JNUના વિદ્યાર્થીઓની સંસદકૂચ પોલીસે અટકાવી, કલમ 144 લાગુ

ઇમેજ સ્રોત, PTI
દિલ્હીમાં જેએનયુ (જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય)ના વિદ્યાર્થીઓએ સંસદ સુધી માર્ચ યોજી હતી.
યુનિવર્સિટીએ કરેલા ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થીઓએ માર્ચ કાઢી હતી.
જોકે તેમને સંસદ કૅમ્પસથી દૂર જ પોલીસે અટકાવી દીધા હતા. આ સમયે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી.
પોલીસે જેએનયુ વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ એશી ઘોષ સહિત કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી હતી.
વિરોધની આશંકાને જોતાં સોમવારે પ્રશાસને સંસદની આસપાસ કલમ 144 લાગુ કરી દીધી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
છેલ્લાં ત્રણ અઠવાડિયાથી જેએનયુના વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે.
રવિવારે જેએનયુના વિદ્યાર્થીઓએ અન્ય વિશ્વવિદ્યાલયના લોકોને માર્ચમાં સામેલ થવા આહ્વાન કર્યું હતું.
તો જેએનયુના કુલપતિ જગદીશ કુમારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ક્લાસમાં પાછા આવી જાય, કેમ કે પરીક્ષા નજીકના સમયમાં યોજાનાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશ્વવિદ્યાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા એક વીડિયો સંદેશમાં તેમણે કહ્યું કે ચિંતિત માતાપિતા અને વિદ્યાર્થીઓના ઈ-મેઇલ આવી રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેમણે કહ્યું કે જો આપણે હજુ પણ હડતાળ પર રહીશું તો તેનાથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થશે.
તેમણે કહ્યું કે હું વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે તમે ક્લાસમાં પરત આવી જાવ અને પોતાના શોધકાર્યને આગળ ધપાવો. 12 ડિસેમ્બરથી સેમેસ્ટર પરીક્ષા શરૂ થઈ રહી છે, આથી જો તમે નહીં આવો તો તમારા ભવિષ્યના લક્ષ્ય પર અસર થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















