Gujarat Weather Alert : ગુજરાતમાં શિયાળા વચ્ચે વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે ભારે વરસાદ

Gujarat Weather Alert : ગુજરાતમાં શિયાળા વચ્ચે વરસાદની આગાહી, આ જિલ્લામાં પડશે ભારે વરસાદ
પ્રકાશિત

ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલાં જ ફરી ચોમાસા જેવો માહોલ સર્જાવાની શક્યતા છે.

હવામાન વિભાગે આવનારા ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે.

જ્યારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારત પર આવશે.

25 નવેમ્બરની આસપાસ આ સિસ્ટમની ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા બીજા કેટલાક વિસ્તારોમાં અસર શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાતના કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ?

વીડિયો- અહેવાલ - જય શુક્લ/ ઍડિટ- સુમિત વૈદ

વિગતથી અહીં વાંચો ગુજરાતમાં ક્યાં અને ક્યારે પડશે વરસાદ