NSUIના કાર્યકરો સાથે સંઘર્ષ મુદ્દે ABVP : આ ગાંધીનો સમય નથી - Top News

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર એ.બી.વી.પી. અને એન.એસ.યુ.આઈ. વચ્ચે થયેલા ઘર્ષણ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં એબીવીપીના પ્રવક્તાએ કહ્યું, "આ ગાંધીનો સમય નથી"

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (એ.બી.વી.પી.) ગુજરાતના પ્રવક્તા સમરથ ભટ્ટે કહ્યું: "જો કોઈ તમારા ઘરે ચોરી કરવા આવે, તો શું તમે પાછળ બેસીને તેમને બધુ લઈ જતાં જોતા રહેશો? આનો જવાબ આપવો એ માનવ સ્વભાવ છે."

"આપણે માણસના સ્વભાવને સમજવો જોઈએ. જો કોઈ તમને ગાલ પર લાફો મારે તો તમે બીજો ગાલ ધરશો? ગાંધીનો સમય અલગ હતો અને તે સમયે કૉંગ્રેસ પણ અલગ હતી."

અમદાવાદમાં મંગળવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને નેશનલ સ્ટુડન્ટ ઑફ ઇન્ડિયાના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું,જેમાં બંને પક્ષોના દસ જેટલાં કાર્યકરો ઘવાયા હતા.

line

દલિત છોકરીનાં મૃત્યુ મામલે ગુનો દાખલ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ઝાડ પરથી લટકેલી હાલતમાં મળેલાં દલિત છોકરીના મૃતના કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

અગાઉ પોલીસ દ્વારા પહેલાં આકસ્મિક મોતની ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની બહાર છોકરીના પરિવારે કરેલાં વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

એફઆઈઆરમાં ભારતીય દંડ સંહિતા અને ઍટ્રોસિટીના કાયદાની અનેક કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં હત્યા, ગૅંગરેપ અને કિડનેપને લગતી કલમ લગાવવામાં આવી છે.

ઑસ્ટ્રેલિયામાં 10 હજાર ઊંટને ઠાર મરાશે

ઊંટની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સીએનએનના અહેવાલ અનુસાર ઑસ્ટ્રેલિયાના દુષ્કાણગ્રસ્ત વિસ્તાર 10 હજાર ઊંટને ઠાર મારવાની યોજના બનાવવામાં આવી છે.

સ્થાનિક લોકોએ કરેલી ફરિયાદને આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

સ્થાનિક લોકોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પાણીની શોધમાં આ ભૂખ્યા થયેલાં પ્રાણીઓ સ્થાનિક લોકો માટે જોખમી બન્યા છે.

દક્ષિણ ઑસ્ટ્રેલિયાના નોર્થવેસ્ટ અનાન્ગુ પિટજાંટજાટજારા યાંકુંય્ટજારા(એપીવાય) વિસ્તારની સ્થાનિક સરકારે આ નિર્ણય લીધો છે.

"તેમણે ફેસબુક પૉસ્ટમાં જણાવ્યું હતું, "મોટી સંખ્યામાં ઊંટ અને જંગલી પ્રાણીઓ સ્થાનિક રહીશોની આસપાસ વસે છે." અને તેઓ "મૂળનિવાસી સમાજને તકલીફ પહોંચાડે છે."

તેમાં ઉમેર્યું છે કે હાલની દુષ્કાળની સ્થિતિને કારણે મોટી સંખ્યામાં ઊંટોના ટોળાં એપીવાયના સમુદાયો અને મિલકત માટે ભય સમાન છે, આથી ઊંટ પર કંટ્રોલની જરૂર છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો