Top News : ફારૂક અને ઓમર અબ્દુલ્લા સાથે આજે પાર્ટીના 15 નેતાઓ કરશે મુલાકાત

ઇમેજ સ્રોત, PTI
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે નેશનલ કૉન્ફ્રેંસના એક 15 સભ્યોના પ્રતિનિધિમંડળને તેમના વરિષ્ઠ નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા સાથે મળવાની મંજૂરી આપી છે.
5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નિષ્પ્રભાવી કર્યા બાદ પાર્ટીના બંને વરિષ્ઠ નેતા નજરકેદ છે.
નેશનલ કૉન્ફ્રેંસના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા સાથે પાર્ટીના 15 સભ્યોનું એક પ્રતિનિધિમંડળ રવિવારે દેવેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં મુલાકાત કરશે.
પાર્ટીના પ્રવક્તા મદન મંટુએ આ બાબતે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે રવિવારે સવારે આ પ્રતિનિધિમંડળ મુલાકાત માટે રવાના થશે.
મદન મંટુએ શનિવારે જણાવ્યું, "નેશનલ કૉન્ફ્રેંસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રવિવાર 6 ઑક્ટોબર, 2019ની સવારે પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને મળવા માટે જમ્મુથી ઇન્ડિગો ફ્લાઇટથી જશે."

ચીનના નિવેદનનો ભારતનો વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ભારતે કાશ્મીરને લઈને ચીનના રાજદૂતે પાકિસ્તાનમાં આપેલા વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કર્યો છે.
પાકિસ્તાનમાં ચીનના રાજદૂતે કહ્યું હતું કે કાશ્મીરીઓના પાયાના અધિકારો અપાવવા માટે ચીન કામ કરી રહ્યું છે.
ભારતે ચીન પાસે આ મામલે સ્પષ્ટતા માગી છે. ભારતને લાગે છે કે ચીન જમ્મુ-કાશ્મીર પર પોતાની ઘોષિત નીતિઓથી દૂર ખસી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારે ઇસ્લામાબાદમાં ચીનના રાજદૂત યાઓ જિંગે કહ્યું હતું કે કાશ્મીરીઓને તેમના પાયાના અધિકારો અને ન્યાયની મદદ માટે અમે પણ કામ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે કાશ્મીરના મુદ્દો તાર્કિક ઉકેલ આવવો જોઈએ અને ચીન શાંતિ અને સ્થિરતા માટે પાકિસ્તાન સાથે છે.
ઉલ્લેખનીય છે કે 11-12 ઑક્ટોબરે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મમલ્લાપુરમમાં વડા પ્રધાન મોદી સાથે એક ઔપચારિક મુલાકાત માટે આવી રહ્યા છે.

34 વર્ષે ભારતીય નાગરિકત્વ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઝુબેદા બેગમને 34 વર્ષ બાદ ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે.
તેઓ પાકિસ્તાનનાં વતની હતાં અને ભારતીય વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં.
તેમને ગત અઠવાડિયામાં ભારતીય નાગરિકત્વ મળ્યું છે.
લગ્નનાં 34 વર્ષ પછી ભારતીય નાગરિકત્વ મળતાં તેઓ ખુશ છે.
તેઓ કહે છે કે તેઓએ દિલ્હી અને લખનૌમાં બહુ ધક્કા ખાધા છે. હવે સારું લાગે છે.
તેમણે ઉમેર્યું કે આ મને વહેલા મળવું જોઈતું હતું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















