માતાના પ્રેમીએ નદીમાં ફેંકેલી છોકરી પુલ પર એક હાથથી લટકી કેવી રીતે બચી ગઈ?

માતાના પ્રેમીએ નદીમાં ફેંકેલી છોકરી પુલ પર એક હાથથી લટકી કેવી રીતે બચી ગઈ?
પ્રકાશિત

13 વર્ષની કિર્થનાને જ્યારે ગોદાવરી નદીમાં ધકેલવામાં આવી ત્યારે બ્રિજ પર લટકેલા રહી તેમણે પોલીસને બોલાવવા માટે ફોન કર્યો અને પોતાનો જીવ બચાવ્યો.

તેમનાં માતા સાથે લિવ-ઇન પાર્ટનર તરીકે રહેતા ઉલવા સુરેશે કિર્થનાને તેમનાં માતા અને બહેનને છઠ્ઠી ઓગસ્ટે બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધાં હતાં.

કિર્થનાએ તેમની માતા અને બહેન ગુમાવ્યાં તેને એક મહિના જેટલો સમય થઈ ગયો છે. તેમણે બીબીસી સાથે વાત કરીને જણાવ્યું કે તે દિવસે શું થયું હતું.