બાકી છે.
  • જયપુરમાં અત્યાર સુધીમાં નવ પૉઝિટિવ કેસ સામે આવ્યા અને હજુ 42 સૅમ્પલની ચકાસણી બાકી છે.
  • પાલીમાં 24 સૅમ્પલની ચકાસણી કરાઈ, જેમાં એક કેસ પૉઝિટિવ આવ્યો છે.
  • પ્રતાપગઢ જિલ્લામાં 25 સૅમ્પલની ચકાસણીમાં બે કેસ પૉઝિટિવ મળ્યા છે.
  • સીકર જિલ્લામાં 66 સૅમ્પલની ચકાસણીમાં એક કેસ પૉઝિટિવ આવ્યો છે.
  • જોધપુર જિલ્લાનાં 136 સૅમ્પલની ચકાસણી કરાઈ, જેમાં પાંચ પૉઝિટિવ કેસ સામે આવ્યા છે અને 19નો રિપોર્ટ બાકી છે.
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો