You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠામાં પોલીસના કાફલા સાથે મહિલાઓનું ઘર્ષણ, ખેડૂતો વિરોધમાં શું બોલ્યા?
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર પાસે ચિત્રાસણી બાયપાસની જમીન સંંપાદનની કામગીરી માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
સ્થાનિક ખેડૂતો જમીન સંપાદનનો એમ કહીને આકરો વિરોધ કરી રહ્યા છે કે તેમને વળતર આછું મળી રહ્યું છે.
ખેડૂતોની ફરિયાદ છે કે તેમણે ઘણી વાંધા અરજીઓ કરી હતી. જોકે, નાયબ કલેકટરની સંબંધિત કચેરી તરફથી સુનાવણી કરી પાછલા વર્ષે જૂન 2024માં જવાબ આપવામાં આવ્યો હતો કે વળતર ચૂકવવાની કામગીરી નિયમ પ્રમાણે કરવામાં આવશે.
ક્યાંક રિસર્વેમાં માપણીમાં ખેડૂત તરફથી રજૂ કરાયેલો વાંધો સ્વીકારવામાં આવ્યો હતો તો વાંધાના બીજા કેટલાક મુદ્દા નામંજૂર કરાયા હતા.
જુઓ, જમીન સંપાદન અંગે ખેડૂતોનો વિરોધ કેમ આટલો વિરોધ કરી રહ્યા છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન