You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હજી પાંચ દિવસ સુધી પડશે ભારે વરસાદ, હવે કયા જિલ્લામાં વધશે જોર?
ગુજરાતમાં હજી પાંચ દિવસ સુધી પડશે ભારે વરસાદ, હવે કયા જિલ્લામાં વધશે જોર?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદનો દોર ચાલી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ થઈ રહ્યો છે પરંતુ તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જોકે, હવે એવી સંભાવના છે કે રાજ્યમાં વરસાદના વિસ્તારો બદલાશે.
જુલાઈ મહિનો અડધો ગયા પછી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ કેટલાક વિસ્તારોમાં નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં હજી પણ પૂરતો વરસાદ પડ્યો નથી અને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.