TOP NEWS: લખનૌથી દિલ્હી આવી રહેલી બસ નાળામાં ખાબકી, 29નાં મૃત્યુ

અકસ્માતની તસવીર

ઇમેજ સ્રોત, VIVEK JAIN

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

લખનૌ-દિલ્હી બસ યમુના એક્સપ્રેસ હાઈવે પર એક ગરનાળામાં ખાબકતા 29 લોકોનાં મૃત્યુ થયાં છે.

આજે સવારે વહેલી સવારે આગરા નજીક આ અકસ્માત થયો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને ઘાયલોને બચાવવાની કામગીરી હાથ ધરી.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

યૂપી પોલીસે આ અંગે ટ્વીટ કરતા જણાવ્યું કે યમુના એક્સપ્રેસવે પર કાબુ ગુમાવતા બસ 'જરના નાળા'માં ખાબકી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર 27 મૃતદેહોને બહાર કાઢી લેવાયા છે અને ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

line

મુસ્લિમ મહિલા ભાજપમાં જોડાતા વિવાદ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે કથિત રીતે ભાજપમાં જોડાવા બદલ એક મુસ્લિમ મહિલાને ઘર ખાલી કરવા કહેવાયું છે.

ઇંડિયા ટુડેના અહેવાલ મુજબ, ગુલિસ્તાના નામના મહિલાનું કહેવું છે કે ભાજપમાં જોડાતાં મકાનમાલિકે તેમની સાથે ગેરવર્તાવ કર્યો અને તત્કાળ ઘર ખાલી કરી દેવા કહ્યું હતું.

અલીગઢના પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ આકાશ કુલહરીના કહેવા પ્રમાણે, "મકાનમાલિકે ગુલિસ્તાના પાસેથી વીજ બિલ પેટે રૂ. ચાર હજાર માગ્યા હતા."

"ત્યારબાદ બંને વચ્ચે રાજકીય પક્ષમાં જોડાવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ અંગે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે."

line

ચંદ્રયાન-2 આવતા અઠવાડિયે લૉન્ચ થશે

ચંદ્રયાન-2

ઇમેજ સ્રોત, ISRO

ચંદ્રની ધરતીના રહસ્યો જાણવા માટે ભારતનું ચંદ્રયાન-2 સેટેલાઇટ સજ્જ છે. હાલમાં જ તેની તસવીરો જાહેર કરવામાં આવી છે.

આ મિશન શ્રીહરિકોટા સ્પેશ સેન્ટર ખાતેથી 15મી જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર, આ સેટેલાઇટ જીએસએલવી મારફતે મોકલવામાં આવશે જેની પાછળ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

આ મિશનમાં કોઈ માનવને ચંદ્રની ધરતી પર નહીં મોકલવામાં આવે.

line

મિશન તેલંગણા ઉપર શાહ, દર મહિને મુલાકાત લેશે

અમિત શાહ

ઇમેજ સ્રોત, @AMITSHAH

જાન્યુઆરી મહિના સુધીમાં ભાજપની સભ્યસંખ્યાને 18 લાખ સુધી લઈ જવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેલંગણાની ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

તેલંગાણા ભાજપના અધ્યક્ષ કે. લક્ષ્મણના કહેવા પ્રમાણે, "આગામી ઑગસ્ટ કે સપ્ટેમ્બર મહિનાથી દર મહિને અમિત શાહ તેલંગણા આવશે. આ સિવાય બે કેન્દ્રીય પ્રધાનો પણ દર મહિને રાજ્યની મુલાકાત લેશે."

"આ પ્રધાનો તેલંગણાના દરેક જિલ્લાની મુલાકાત લેશે તથા પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરશે. આ સિવાય જાન્યુઆરી મહિના સુધીમાં રાજ્યમાં 18 લાખ સભ્યોને ઉમેરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે."

રાજ્યમાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિની સરકાર કેન્દ્રીય યોજનાઓને અસરકારક રીતે લાગુ કરે છે કે નહીં, તે અંગે પણ કેન્દ્રીય પ્રધાનો સમીક્ષા કરશે.

line

મહિલા રેસલરોએ ભારતને અપાવ્યો ગોલ્ડ અને સિલ્વર મેડલ

વિનેશ ફોગાટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિનેશ ફોગાટ, એશિયન ગેમ્સ 2018ની તસવીર

મેડ્રિડ ખાતે રમાઈ રહેલી ગ્રાન્ડ પ્રિક્સ ઑફ સ્પેન રમતમાં ભારતનાં ટોચનાં રેસલર વિનેશ ફોગાટે 53 કિલો શ્રેણીમાં તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય દિવ્યા ક્રકાને પણ 68 કિલોની શ્રેણીમાં પ્રથમ પદ હાંસલ કર્યું છે.

'નવભારત ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર, વિનેશ પેરુનાં જસ્ટિના બેનિટ્સ અને રશિયાનાં નીના મિનકેનોવાને હરાવી ફાઇનલમાં પહોંચ્યાં હતાં.

ફાઇનલ મૅચમાં તેમણે નેધરલૅન્ડ્સનાં જેસિકા બ્લાસ્કાને હરાવી આ સિદ્ધિ હાંસલ કરી છે.

બીજી તરફ વિશ્વ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ ધરાવનારાં પૂજા ઢાંડાએ આ ખેલમાં સિલ્વર મેડલ જીત્યો છે.

line
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો