'બ્રા નહીં, તો પરીક્ષા નહીં,' યુનિવર્સિટીના નિયમથી હોબાળો, વિદ્યાર્થિનીઓએ શું કહ્યું

નો બ્રા, નો એક્ઝામ, નાઇજીરિયા યુનિવર્સિટી, સોશિયલ મીડિયા ઉપર ચર્ચા, ડ્રેસ કોડ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઓલાબિસી ઓનાબેન્જો યુનિવર્સિટી, ઓગુન રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મનસૂર અબુબકર
    • પદ, બીબીસી ન્યૂઝ, કાનો
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

નાઇજીરિયાની એક યુનિવર્સિટીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો છે. જેમાં એક યુનિવર્સિટીની કેટલીક વિદ્યાર્થિનીઓને સ્પર્શ કરવામાં આવી રહી છે, જેથી મહિલા પરીક્ષાર્થીઓએ બ્રા પહેરી છે કે નહીં એ વાતની ખરાઈ થઈ શકે.

ઓગુન રાજ્યની ઓલાબિસી ઓનાબેન્જો યુનિવર્સિટીની મહિલા કર્મીઓએ વિદ્યાર્થિનીઓની અંગજડતી લીધી હતી અને પરીક્ષામાં પ્રવેશતાં પહેલાં તેમની છાતીનો સ્પર્શ કર્યો હતો.

યુનિવર્સિટીએ આ વીડિયો ઉપર કૉમેન્ટ નહોતી કરી, પરંતુ વિદ્યાર્થીનેતાએ બ્રા વિશેની નીતિન અંગે કહ્યું હતું કે તે યુનિવર્સિટીના ડ્રેસકૉડના ભાગરૂપ છે. જેથી કરીને 'ધ્યાનભંગ ન થાય તે પ્રકારનું વાતાવરણ' જળવાય રહે.

જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે નીતિને લાગુ કરવા માટે અલગ રીતો ઉપર વિચાર કરવાની જરૂર છે.

ટીકાકારો આ નીતિને આદમકાળની, લિંગઆધારિત ભેદભાવકર્તા તથા જાતીયહુમલો ગણાવીને વખોડી રહ્યા છે.

નો બ્રા, નો એક્ઝામ, નાઇજીરિયા યુનિવર્સિટી, સોશિયલ મીડિયા ઉપર ચર્ચા, ડ્રેસ કોડ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર, ઓલાબિસી ઓનાબેન્જો યુનિવર્સિટી, ઓગુન રાજ્ય

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

હ્યુમન રાઇટ્સ નેટવર્ક નામના કૅમ્પેઇન ગ્રૂપના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે, યુનિવર્સિટીએ વિદ્યાર્થિનીઓના અધિકારનો ભંગ કર્યો છે અને જો તેઓ ચાહે તો યુનિવર્સિટીની સામે કેસ કરી શકે છે.

હરુના અયાગીના કહેવા પ્રમાણે, "અન્ય વ્યક્તિ શરીરને અનિચ્છિત સ્પર્શ કરે તો તે ભંગ છે અને તેનાથી કાયદેસરનો કેસ થઈ શકે. અણછજતાં કપડાંને અટકાવવાં માટે યુનિવર્સિટીએ જે પદ્ધતિ અપનાવી છે, તે ખોટી છે."

એક વિદ્યાર્થિનીએ નામ ન છાપવાની વિનંતી સાથે બીબીસીને કહ્યું, યુનિવર્સિટી ધાર્મિકસંસ્થાન નથી, આમ છતાં તે કડક નૈતિક આચારસંહિતા લાગુ કરી રહી છે.

વિદ્યાર્થિનીના કહેવા પ્રમાણે, તેનાં કપડાં હંમેશાં તપાસવામાં આવે છે.

યુનિવર્સિટીનાં સ્ટુડન્ટ્સ યુનિયનના વડા મુઝીઝ ઓલાતુંજીએ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, "સન્માનજનક તથા વિક્ષેપવિહિન વાતાવરણ જળવાય રહે તે માટે ડ્રેસ કૉડ પોલિસી લાગુ કરવામાં આવી છે. સંસ્થાના મૂલ્યોને અનુરૂપ વિદ્યાર્થિનીઓને શિષ્ટતાપૂર્વક કપડાં પહેરવા માટે પ્રેરિત કરવામાં આવે છે."

યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનાં કપડાં અંગે નીતિ

વીડિયો કૅપ્શન, પંજાબી હિપ-હૉપ આઇકન સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે BBCEyeનું ઇન્વેસ્ટિગેશન

ઓલાતુંજીએ ઉમેર્યું હતું કે આ નીતિ નવી નથી અને વિદ્યાર્થીસંઘે "સંગઠને સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો અને અણછજતાં કપડાંના મુદ્દાને અન્ય કેવી રીતે હાથ ધરવો તેના વિશે ચર્ચા કરી છે, જે વધુ સન્માનજનક તથા વિદ્યાર્થી અને સ્ટાફની વચ્ચે સન્માનજનક સંવાદ ઉપર ધ્યાન આપી શકાય."

ઓલાતુંજીએ ડ્રેસ કૉડ પણ પ્રકાશિત કર્યો છે, જેમાં "સમાન લિંગી કે વિરુદ્ધ જાતિની વ્યક્તિને સ્ટુડન્ટ પ્રત્યે કામુક રીતે ઉત્તેજે તેવાં અણછજતાં" કોઈપણ જાતનાં કપડાં ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઓલાબિસી ઓનાબેન્જો નાઇજીરિયાના ઓગુન રાજ્યના રાજ્યપાલ હતા, ત્યારે વર્ષ 1982માં આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 2001માં આ યુનિવર્સિટીને તત્કાલીન રાજ્યપાલનું નામ આપવામાં આવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન