TOP NEWS: ભારતમાં ફરી નકલી નોટો આવી ગઈ : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી

અજિત ડોભાલ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએએ કહ્યું કે ભારતમાં અસલી નોટ જેવી જ નકલી નોટ ફરીથી આવી ગઈ છે.

એનઆઈએ અનુસાર નકલી નોટનો મુખ્ય સ્રોત પાકિસ્તાન છે.

સરકારે જ્યારે 2016માં 500 અને 1000ની નોટોને અમાન્ય ઘોષિત કરી હતી ત્યારે એવો તર્ક આપવામાં આવ્યો હતો કે તેનાથી નકલી નોટો ખતમ થઈ જશે.

સોમવારે એનઆઈએના ઇન્સ્પેક્ટર જનરલ આલોક મિત્તલે કહ્યું કે નકલી નોટો છાપવાનો મુખ્ય સ્રોત પાકિસ્તાન છે.

અલોક મિત્તલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની હાજરીમાં આ વાત કરી હતી.

line

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય હવામાન વિભાગે સોમવારે જાહેરાત કરી કે દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જોકે તેમ છતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાંક સ્થળોએ છૂટાછવાયો વરસાદ થયો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે હવામાન વિભાગના અધિકારીઓ અનુસાર વર્ષ 2013 બાદ ગુજરાતમાં સૌથી વધુ વરસાદનો રેકૉર્ડ નોંધાયો છે.

આ વર્ષે જૂન મહિનામાં 109 મિમી, જુલાઈમાં 222 મિમી, ઑગસ્ટમાં 446 મિમી, સપ્ટેમ્બરમાં 338 મિમી અને ઑક્ટોબર મહિનામાં 43 મિલીમિટર વરસાદ નોંધાયો છે.

ગુજરાતના દરેક 33 જિલ્લાઓમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

251 તાલુકાઓમાંથી માત્ર સાત તાલુકામાં 251-500 મિમીમિટર વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં 501 મિમી (19.7 ઇંચ)થી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્ય આપાતકાલીન સંચાલન કેન્દ્ર (SEOC)ના ડેટા પ્રમાણે કચ્છમાં રાજ્યનો સૌથી વધુ 178 ટકા અને સૌરાષ્ટ્રમાં 150 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 144.5 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના 205 જળસ્રોતમાંથી 119 સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે.

line

અકાલ તખ્ત પ્રમુખે RSS પર પ્રતિબંધની માગ કરી

RSS

ઇમેજ સ્રોત, AFP

અકાલ તખ્ત સાહિબના જત્થેદાર જ્ઞાની હરપ્રિત સિંહે અમૃતસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મને લાગે છે કે આરએસએસ જેવી રીતે કામ કરે છે, એનાથી દેશમાં ભેદભાવની એક રેખા ખેંચી દેશે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે અકાલ તખ્ત પ્રમુખે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ લાદવાની માગી કરી છે.

તેમણે કહ્યું કે જે રીતે આરએસએસ કામ કરે છે, તેનાથી એટલું તો સ્પષ્ટ થાય છે કે તે દેશના ભાગલા પાડી દેશે.

અકાલ તખ્ત સાહિબને કહેવામાં આવ્યું કે ભાજપ ખુદ આરએસએસને માને છે. તો તેમણે કહ્યું કે જો આવું છે તો એ દેશ માટે સારું નથી. આ દેશને નુકસાન કરશે અને તબાહ કરી નાખશે.

line

તુર્કી, મલેશિયા અને ચીન પાકિસ્તાનને બચાવશે?

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ફ્રાન્સની રાજધાની પેરિસમાં સોમવારે બેઠક શરૂ થઈ છે.

આ બેઠકમાં પાકિસ્તાનના રિપોર્ટ પર સમીક્ષા થઈ રહી છે કે તેણે આતંકવાદને રોકવામાં કોઈ ઠોસ પગલાં લીધાં છે કે નહીં.

જો આ બેઠકમાં પાકિસ્તાનના દાવાઓથી એફએટીએફ સંતુષ્ટ ન થાય અને અન્ય દેશોનું સમર્થન ન મળતે પાકિસ્તાન પર બ્લૅકલિસ્ટનો ખતરો તોળાઈ રહ્યો છે.

જોકે પાકિસ્તાનને ચીન, તુર્કી અને મલેશિયાનાં સમર્થનની આશા છે અને કહેવાય છે કે પાકિસ્તાન બ્લૅકલિસ્ટ થવાથી બચી જશે.

પાકિસ્તાન ભારત પર આરોપ લગાવી રહ્યું છે કે તે પાકિસ્તાનને એફએટીએફના બ્લૅકલિસ્ટમાં નખાવવાની કોશિશ કરી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો