ભાજપે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી

સ્વતંત્ર દેવ સિંહ

ઇમેજ સ્રોત, TWITTER/ @swatantrabjp

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી છે. ભાજપે ઉત્તર પ્રદેશ પ્રમુખ તરીકે સ્વતંત્ર દેવ સિંહ અને મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ તરીકે ચંદ્રકાંત દાદા પાટિલની નિમણૂક કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલાં પત્રમાં લખવામાં આવ્યું છે. 'પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્વતંત્ર દેવ સિંહની ઉત્તર પ્રદેશના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે.'

બીજા એક પત્ર દ્વારા મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ તરીકે ચંદ્રકાંત દાદા પાટિલની નિમણૂક કરી છે. જ્યારે મંગલ પ્રભાત લોઢાની મુંબઇ શહેરના ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે.

ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેએ કેન્દ્ર સરકારમાં મંત્રી બનતાં રાજીનામું આપ્યું હતું. જેના કારણે નવા પ્રદેશ પ્રમુખ તરીકે સ્વતંત્ર દેવ સિંહની નિમણૂક કરવામાં આવી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

મહેન્દ્રનાથ પાંડે કેન્દ્ર સરકારમાં સ્કિલ ડેવલપમૅન્ટ અને યુવા ઉદ્યોગ સાહસિક મંત્રાલયના મંત્રી છે.

ભાજપની એક વ્યક્તિ એક પદ સંભાળી શકેની નીતિના કારણે તેમણે પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપ્યુ હતું.

સ્વતંત્ર દેવ સિંહ પણ ઉત્તર પ્રદેશ સરકારમાં રાજ્યમંત્રી તરીકે માર્ગ અને પરિવહન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો ધરાવે છે.

તેમની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

મહારાષ્ટ્રના ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાવસાહેબ પાટિલે મંગળવારે બપોરે રાજીનામું આપ્યુ હતું.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

રાવસાહેબ પાટિલ હાલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે. તેમના સ્થાને ચંદ્રકાંત દાદા પાટિલની નિમણૂક કરવામાં આવી છે.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

મુંબઈ શહેરના અધ્યક્ષ તરીકે આશિષ શેલરના સ્થાને મંગલ પ્રભાત લોઢાની નિમણૂક કરવામાં આવી છે.

આ વર્ષે મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને આ બે નિમણૂક કરવામાં આવી હોઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનમાં હજુ પણ મોટા ફેરફાર કરી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો