You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અનોખી 'વંદે ભારત' ટ્રેન જે મુસાફરી નહીં પેટપૂજા કરાવે છે
અનોખી 'વંદે ભારત' ટ્રેન જે મુસાફરી નહીં પેટપૂજા કરાવે છે
પ્રકાશિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી અપાયેલી સંખ્યાબંધ વંદે ભારત ટ્રેનો સમગ્ર ભારતમાં દોડવાની શરૂ થઈ ગઈ છે.
જોકે આ વીડિયોમાં જોવા મળી રહેલી સુરતની વંદે ભારત ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી નથી આપી અને તે ક્યાંય દોડતી નથી. આમ છતાં તેમાં બેસવા ઘણા લોકો આવી રહ્યા છે.
તેની પાછળનું કારણ મુસાફરી નહીં પણ પેટપૂજા છે. સુરતમાં વંદે ભારત ટ્રેનની થીમ પરથી આ રેસ્ટોરાં શરૂ કરવામાં આવી છે. અહીં તમને ટ્રેનમાં જોવા મળતો માહોલ અને ભોજન મળશે. કેવી રીતે બનાવવામાં આવી છે આ રેસ્ટોરાં અને તે કેવી રીતે ભોજન પીરસે છે, જુઓ આ વીડિયોમાં