અગ્નિવીરમાં સૈનિક બનેલા યુવકનું મોત, માતાએ વિલાપ કરતાં શું કહ્યું?

વીડિયો કૅપ્શન,
અગ્નિવીરમાં સૈનિક બનેલા યુવકનું મોત, માતાએ વિલાપ કરતાં શું કહ્યું?
પ્રકાશિત

આ છે 21 વર્ષીય જિતેન્દ્રસિંહ તંવરનાં માતા, જિતેન્દ્રસિંહ અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં ભરતી થયા હતા, લગભગ બે મહિના પહેલાં 9મેના જમ્મુ-કાશ્મીરના પુંછમાં ઘર્ષણ બાદ થયેલા સર્ચ ઑપરેશન દરમિયાન ગોળી વાગતા તેમનું મોત થયું હતું.

મૃત્યુ પામેલાં યુવકનાં માતા સરોજદેવી બીમાર છે. તેઓ પોતાના પુત્રને યાદ કરીને રડવા લાગે છે.

જિતેન્દ્રના સંબંધી અને ઓળખીતા લોકો જણાવે છે કે બે મહિના સુધી કોઈએ તેમના હાલ સુદ્ધાં નથી પૂછ્યા.

પરંતુ હાલમાં જ જ્યારે સંસદમાં અગ્નિવીરનો મુદ્દો ઉઠ્યો તે બાદ જિતેન્દ્રના ઘરે દિલ્હીથી ફોન આવવા લાગ્યા. તે બાદ જ પરિવારના એકાઉન્ટમાં 48 લાખ રૂપિયા જમા થયાનો મેસેજ પણ આવ્યો.

વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી ગુજરાતી