યુક્રેનમાં ઘરે પરત નહીં ફરવાની મુશ્કેલી વેઠી રહેલાં મહિલા રૅફ્યૂજીની કહાણી

યુક્રેનમાં ઘરે પરત નહીં ફરવાની મુશ્કેલી વેઠી રહેલાં મહિલા રૅફ્યૂજીની કહાણી
પ્રકાશિત

યુદ્ધે યુક્રેનના લાખો યુવાનોનાં જીવન બદલી નાખ્યાં છે. રશિયાએ યુક્રેનમાં યુદ્ધ છેડ્યું એના 10 મહિના પછી પણ તેઓ રૅફ્યૂજી તરીકે જીવી રહ્યા છે.

માર્ચમાં બીબીસીએ એક કિશોરી સાથે વાત કરી હતી, જેઓ ઉત્તરમાં આવેલા ખારકિએવથી માતા સાથે ભાગી રહ્યાં હતાં.

હવે નિકા યુકેમાં રહે છે અને તેમને લાગે છે કે હવે તેઓ ઝડપથી તો ઘરે પરત નહીં જઈ શકે.

બીબીસીના પૂર્વ યુરોપના સંવાદદાતા સારાહ રેઇન્સફૉર્ડ ઇંગ્લૅન્ડમાં નિકાને તેની સ્કૂલમાં મળ્યાં હતાં.