You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
36 વર્ષીય એક પુરુષ પર સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, નવી મુંબઈની ઘટના
નવી મુંબઈના વાશીમાં એક 36 વર્ષીય પુરુષ સાથે સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને સતામણીની ઘટના બની છે.
આ ઘટનાને પગલે ભોગ બનનાર પીડિતને હૉસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને તેમને કેટલીક સર્જરી પણ કરવી પડી એમ વાશી પોલીસનું કહેવું છે.
વાશી પોલીસ અધિકારી અનિલ દેશમુખે જણાવ્યા મુજબ પોલીસ આ કેસમાં પાંચ સંદિગ્ધ લોકોની શોધખોળ કરી રહી છે.
અનિલ દેશમુખ પ્રમાણે, ખાનગી હૉસ્પિટલના ડૉક્ટરોએ પીડિત પુરુષની કેટલીક સર્જરી કરવી પડી હતી. પીડિત હજી હૉસ્પિટલમાં છે.
પીડિત પુરુષના પરિવારજનોએ પાલીસને જાણ કરી ત્યાર બાદ મંગળવારે પોલીસે આ બાબતે કેસ નોંધી લીધો છે.
અનિલ દેશમુખે જણાવ્યું, "ધારા 377 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે."
તેમણે ઉમેર્યું, "અમે આરોપીઓ વિશે માહિતી લઈને તેમને શોધવાનું શરૂ કરી દીધું છે. અમે આસપાસના વિસ્તારમાં આવેલાં સીસીટીવી ફૂટેજ પણ જોઈ રહ્યા છીએ. તેમની ધરપકડ જલદી કરી લેવામાં આવશે."
તેમણે કહ્યું, "પીડિતે જણાવ્યું છે કે આરોપીઓ નશામાં હતા અને તેઓ ડ્રગ્સની અસરમાં હતા. આરોપીની ઉંમર 25-30 વર્ષની આસપાસ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈ મિરર પ્રમાણે આ બનાવ સોમવારે રાત્રે બન્યો હતો. ફરિયાદી પ્રમાણે જ્યારે તેઓ સિગરેટ પી રહ્યા હતા ત્યારે તેમને પાંચ પુરુષો તેમને જબરદસ્તી એક સૂમસામ જગ્યાએ લગી ગયા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
ત્યાર બાદ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.
મુંબઈ મિરરના અહેવાલ મુજબ પીડિત વ્યક્તિ બેભાન થતા પહેલા મુખ્ય રસ્તા સુધી પહોંચ્યા અને પછી કોઈએ રાહગીર તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા.
આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો