ચંદ્રયાન-2એ પ્રથમ વખત લીધેલી પૃથ્વીની તસવીરો જાહેર કરાઈ

ચંદ્રયાન-2થી મોકલવામાં આવેલી તસવીર

ઇમેજ સ્રોત, ISRO

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ચંદ્ર પર જવા માટે નીકળેલા ભારતના ચંદ્રયાન-2એ પહેલી વખત તસવીરો મોકલી છે.

ચંદ્રયાન-2એ પૃથ્વીની ચાર તસવીરો મોકલી છે જે અલગ-અલગ ઍંગલથી લેવામાં આવી છે.

આ તસવીરોને ઇસરોએ પોતાના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરી છે અને લખ્યું છે, "ચંદ્રયાન-2માં વિક્રમ લૅન્ડરે ક્લિક કરેલી પૃથ્વીની સુંદર તસવીરોનો પહેલો સેટ."

ચંદ્રયાન-2એ આ ફોટો 3 ઑગસ્ટ 2019ની સાંજે 5.28 વાગ્યે લીધા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ચંદ્રયાન-2ને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. આને બાહુબલી નામના જીએસએલવી એમકે 3 રૉકેટની મદદથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.

ભારતનું ચંદ્ર પરનું બીજું મિશન છે. ભારતે ચંદ્ર પર પોતાનું આ મિશન ત્યારે લૉન્ચ કર્યું છે જ્યારે અપોલો 11ના મૂન મિશનની 50મી વર્ષગાંઠ ઉજવાઈ રહી હતી.

ખાસ છે આ મિશન

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારતનું ચંદ્રયાન-2 ચંદ્રના એવા ભાગ પર જશે જ્યાં આ પહેલાં કોઈ સ્પેસ મિશન નથી પહોંચ્યું. ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પાસે સપ્ટેમ્બરના પહેલાં અઠવાડિયામાં લૅન્ડ કરશે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્રનો આ વિસ્તાર બહુ જટિલ છે અને અહીં પાણી અને જીવનની માહિતી મળી શકે છે.

ચંદ્રયાન-2 મિશનમાં ત્રણ ચરણ હશે, પહેલા ઑર્બિટર છે જેમાં ચંદ્રની ઑર્બિટમાં ચક્કર લગાવશે. બીજા ચરણમાં લૅન્ડર, જેને વિક્રમ નામ આપવામાં આવ્યું છે તે ચંદ્રની સપાટી પર ઊતરશે.

ત્યાર બાદ લૅન્ડરમાંથી રોવર છૂટું પડીને ચંદ્રની સપાટી પરથી માહિતી એકઠી કરશે.

ભારતનું ચંદ્રયાન-2 મિશન આ બાબતમાં એટલે ખાસ છે કે દક્ષિણ ધ્રુવ પાસે કોઈ પણ સ્પેસ-ક્રાફ્ટ ઉતારી નથી શક્યું અને જો ચંદ્રયાન-2 સફળ થશે તો ઇતિહાસ રચી શકશે.

આ પહેલાં ભારતના પ્રથમ માર્સ સેટેલાઇટનો ખર્ચ સ્પેસ વિજ્ઞાન પર બનેલી ફિલ્મ ગ્રેવિટી કરતાં પણ ઓછો હતો.

ચંદ્રયાન-2 પાછળ 14.1 કરોડ ડોલર ખર્ચાયા છે જોકે અમેરિકાના ઍપોલો પ્રોગ્રામનો ખર્ચ 25 અબજ ડૉલરથી ઓછો હતો.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ભારતે આ પહેલાં ચંદ્રયાન-1 મિશન 2008માં લૉન્ચ કર્યું હતું જેણે ચંદ્ર પર પાણીની શોધ માટે મોકલવામાં આવ્યું હતું.

ભારતે 1960ના દાયકામાં અંતરિક્ષ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એજન્ડામાં પણ ઘણો આગળ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો