બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા, ગુજરાતમાં ચોમાસાને કોઈ અસર થશે?
17 જૂને અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ પડ્યો હતો.
સામાન્ય રીતે રાજ્યમાં 15 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખત ચોમાસાનાં વાદળો પણ રાજ્યના આકાશમાં જોઈએ એવાં નથી દેખાઈ રહ્યાં.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અને સમગ્ર ભારતમાં ચોમાસા અંગેની આગાહી કરી હતી.
હવામાન વિભાગની 17 જૂનના રોજ બપોરના 12 વાગ્યે જાહેર કરેલી આગાહી મુજબ, આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન નૈઋત્ય ચોમાસું તેલંગણા, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારના કેટલાક વધુ ભાગો આગળ વધે તે માટેની સાનુકૂળ પરિસ્થિતિ છે.
આગાહી મુજબ, 18 જૂનના રોજ અરવલ્લી, દાહોદ અને મહીસાગર ખાતે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે.
ચોમાસું હજુ પણ નબળું પડી રહ્યું છે એવામાં હવામાન ખાતાનાં મૉડલ બતાવે છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમ બને તો એની ગુજરાત તરફ આવી રહેલા ચોમાસા પર શું અસર પડશે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એની પાછળ કયું હવામાન મૉડલ કામ કરી રહ્યું છે એની વિગતવાર માહિતી આ વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : દિતિ બાજપેઈ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



