ઇઝરાયલ-ગાઝા સંઘર્ષ : 'દરરોજ રાત્રે બાળકોને ગુડબાય કહીને ઊંઘીએ છીએ કેમકે ખબર નથી કાલે શું થશે'

વીડિયો કૅપ્શન, ‘દરરોજ રાત્રે અમે બાળકોને ગુડબાય કહીને ઉંઘીએ છીએ કેમકે ખબર નથી કાલે શું થશે’
ઇઝરાયલ-ગાઝા સંઘર્ષ : 'દરરોજ રાત્રે બાળકોને ગુડબાય કહીને ઊંઘીએ છીએ કેમકે ખબર નથી કાલે શું થશે'
પ્રકાશિત

ઑક્ટોબર 2022માં ઇઝરાયલ-ગાઝા યુદ્ધ ચાલુ થયું ત્યારથી ખાલિદ, તેમનાં પત્ની અને ત્રણ બાળકો ત્રણ રહેઠાણ બદલી ચૂક્યા છે પણ હજી સુધી તેમને કોઈ સુરક્ષિત સ્થાન મળ્યું નથી.

ખાલિદ કહે છે કે, તેમને દરરોજ એક ડર રહે છે કે કદાચ તે બીજા દિવસની સવાર નહીં જોઈએ શકે. અથવા તો કદાચ તેમનાં બાળકો બીજા દિવસે નહી ઊઠે. તેથી તે દરરોજ તેમનાં બાળકોને ગુડબાય કહીને સૂવે છે.

ખાલિદ તબીબી વસ્તુઓના સપ્લાયર હતા અને હવે તે જે યુદ્ધમાં ઈજાગ્રસ્ત થાય છે તેમની સારવાર કરે છે.

વીડિયોમાં ખાલિદ તેમના રહેઠાણ પર છે અને તેમના પાડોશમાં જ ઍરસ્ટ્રાઇક થાય છે. તેથી તે ફરીથી તેમનું રહેઠાણ બદલવાની વાત કરે છે.

જોવો ગાઝાના આ એક પરિવારની દાસ્તાન જે દર થોડા દિવસે જીવ બચાવવા ઘર બદલી રહ્યા છે.

ગાઝામાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images